(અમૃતા નાયક દત્તા) India China LAC Border Galwan clashes : જૂન 2020માં લદ્દાખની ગલવાન ખીણમાં ચીની અને ભારતીય સૈનિકો વચ્ચેની અથડામણ બાદથી લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર ચીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ વધારવાની સાથે સાથે સતત સતત સૈન્ય હાજરી જાળવી રાખી છે એવો ખુલાસો અમેરિકાના સુરક્ષા વિભાગ પેન્ટાગોનને એક અહેવાલમાં કર્યો છે. આ બાબત ચીનની વધતી જતી સૈન્ય ક્ષમતાઓ અને પ્રવૃત્તિઓને ઉજાગર કરે છે.
યુએસ કોંગ્રેસને આપેલા તેના તાજેતરના વાર્ષિક અહેવાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે જણાવ્યું હતું કે 2022માં LAC પર ચીની સૈનિકોની તૈનાતીમાં વધારો થયો છે. આ તૈનાતી સંભવતઃ 2023 સુધી ચાલુ રહેશે.
લદ્દાખમાં ગલવાન વિવાદની શરૂઆતથી ભારત અને ચીન પૂર્વ લદ્દાખમાં એલએસી ખાતે સતત ચોથા શિયાળાની તૈયારી કરી રહ્યા છે ત્યારે આ વિગતો આવી છે. આ મહિનાની શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે સૈન્ય વાટાઘાટોનો 20મો રાઉન્ડ કોઈ નોંધપાત્ર આગળ વધવામાં નિષ્ફળ ગયો.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા અગાઉ અહેવાલ આપ્યા મુજબ , ભારતીય સેના ગલવાન ખીણમાં તેની શિયાળાની કવાયતના ભાગ રૂપે, લેટેસ્ટ સર્વેલન્સ ડિવાઈસ અને હેલિકોપ્ટરનો ઉપયોગ LAC સાથે સૈનિકોની ફરી તૈનાત કરવાની યોજના બનાવી રહી છે.
એલએસી ત્રણ વિસ્તારોમાં વિભાજિત છે : પૂર્વીય ક્ષેત્ર, જે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ફેલાયેલું છે; ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં કેન્દ્રીય ક્ષેત્ર અને લદ્દાખમાં પશ્ચિમ ક્ષેત્ર.
અમેરિકાની રક્ષા વિભાગ પેન્ટાગોનના અહેવાલ મુજબ, LACના પશ્ચિમી સેક્ટરમાં ચીનની તૈનાતીમાં એક સરહદ રેજિમેન્ટનો સમાવેશ થાય છે જે શિનજિયાંગ અને તિબેટ લશ્કરી જિલ્લાના બે વિભાગો દ્વારા સમર્થિત છે, જેમાં ચાર સંયુક્ત શસ્ત્ર બ્રિગેડ (કમબાઇન્ડ આર્મ્સ બ્રિગેડ્સ/ CAB) રિઝર્વમાં છે.
અન્ય સૈન્ય દળમાંથી ત્રણ હળવા-થી-મધ્યમ કમબાઇન્ડ આર્મ્સ બ્રિગેડ્સને પૂર્વીય ક્ષેત્રમાં તૈનાત કરાયા છે, જ્યારે ત્રણ વધારાના કમબાઇન્ડ આર્મ્સ બ્રિગેડ્સને કેન્દ્રીય ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવ્યા છે, એવું અહેવાલમાં જણાવાયું છે.
“જોકે હળવા કમબાઇન્ડ આર્મ્સ બ્રિગેડ્સના અમુક સૈન્યને આખરે પાછા ખેંચી લીધા હતા, પરંતુ મોટાભાગના સૈન્ય દળો એલએસી પર તૈનાત કરવામાં આવ્યા છે. કમબાઇન્ડ આર્મ્સ બ્રિગેડ્સમાં સંયુક્ત રીતે યુદ્ધ લડવા માટે આર્ટિલરી, પાયદળ, સશસ્ત્ર અને અન્ય સહિત વિવિધ શસ્ત્રોને એકીકૃત કરે છે.
અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 2020 માં, ગલવાન અથડામણ પછી, ચીને તેના તિબેટ લશ્કરી ક્ષેત્રમાં PLA ના સ્પેશિયલ ઓપરેશન્સ ફોર્સિસ (SOF) ને તૈનાત કર્યા, તેમ છતાં SOF યુનિટમાં “વાસ્તવિક-વિશ્વના લડાઇ અનુભવનો અભાવ” હતો.
2022 સુધીમાં LAC ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડઅપ વિશે અહેવાલમાં જણાવાયું છે કે. ચીને ડોકલામ નજીક ભૂગર્ભ સંગ્રહ સુવિધાઓ બનાવી છે (જ્યાં જૂન 2017 માં ચીની સેનાએ રોડ બનાવવાનો પ્રયાસ કર્યા પછી ભારતીય અને ચીની સૈનિકો સામસામે આવી ગયા હતા), જ્યારે LACના ક્ષેત્રો ત્રણેય વિસ્તારોમાં નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. તેમાં ભૂટાનમાં વિવાદિત વિસ્તારોમાં નવા ગામોનો પણ ઉલ્લેખ છે, ઉપરાંત પેંગોંગ તળાવ (લદ્દાખ) પર બીજા પુલ ઉપરાંત બેઉ હેતુવાળા એરપોર્ટ અને ઘણાબધા હેલિપેડનો પણ ઉલ્લેખ છે.
અહેવાલમાં જણાવાયું છે કે ભારત અને ચીને છેલ્લા ત્રણ વર્ષમાં એલએસી સાથેના મુદ્દાઓને ઉકેલવા માટે સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટોના અનેક રાઉન્ડ યોજ્યા છે, જ્યારે ચાર ઘર્ષણ પોઇન્ટ પર અમુક પ્રમાણમાં ઘર્ષણ થયુ છે.
તેમણે ઉમેર્યુ, “ભારતીય સરહદ LAC પર સતત PLA તૈનાતી ઉપરાંત, PLA એ 2022 માં યુએસ અને તાઇવાનની કાર્યવાહીના વળતા જવાબમાં સંયુક્ત કામગીરીનો સમાવેશ કરવા માટે સમગ્ર દેશમાં પ્રશિક્ષણ વિસ્તારોમાં મોટા પાયે “ચોવીસ કલાક” ઘણી બધી કવાયત હાથ ધરી હતી .”
ચીનનું 229 અબજ ડોલરનું રક્ષા બજેટ
ચીને 229 અબજ ડોલરના રક્ષા બજેટ સાથે, “જમીન, હવા અને દરિયાઇ તેમજ પરમાણુ, કાઉન્ટરસ્પેસ, ઇલેક્ટ્રોનિક યુદ્ધ (EW), અને સાયબરસ્પેસ કામગીરી” ને આવરી લીધી છે એવું અહેવાલમાં જણાવાયું છે. બેઇજિંગે જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2022 યુએસ કોંગ્રેસનલ ડેલિગેશન (CODEL) ની તાઇવાનની મુલાકાત પછી PLA ના પ્રતિસાદમાં (ચીને વ્યાપક લશ્કરી કવાયત શરૂ કરી હતી) માં તેની નવી લાંબા અંતરની ફાયર ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું.
અહેવાલ મુજબ, 2022 માં, પીપલ્સ લિબરેશન આર્મી નેવી (PLAN), 370 થી વધુ જહાજો અને સબમરીન અને 140 થી વધુ મુખ્ય સપાટી લડવૈયાઓ સાથેની એકંદર યુદ્ધ દળ સાથે વિશ્વની સૌથી મોટી નૌકાદળ છે.
આ પણ વાંચો | ભારતીય સૈનિકો ચીની ભાષા શીખશે, સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સ માટે ઇન્ડિયન આર્મીમાં નોકરીની તક મળશે
ચીન નવી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલો (ICBMs) પણ વિકસાવી રહ્યું છે જે તેના પરમાણુ-સક્ષમ મિસાઇલ દળોમાં નોંધપાત્ર સુધારો કરશે અને પરમાણુ હથિયારોના ઉત્પાદનમાં વધારો કરવાની જરૂર પડશે.
2020થી જ્યારે લદ્દાખ વિવાદ શરૂ થયો ત્યારથી ભારત અને ચીન બંનેએ આ ક્ષેત્રમાં સૈન્ય હાજરી વધારી દીધી છે અને વાટાઘાટોમાં અત્યાર સુધી કોઈ નોંધપાત્ર વિકાસ થયો નથી. બંન દેશોએ પણ એલએસી પર નોંધપાત્ર રીતે માળખાગત સુવિધાઓ વધારી દીધી છે.





