નવરાત્રીના ગરબા: એરપોર્ટ પર ક્રૂ-મેમ્બર્સની સાથે મુસાફરોએ ગરબાની રમઝટ બોલાવી - વીડિયો વાયરલ

Garba at airports : સોશિયલ મીડિયા (social media)માં મુંબઇ એરપોર્ટ (Mumbai Airport) અને ભોપાલ એરપોર્ટ પર ગરબા રમવાના વાયરલ થયેલા આવા વીડિયો (video viral) અંગે લોકોએ ગરબા (Garba) રમવાની મજાના વખાણ કર્યા છે તો બીજી બાજુ કેટલાંક લોકોએ આવું કરવું કેટલું યોગ્ય છે તેવો પ્રશ્નાર્થ પણ કર્યો છે.

Garba at airports : સોશિયલ મીડિયા (social media)માં મુંબઇ એરપોર્ટ (Mumbai Airport) અને ભોપાલ એરપોર્ટ પર ગરબા રમવાના વાયરલ થયેલા આવા વીડિયો (video viral) અંગે લોકોએ ગરબા (Garba) રમવાની મજાના વખાણ કર્યા છે તો બીજી બાજુ કેટલાંક લોકોએ આવું કરવું કેટલું યોગ્ય છે તેવો પ્રશ્નાર્થ પણ કર્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update

હાલ નવરાત્રીનો માહોલ છે અને લોકો ગરબાના અવનવા વીડિયો બનાવી વાયરલ કરી રહ્યા છે. હાલ સોશિયલ વીડિયામાં આવા જ અમુક વીડિયો વાયરલ (video viral) છે જેમાં કેટલાક લોકો એરપોર્ટ પર ગરબા રમી રહ્યા છે. આ વીડિયોમાં એરપોર્ટનો સ્ટાફ અને મુસાફરો ગરબાની મજા માણી રહ્યા હોવાનું દેખાય છે.

Advertisment

સોશિયલ મીડિયામાં (social media) વાયરલ થયેલા આવા વીડિયો અંગે લોકોએ ગરબા રમવાની મજાના વખાણ કર્યા છે તો બીજી બાજુ કેટલાંક લોકોએ આવું કરવું કેટલું યોગ્ય છે તેવો પ્રશ્નાર્થ પણ કર્યો છે.

મુંબઇ એરપોર્ટ પર ક્રૂ-મેમ્બર અને મુસાફરોએ માણી ગરબાની મજાઃ-

સોશિયલ મીડિયામાં મુંબઇ એરપોર્ટ (Mumbai Airport) પર ક્રૂડ મેમ્બર્સ (Crew members) અને મુસાફરો ગરબા રમતા હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો 4 ઓક્ટોબરના રોજ ડીજે અને ટીવી પર્સનાલિટી નિખિલ ચિનાપાએ એક વિડિયો ટ્વિટ કર્યો હતો જેમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ મુંબઇ એરપોર્ટ પર સાથે મળીને ગરબા રમતા દેખાય છે.

Advertisment

ભોપાલ એરપોર્ટ પર ગરબાની રમઝટઃ-

,

બીજો વીડિયો ભોપાલ એરપોર્ટનો છે જ્યારે એક ફ્લાઇટમાં વિલંબ થતા કંટાળેલા મુસાફરોએ ક્રૂ- મેમ્બરોની સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. ભોપાલના રાજા ભોજ એરપોર્ટ (Raja Bhoj International Airport Bhopal) પર એક ખાનગી એરલાઇનના કેટલાંક કર્મચારીઓ, મુસાફરો અને સુરક્ષા કર્મચારીઓ એક સાથે ગરબાના ગીત ગરબા રમી રહ્યા હોય તેવો વીડિયો મંગળવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે, સોમવારે સાંજે મુસાફરો ઈન્ડિગોની ભોપાલ- અમદાવાદની ફ્લાઈટમાં બેસવાની માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે આ વીડિયો શૂટ કરવામાં આવ્યો છે.

અધિકારીએ જણાવ્યુ કે, એરલાઇન્સના કેટલાક સ્ટાફ મેમ્બરોએ મોબાઇલ ફોન પર વગાી રહેલી ગરબાની ધૂન પર નાચવાનું શરૂ કર્યું હતુ. આ જોઇને ફ્લાઇટની રાહ જોઇ રહેલા કેટલાંક મુસાફરો અને બે મહિલા સુરક્ષા કર્મચારીઓ પણ તેમની સાથે જોડાઇ ગરબા રમવા લાગ્યા હતા.

navratri દેશ