Live

G20 Summit Live Updates: જી20 સિમિટ પહેલા જો બિડેન અને પીએમ મોદી વચ્ચે થઈ બેઠક

G20 Summit Live Updates : જી 20 સમિટમાં ભાગ લેવા માટે ગુરુવારથી જ મહેમાનો નવી દિલ્હી પહોંચી ગયા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વોશિંગટનથી રવાના થઈ ચૂક્યા છે. શુક્રવારે સાંજે નવી દિલ્હી પહોંચશે.

Written by Ankit Patel
Updated : September 08, 2023 21:02 IST
G20 Summit Live Updates: જી20 સિમિટ પહેલા જો બિડેન અને પીએમ મોદી વચ્ચે થઈ બેઠક
જો બિડેન દિલ્હી પહોંચ્યા

G20 Summit Live News Updates, today news : જી 20 સમિટ માટે વિદેશી મહેમાનોનું ભારતમાં આગમન ચાલું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ સાંજે 6.55 વાગ્યે નવી દિલ્હી પહોંચશે.આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના પીએમ અને મોરિશિયસના વડાપ્રધાન સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે.

Live Updates

Gujarat Rain : અમદાવાદ, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક શહેરમાં ધોધમાર વરસાદ, રવિવારે પણ ભારે વરસાદની ચેતવણી

G20 લાઇવ અપડેટ્સ: જો બિડેન દિલ્હી પહોંચ્યા

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન દિલ્હી પહોંચી ગયા છે. G-20 સમિટમાં જો બિડેન

ભાગ લેશે, તે પહેલા જો બિડેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.

G20 Summit : એરફોર્સ-1ને વિશ્વનું સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ કેમ કહેવાય છે? અમેરિકાના પ્રમુખ જો બિડેનના પ્લેનની ખાસિયત, જાણો વિગતવાર

G20 Summit: પ્રિડેટર ડ્રોન, જેટ એન્જિન ડીલ, 6જી…, જાણો પીએમ મોદી-જો બિડેનની બેઠકના એજન્ડામાં બીજું શું છે?

આદિત્ય એલ-1 અત્યારે ક્યાં છે, લેગ્રેન્જ પોઈન્ટ પર ગ્રહણ કેમ નથી થતું? જાણો બધું

G-20 Summit: શું છે ઝીરો ટ્રસ્ટ મોડલ? જે G-20 મીટિંગ પહેલા દિલ્હીમાં લાગુ કરવામાં આવ્યું, અગાઉની સમિટમાંથી શીખ્યા પાઠ?

જી20 સમિટ

જી20માં ભાગ લેવા માટે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ નવી દિલ્હી પહોંચ્યા

જી20 સમિટ

જી20 સમિટ માટે ઓમાનના વડાપ્રધાન અને સુલતાન હૈથમ બિન તારિક અલ સૈદ દિલ્હી પહોંચ્યા

જી20 સમિટ

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા G20 સમિટ માટે દિલ્હી પહોંચ્યા. રેલ્વે, કોલસા અને ખાણ રાજ્ય મંત્રી રાવસાહેબ પાટીલ દાનવેએ તેમનું સ્વાગત કર્યું.

G 20 summit | જી 20 સમિટ પર ભારતે એમ જ નથી ખર્ચા અબજો રૂપિયા, બેઠકની એ પાંચ મોટી વાતો જે તમારે જરૂર જાણવી જોઈએ

G20 Summit explained : ભારતે આ પહેલા પણ આવા મોટા અને મહત્વના કાર્યક્રમોની જવાબદારી સંભાળી છે. ભારતના ઇતિહાસ અને વિકાસની રાહમાં અનેક બહુપક્ષીય સમ્મેલનો, આયોજનો અને શિખર સમ્મેલનોની મેજબાની નોંધાવી છે. વધુ વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ દ્વિપક્ષીય બેઠક કરશે

જી 20 સમિટ માટે વિદેશી મહેમાનોનું ભારતમાં આગમન ચાલું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ સાંજે 6.55 વાગ્યે નવી દિલ્હી પહોંચશે.આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના પીએમ અને મોરિશિયસના વડાપ્રધાન સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે.

G20 Summit : અદાણી, અંબાણી, બિડલા અને સુનિલ મિત્તલ સહિત 500 ઉદ્યોગપતિઓને આમંત્રણ, G20 ડિનરમાં શામેલ થશે VVIP

Lazy Load Placeholder Image

G20 summit dinner businessmen : આ ડિનરમાં શામેલ થનારની યાદીમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સહિત 500થી વધારે દિગ્ગજ અરબપતિ સામેલ છે. આ ડિનર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તરફથી શનિવારે રાત્રે આયોજીત કરવામાં આવ્યું છે. વધુ વાંચો

મજનૂ કા ટીલા વિસ્તારમાં ચીન વિરુદ્ધ તિબેટ શરણાર્થિઓનું પ્રદર્શન, સુરક્ષા વધારાઇ

દિલ્હીના મજનૂ કા ટીલા વિસ્તાતરમાં ટિબેટ શરણાર્થીઓનું ચીન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેના પગલે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ સમિટમાં જી20ના સભ્ય 18 દેશોના રાષ્ટ્રપતિ વડાપ્રધાન, યુરોપિયન યૂનિયનના ડેલીગેટ્સ અને નવ મહેમાન દેશોના રાષ્ટ્રાધ્યક્ષ ભાગ લેશે. આ પહેલો મોકો છે જ્યારે દુનિયાના મોટા નેતા ભારતમાં આવી રહ્યા છે. આ દ્રષ્ટીએ આખી દિલ્હીને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

G20 Summit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે જો બાઈડન આજે કરશે ડિનર, આ મુદ્દાઓ ઉપર અમેરિકા સાથે બની શકે છે સહમતિ

Lazy Load Placeholder Image

G20 Summit 2023, PM Modi to host dinner US President Biden : આ સમિટમાં જી20ના સભ્ય 18 દેશોના રાષ્ટ્રપતિ વડાપ્રધાન, યુરોપિયન યૂનિયનના ડેલીગેટ્સ અને નવ મહેમાન દેશોના રાષ્ટ્રાધ્યક્ષ ભાગ લેશે. આ પહેલો મોકો છે જ્યારે દુનિયાના મોટા નેતા ભારતમાં આવી રહ્યા છે. આ દ્રષ્ટીએ આખી દિલ્હીને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. વધુ વાંચો

શંકાસ્પદ વાહનોને રોકીને દિલ્હી પોલીસ કરી રહી છે ચેકિંગ

દિલ્હી પોલીસ આખા શહેરમાં ચેકિંગ અભિયાન ચલાવી રહી છે. જી 20ને ધ્યાનમાં રાખીને દિલ્હી જિલ્લા જ નહીં આખા દિલ્હી શહેરમં ચેકિંગ કરી રહી છે. દિલ્હી પોલીસ દરેક શંકાસ્પદ વાહનોને રોકીને ચેકિંગ કરી રહી છે.

સ્પેનના રાષ્ટ્રપતિ થા કોરોના પોઝિટિવ, દિલ્હીમાં જી 20 શિખર સમ્મેલનમાં નહીં લે ભાગ

દિલ્હીમાં થઈ રહેલી જી 20 બેઠકમાં કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અમેરિકાના પ્રથમ મહિલા જીલ બાઈડન કોરોના સંક્રમિત થયા બાદ હવે સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેજ કોવિડ પોઝિટિવ થયા છે. તેમણે જાતે જ આ જાણકારી આપી હી. સાંચેજ પહેલા જી 20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવવાના હતા. પરંતુ હવે તેમની જગ્યાએ ઉપરાષ્ટ્રપતિ અને વિદેશમંત્રી આવશે.

G20 Summit : 20 દેશોના નેતાઓ, 1 લાખથી વધારે સુરક્ષાદળ અને દુનિયા દેખશે ભારતનો દમ, આજથી શરુ ‘મહાસમિટ’

Lazy Load Placeholder Image

G20 Summit Live Updates : 20 દેશોના નેતાઓ રાજધાની દિલ્હીમાં દસ્તક દઇ રહ્યા છે. કુલ 23 હોટલોમાં આ નેતાઓને રાખવાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ખાસ વ્યંજનોથી મહેમાન નવાજી પણ થશે. વધુ વાંચો

G20 Summit: જી20 ના VVIP ની સુરક્ષા માટે NSG ની K-9 સ્ક્વોડ તૈનાત, જાણો શું છે તેમની ખાસિયત

G20 Summit: દિલ્હી જી20 સુરક્ષામાં એનએસજી (NSG) બ્લેક કમાન્ડો (Black Cammando) કે 9 ડોગ સ્ક્વોડ (K 9 Dog squad) પણ તૈનાત રહેશે, તો જોઈએ તેમની ખાસિયત (specialty), કેવી ટ્રેનિંગ આપવામાં આવે છે. વધુ વાંચો

G 20 Summit : આજથી શરુ થશે ભારતની મહેમાન નવાજી, જી 20 માટે દિલ્હી આવી રહ્યા છે બાઈડન, લોખંડી સુરક્ષા, જાણો શું છે પ્રોટોકોલ

G 20, American President security : ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ભારત આવી રહ્યા છે. તેમના આવવાથી પહેલા સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. દુનિયાના સૌથી મજબૂત લોકતંત્રના નેતા દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશમાં આવી રહ્યા છે. વધુ વાંચો

G-20 Summit : શું છે જી20? કયા-કયા દેશ છે સામેલ? ક્યારે થઈ રચના? કેવી રીતે કામ કરે છે? જાણો બધુ જ

G-20 Summit all details : ભારત દિલ્હીમાં જી20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે, તો સમજીએ કે જી20 શું છે (what is g20)? તેનું કેમ આટલું મહત્ત્વ છે? તેનો ઈતિહાસ (History) શું છે? જી20માં કયા કયા દેશ સામેલ છે? તેની ક્યારે રચના થઈ? વગેરે વગેરે બધુ જ. વધુ અહીં વાંચો

9-10 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન માટે એન્ટ્રી એક્ઝિટ ગેટ બંધ રહેશે

જી 20 શિખર સમ્મેલનને ધ્યાનમાં રાખીને નવ અને 10 સપ્ટેમ્બર સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન પર યાત્રીઓને ચઢવા અને ઉતરવાની મંજૂરી નથી. અધિકારીઓને જણાવ્યું કે જી 20 શિખર સમ્મેલનને ધ્યાનમાં રાખીને 8-10 સપ્ટેમ્બરે દિલ્હી મેટ્રો નેટવર્કની બધી લાઈન પર ટર્મિનલ સ્ટેશનોથી મેટ્રો સેવા સવારે ચાર વાગ્યાથી શરુ થશે. સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશનને છોડીને બધા મેટ્રો સ્ટેશન આઠથી 10 સપ્ટેમ્બર સુધી સામાન્ય જનતા માટે ખલા રહેશે.

G20 Summit: G20 મહેમાનોના ફૂડ મેનૂમાં છે ખાસ પ્રકારની વાનગીઓ, ચાંદીના વાસણોમાં પીરસાશે ભોજન, મહેમાનો સ્તબ્ધ થઈ જશે

G20 summit Food Recipes dishes : જી20 સમિટની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ભારત મહેમાનગતી માટે જાણીતું છે, ત્યારે જોઈએ મહેમાનોને ચાંદીના વાસણમાં કઈ પ્રકારની વાનગી પરોસાશે, મેનું જોઇ લો

જી-20 સમિટ : જો બાઇડેન કઇ હોટલમાં રોકાશે, ક્યાં-ક્યાં જશે? જાણો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ

Lazy Load Placeholder Image

G-20 summit : વ્હાઇટ હાઉસે કહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં રહેશે. બાઇડેન શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં પણ ભાગ લેશે. વધુ વાંચો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ