/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Raksha-Bandhan-1.jpg)
ભારતમાં G20 સમિટનું આયોજન થઇ રહ્યુ છે. (Express Photo)
India G20 Summit 2023 presidency : ભારતના દિલ્હી ખાતે 9 સપ્ટેમ્બરથી બે દિવસીય G20 સમિટ 2023નું આયોજન થઇ રહ્યુ છે. દિલ્હીના પ્રગતિ મેદાન, ભારત મંડપમ ખાતે જી20 સંમેલન શરૂ થશે. વિવિધ સભ્ય દેશોના રાજ્ય અધ્યક્ષો અને સરકારના વડાઓ અને અન્ય પ્રતિનિધિઓ તેમજ G20ના આમંત્રિત સભ્યો સમિટ માટે દિલ્હી આવશે. જેમાં અમેરિકાના પ્રમુખ જો બિડેન, યુકેના પીએમ ઋષિ સુનક, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો, જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા અને સાઉદી અરેબિયાના કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ સામેલ થવાની અપેક્ષા છે.
જી20 શિખર સમિટની તૈયારી હેઠળ દિલ્હી સરકારે શહેરમાં આવેલી તમામ સરકારી ઓફિસો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઇ છે અને ઘણા સ્થળોએ અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
Driving the development agenda for 'One Earth, One Family, One Future'!
With a vision to leave no one behind, the Development Working Group under #G20India made strides in advancing #G20’s commitment to accelerate progress towards SDGs and strengthening efforts towards… pic.twitter.com/7r4UdrdjXo— G20 India (@g20org) August 29, 2023
G20 સમિટ વિશે મહત્વપૂર્ણ માહિતી જાણો:
G 20 સમિટમાં કયા દેશો સામેલ છે
વર્ષ 1999માં સ્થાપિત G20 ના સમૂહમાં 19 દેશોનો સમાવેશ થાય છે. આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા ગણરાજ્ય, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુકે અને યુએસ અને યુરોપિયન યુનિયન. G20 સમિટમાં ઘણા વૈશ્વિક નેતાઓ હાજરી આપશે જે આ સમૂહ દેશનો હિસ્સો છે. વર્ષ 2023માં યોજાનાર જી20 સમિટ એ આ સમૂહનું 18મું સંમેલન છે અને ભારત પહેલીવાર આ વૈશ્વિક સમૂહ દેશોના સમિટની અધ્યક્ષતા કરી રહ્યુ છે.
દિલ્હીમાં ત્રણ દિવસ શું-શું બંધ રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/G20.jpg)
ભારતની રાજધાની દિલ્હીમાં આગામી જી20 સમિટની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમને ધ્યાનમાં રાખી દિલ્હીમાં તમામ કેન્દ્ર સરકારની ઓફિસો, બેંકો અને નાણાંકીય સંસ્થાઓ 8થી 19 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. તો દિલ્હી સરકારના સામાન્ય સરકારી વહીવટી વિભાગ દ્વારા જારી અધિસૂચનામાં કહેવાયુ છે કે, શહેરના તમામ શૈક્ષણિક સંસ્થા અને સરકારી તેમજ ખાનગી ઓફિસો ત્રણ દિવસ દરમિયાન બંધ રહેશે.
જી20 સમિટની અધ્યક્ષતા કેવી રીતે મળે છે?
G20 સમિટની અધ્યક્ષતા તેના સભ્ય દેશો વચ્ચે દર વર્ષે બદલાતી રહે છે. G20 સમૂહમાં 19 દેશોનો સમાવેશ થાય છે, જ્યારે 20મો સભ્ય યુરોપિયન યુનિયન છે. દર વર્ષે એક અલગ દેશ G20ની અધ્યક્ષતા મળે છે. G20 સમિટની અધ્યક્ષતા 1 વર્ષ માટે મળે છે અને તમામ સમિટનું આયોજન તે જ દેશમાં થાય છે. તમામ સભ્ય દેશો અન્ય સભ્ય દેશોની સલાહ મેળવે છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે કામગીરી કરે છે.
G20 સમિટ સમૂહ બે ભાગ વહેંચાયેલું છે
જી20 સમિટ બે ભાગમાં વહેંચાયેલું છે. ફાઇનાન્સ ટ્રેક અને શેરપા ટ્રેક. સભ્ય દેશોના નાણામંત્રી અને કેન્દ્રીય બેંકના ગવર્નર ફાઇનાન્સિયલ ટ્રેકનું નેતૃત્વ કરે છે જ્યારે શેરપા ટ્રેકનું નેતૃત્વ શેરપા કરે છે.
ટ્રોઇકા શું છે?
જે દેશની પાસે G20ની અધ્યક્ષતા હોય છે તે પાછલાી અને આગામી અધ્યક્ષતા ધરાવતા દેશની સાથે મળીને ટ્રોઇકા બનાવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે જેથી એજન્ડાનું સાતત્ય જળવાઈ રહે. હાલમાં ઈન્ડોનેશિયા (2022), ભારત (2023) અને બ્રાઝિલ (2024) ટ્રાઇકાના દેશો છે. ટ્રાઇકામાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં અધ્યક્ષતા ધરાવતા દેશો સામેલ હોય છે.
G20 સમિટની અધ્યક્ષતાની થીમ
ભારતના G20 અધ્યક્ષતાનો વિષય થીમ વસુધૈવ કુટુમ્બકમ છે અને તેની થીમ “એક પૃથ્વી, એક કુટુંબ અને એક ભવિષ્ય” છે. આ થીમ પૃથ્વી અને બ્રહ્માંડમાં જીવનના તમામ સ્વરૂપો અને તેમના આંતરસંબંધોના મૂલ્યની પુષ્ટિ કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us