Gita Press Gandhi Peace Prize : મોદી સરકારે ગીતા પ્રેસ ગોરખપુરની ગાંધી શાંતિ પુરસ્કાર માટે પસંદગી કરવા બદલ કોંગ્રેસ નેતા જયરામ રમેશે વિવાદિત ટ્વિટ કર્યું છે. તેમણે ગીતા પ્રેસ ગોરખપુરને એવોર્ડ આપવાની સરખામણી ગોડસેને સન્માનિત કરવા સાથે ક રી છે. આ ટ્વિટને લઈને કોંગ્રેસના પણ ઘણા નેતાઓ નારાજ છે. કેન્દ્ર સરકાર દ્વારા ગીતા પ્રેસને 2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવશે.
જયરામ રમેશે ટ્વિટમાં કહ્યું કે ગોરખપુર ગીતા પ્રેસને વર્ષ 2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે, જે આ વર્ષે તેની શતાબ્દી ઉજવી રહ્યું છે. અક્ષય મુકુલ દ્વારા આ સંગઠનની 2015ની એક ખૂબ જ સુંદર જીવનચરિત્ર છે. જેમાં તે મહાત્મા સાથેના તેમના તોફાની સંબંધો અને તેમની રાજનીતિક, ધાર્મિક અને સામાજિક એજન્ડા પર ચાલી રહેલી લડાઇઓની જાણ થાય છે. આ નિર્ણય ખરેખર એક ઉપહાસ છે અને સાવરકર અને ગોડસેને એવોર્ડ આપવા જેવો છે.
જયરામના ટ્વિટથી કોંગ્રેસ નારાજ
સૂત્રોનું કહેવું છે કે જયરામ રમેશે ગીતા પ્રેસને લઇને કરેલા ટ્વિટથી કોંગ્રેસના ઘણા નેતા નારાજ છે. તેમણે આ મામલે જયરામ રમેશના નિવેદનને બિનજરૂરી ગણાવ્યું છે. ગીતા પ્રેસ તરફથી પણ આ મામલે નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ આ એવોર્ડ કેન્દ્ર સરકાર પાસેથી લેશે પરંતુ એવોર્ડ સાથે મળેલા પૈસા લેશે નહીં. આ એવોર્ડની સાથે જ એક કરોડ રૂપિયાની રકમ પણ ઈનામ તરીકે આપવામાં આવે છે.
આ પણ વાંચો – આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023: કેવી રીતે થઈ શરૂઆત? શું છે મહત્ત્વ? PM મોદી યોગ દિવસની ઉજવણી ક્યાં કરશે?
ગીતા પ્રેસની સ્થાપના 100 વર્ષ પહેલા કરવામાં આવી હતી
ગીતા પ્રેસ ગોરખપુરની સ્થાપના 1923માં થઈ હતી. તેણે અત્યાર સુધીમાં 14 ભાષાઓમાં લગભગ 42 કરોડ પુસ્તકોનું પ્રકાશન કર્યું છે. ગીતા પ્રેસની ઓળખ મુખ્યત્વે ભગવદ્ ગીતાના પ્રકાશનને લઇને છે. ગીતા પ્રેસ દ્વારા અત્યાર સુધીમાં જે પુસ્તકોનું પ્રકાશન કર્યું છે તેમાંથી 16 કરોડથી વધારે ભગવદ્ ગીતા છે.