Crime : 12 વર્ષની બાળકી સાથે ક્રૂર વર્તન, 4 લોકોએ તેનું અપહરણ કરીને કર્યો સામૂહિક બળાત્કાર , માસૂમ આવી હાલતમાં મળી

Lucknow Gang Rape of 12 Year Girl : લખનઉ વિસ્તારમાં પીડિતા 9 નવેમ્બરની સાંજે ઘરેથી ગુમ થઈ ગઈ હતી. આ પછી પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ઘણા કલાકો બાદ બાળકી ગોઇલા તળાવ પાસે પડેલી મળી આવી હતી.

Lucknow Gang Rape of 12 Year Girl : લખનઉ વિસ્તારમાં પીડિતા 9 નવેમ્બરની સાંજે ઘરેથી ગુમ થઈ ગઈ હતી. આ પછી પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ઘણા કલાકો બાદ બાળકી ગોઇલા તળાવ પાસે પડેલી મળી આવી હતી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Lucknow Gang Rape of 12 Year Girl

લકનઉ 12 વર્ષની બાળકી સાથે સામુહિક બળાત્કાર

Lucknow Rape : યુપીના લખનઉમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં ચિનહટમાં 4 લોકોએ ધોરણ 5 મા ભણતી એક છોકરીનું અપહરણ કર્યું અને પછી તેની સાથે ગેંગરેપ કર્યો. હાલ પોલીસે કાર્યવાહી કરી બે આરોપીઓની અટકાયત કરી છે. રિપોર્ટ અનુસાર, આરોપીએ પીડિતા પર બળાત્કાર કર્યા બાદ તેને નિર્જન વિસ્તારમાં છોડી દીધી હતી.

Advertisment

પીડિતા તળાવ પાસે બેભાન અવસ્થામાં પડેલી મળી આવી હતી

થોડા કલાકો બાદ બાળકી તળાવ પાસે બેભાન અવસ્થામાં પડેલી મળી આવી હતી. હાલ પોલીસ બાકીના આરોપીઓને શોધી રહી છે. પીડિતાના પરિવારે આ કેસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પીડિતાનું નિવેદન પણ નોંધ્યું છે.

આ ઘટના લખનઉના ચિનહાટ વિસ્તારની છે. વાસ્તવમાં પીડિતા 9 નવેમ્બરની સાંજે ઘરેથી ગુમ થઈ ગઈ હતી. આ પછી પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ઘણા કલાકો બાદ બાળકી ગોઇલા તળાવ પાસે પડેલી મળી આવી હતી. રિપોર્ટ અનુસાર આરોપી પીડિતાને બેભાન છોડીને ભાગી ગયો હતો. ઘટનાના બે દિવસ બાદ પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. બે ફરાર આરોપીઓની શોધખોળ હજુ ચાલુ છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ઈસ્માઈલ અને જાવેદ તરીકે થઈ છે.

બિજનૌરમાં ચોરોનો લૂંટ બાદ મહિલા પર ગેંગરેપ

યુપીના બિજનૌરમાં પણ માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં નગીના દેહતના એક ગામમાં બદમાશોએ એક ઘરમાં લૂંટ ચલાવી હતી. લૂંટ બાદ બદમાશોએ તે ઘરની મહિલા સાથે ગેંગરેપ કર્યો હતો. એટલું જ નહીં, મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, બદમાશોએ પહેલા નશો કર્યો, તેને દોરડાથી બાંધી દીધી અને પછી તેના શરીરના વિવિધ ભાગોને સિગારેટથી ડામ આપ્યા. રિપોર્ટ અનુસાર મહિલા હાલમાં આઘાતમાં છે. તે તેની સાથે બનેલી આ દર્દનાક ઘટનાને ભૂલી શકતી નથી. આ ઘટનાથી ગામના લોકોમાં ભયનો માહોલ છે. તેઓ આશ્ચર્યમાં છે કે, ગામની અંદર આવી ઘટના કેવી રીતે બની?

Advertisment
ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ દેશ