scorecardresearch

જર્મન વિદેશ મંત્રી માટે રેડ કાર્પેટ ન હોવા પર વિવાદ: પ્રોટોકોલ શું છે, તે દિવસે શું થયું?

G-20 foreign ministers meeting : ભારતમાં જી-20 બેઠક સમયે જર્મન વિદેશ મંત્રી (German Foreign minister) અન્નાલેના બિઅરબોક (Annalena Baerbock) ના સ્વાગત (Welcome) સમયે પ્રોટોકલનો શું વિવાદ (Controversy) હતો? સાચી હકીકત શું છે? શું હોય છે પ્રોટોકોલ (What is protocol)?

જર્મન વિદેશ મંત્રી માટે રેડ કાર્પેટ ન હોવા પર વિવાદ: પ્રોટોકોલ શું છે, તે દિવસે શું થયું?
જર્મન વિદેશ મંત્રી (German Foreign minister) અન્નાલેના બિઅરબોક (Annalena Baerbock) ના સ્વાગત (Welcome) સમયે પ્રોટોકલનો શું વિવાદ (Controversy) હતો? (Photo: Twitter/@AmbAckermann)

જર્મનીના વિદેશ મંત્રીના ભારતમાં આગમન પર કથિત રીતે યોગ્ય સ્વાગત ન કરવા અંગેના તાજેતરના વિવાદ વચ્ચે, જર્મન એમ્બેસેડર, ફિલિપ એકરમેને સોમવારે (6 માર્ચ) કહ્યું હતું કે, “ભારતીય પ્રોટોકોલે આ અઠવાડિયે એક ઉત્તમ કામ કર્યું છે” અને તેમાં કોઈ ભૂલ નથી કરી.

મંત્રી, અન્નાલેના બિઅરબોક, 1 માર્ચથી શરૂ થયેલી G-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ભારતમાં હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો, જેમાં બેરબેક નવી દિલ્હીમાં તેના પ્લેનમાંથી એકલી ઉતરી રહી હતી, જેમાં કોઈ રેડ કાર્પેટ ન હતુ, અને કોઈ અધિકારી તેમનું સ્વાગત કરી રહ્યા ન હતા. આ કારણે ભારત પર જર્મન મંત્રી સાથે અન્ય મહાનુભાવોથી અલગ વર્તન કરવાનો આરોપ લાગ્યો હતો.

વિદેશી મહાનુભાવોનું સ્વાગત કરવાનો પ્રોટોકોલ શું છે અને બેરબોકના કિસ્સામાં શું થયું?

મુલાકાત લેનારા વિદેશ મંત્રીઓના સ્વાગત માટેના પ્રોટોકોલમાં લાલ કારપેટ અને મુલાકાતી પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા અધિકારીઓ હોવાનું સામેલ હોય છે. આવું ત્યારે થાય છે, જ્યારે મહેમાન મંત્રી પોતાના પ્લેનમાં આવતા હોય અને તે વિમાન કોમર્શિયલ ન હોય. સામાન્ય રીતે, આગમન સંબંધિત દેશના દૂતાવાસ અને વિદેશ મંત્રાલયના પ્રોટોકોલ વિભાગ વચ્ચે સંકલન કરવામાં આવતુ હોય છે. પરંતુ એરક્રાફ્ટના સમયમાં ક્યારેક અડધા કલાકનો એરર માર્જિન હોય છે, જેને પ્રોટોકોલ અધિકારીઓ દ્વારા ધ્યાનમાં લેવામાં આવે છે.

એકરમેને શું કહ્યું?

જર્મન રાજદૂતે સ્પષ્ટતા કરી કે, આ ઘટના એટલા માટે બની કારણ કે, બિઅરબોકનું પ્લેન વહેલું લેન્ડ થઈ ગયું હતું. ત્યારે મંત્રીને થોડો સમય પ્લેનમાં રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે આખરે ત્યાંથી જવાનું નક્કી કર્યું.

ANI સાથે વાત કરતા એકરમેને કહ્યું, “અમારે તેમને કોન્ફરન્સ સેન્ટરમાં ટ્રાન્સફર કરવાના હતા, પરંતુ તેઓ ઉતાવળમાં હતા, જર્મન અધિકારીઓએ તેણીને પ્લેનમાં થોડીવાર રાહ જોવાનું કહ્યું હતું. તેણીએ થોડો નાસ્તો કર્યો અને પછી અચાનક જ એરક્રાફ્ટ છોડવાનો તેમણે નિર્ણય લીધો હતો. આને ભારતીય પ્રોટોકોલ સાથે કોઈ લેવાદેવા નથી. હું ફક્ત એટલું જ કહી શકું છું કે, ભારતીય પ્રોટોકોલે આ અઠવાડિયે ઉત્તમ કામ કર્યું હતુ.

રાજદૂતે એમ પણ કહ્યું હતું કે, મંત્રી “દેખાડા કરવા વાળા વ્યક્તિ” નથી અને તેમને રીસીવિંગ લાઇનની ગેરહાજરીમાં કોઈ વાંધો ન હતો, તે તેમનો ખુદનો નિર્ણય હતો.

એકરમેને કહ્યું, “મંત્રી વિમાનમાંથી બહાર આવી ગયા. તમે તેને સોશિયલ મીડિયા પરના નાના વિડિયોમાં જોયા હશે, તેઓ હસી પડ્યા, તેઓ વધારે દેખાડો કરવાવાળા વ્યક્તિ નથી, તેથી તેણીને આ નાના અકસ્માતમાં કોઈ સમસ્યા ન હતી”.

G-20 મીટિંગ માટે એક જ દિવસે બહુવિધ વિદેશ મંત્રીઓ ઉતરાણ કરી રહ્યા હતા, અને તેથી ત્યાં હંમેશા વિલંબ અથવા વહેલા આગમનની સંભાવના રહે તેવું હોય જ, જે એવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે કે સ્વાગત પ્રતિનિધિમંડળ આગમનના પ્રતિનિધિમંડળને આવકારવા માટે રેડી હોય અથવા ન પણ હોય.

જી-20 બેઠક માટે ભારત આવેલા મંત્રીઓમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ, ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ, ફ્રેંચ કેથરિન કોલોના, બ્રિટિશ વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલી, ઈટાલીના વિદેશ મંત્રી એન્ટોનિયો તાજાન, ઓસ્ટ્રેલિયન વિદેશ મંત્રી સામેલ હતા. આ સિવાય પેની વોંગ, સાઉદીના વિદેશ પ્રધાન પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન, ઇન્ડોનેશિયાના રેત્નો માર્સુદી, આર્જેન્ટિનાના વિદેશ પ્રધાન સેન્ટિયાગો કેફિએરો અને વિદેશી બાબતો અને સુરક્ષા નીતિ માટેના EU ઉચ્ચ પ્રતિનિધિ જોસેફ બોરેલ પણ સામેલ હતા.

G-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં શું થયું?

2 માર્ચના રોજ G-20 વિદેશ મંત્રીઓની બેઠક એક તરફ યુએસની આગેવાની હેઠળના પશ્ચિમી દેશો અને બીજી તરફ રશિયા-ચીન વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ પર મતભેદોને કારણે સંયુક્ત વાતચીત પર સંમત થવામાં નિષ્ફળ રહી હતી.

આ પણ વાંચોG-20 વિદેશ મંત્રીઓની બેઠક પછી કોઈ સંયુક્ત સંદેશા વ્યવહાર નહી: બે વિવાદિત ફકરા શું હતા?

બેંગ્લોરમાં G-20 નાણા પ્રધાનોની બેઠક પછી પણ તે કોઈ વાતચીત સાથે સંમત થઈ શકી ન હતી

મીટિંગ પછી, વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું: “યુક્રેન સંઘર્ષ પર મતભેદો હતા જેને અમે ઉકેલી શક્યા નથી.” જો કે, તેમણે સ્પષ્ટતા કરવાની કોશિસ કરી કે, માત્ર બે ફકરાને છોડીને બાકી તમામ મુદ્દા પર “95 ટકા” સર્વસંમતિ હતી. તેમણે કહ્યું, “માત્ર બે ફકરા પર દરેક જણ એક સાથે સંમત ન હતા.”

Web Title: German foreign minister red carpet welcome controversy what is protocol g 20 meet

Best of Express