Uttar Pradesh Crime : ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અહીં ક્રોસિંગ પોલીસ સ્ટેશન વિસ્તારના સિદ્ધાર્થ વિહાર વિસ્તારમાં 22 વર્ષીય યુવતી પર સંબંધીઓએ અમાનુષી અત્યાચાર કર્યો, ચોરીની શંકામાં ઢોર માર માર્યો હતો. રિપોર્ટ અનુસાર, આરોપીએ ડીજેનો અવાજ વધાર્યો, જેથી મહિલાનો રડવાનો અવાજ ઘરની બહાર ન જઈ શકે. મહિલા તેના સંબંધીના જન્મદિવસની પાર્ટીમાં ગઈ હતી, હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 22 વર્ષની એક મહિલાને તેના સંબંધીઓએ 4 લાખ રૂપિયાના દાગીના અને થોડી રોકડની ચોરી કરી હોવાની શંકામાં માર માર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સંબંધીઓએ તેની બૂમો બહાર ન જાય તે માટે જોરથી ડીજે વગાડ્યું હતું.
મૃતકની ઓળખ સમીના તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે તે તેના સંબંધી રમેશ (40) અને તેની પત્ની હિનાના ઘરે તેમના પુત્રના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપવા માટે ગઈ હતી. ઉજવણી દરમિયાન, દંપતીએ આરોપ લગાવ્યો હતો કે, તેમના ઘરમાંથી 4 લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઈ છે. રમેશ શરૂઆતમાં તેની પત્ની હિના પર શંકા કરે છે અને ત્રાસ આપે છે. બાદમાં તે સબીના પર શંકા કરે છે.
માર માર્યા પછી શરીરના અંગો કાપી નાખ્યા
રમેશ, હિના અને તેમના સંબંધીઓએ કથિત રીતે સબીના પર પ્લાસ્ટિકની પાઈપ અને શેરડી ડંડા વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં, તેના શરીરના અંગો પણ કાપી નાખવામાં આવ્યા હતા, જેથી તે ઘરેણાં વિશે ‘કબૂલાત’ કરે. તેઓએ તેમની સાથે રહેલા નેસબીનાના પિતરાઈ ભાઈ પર પણ હુમલો કર્યો હતો. સબીનાનો પિતરાઈ ભાઈ જ તેની કાર ચલાવીને તેને સંબંધીઓના ઘરે લઈ ગયો હતો. આરોપ છે કે, સમીનાના મૃત્યુ બાદ આરોપી ભાગી ગયા હતા, પરંતુ ડીજે ચાલુ જ છોડી દીધું હતું. બાદમાં પડોશીઓએ સ્થાનિક પોલીસને જાણ કરી કારણ કે ડીજે સતત વાગી રહ્યું હતું.
આ પણ વાંચો – Jagannath Temple Mysteries| રથયાત્રા 2023 : જગન્નાથ મંદિરના 10 રહસ્યો, કેટલાક તો વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્યા નથી
માહિતી મળ્યા બાદ ગાઝિયાબાદ પોલીસે સબીનાના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ દરમિયાન, સબીનાના ઘાયલ પિતરાઈ ભાઈ (ડ્રાઈવર)ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના વિશે મીડિયા સાથે વાત કરતા, સહાયક પોલીસ કમિશનર (એસીપી) રવિ કુમારે કહ્યું કે, મૃતકની બહેનની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે, અને પૂછપરછ માટે આઠ લોકોની અટકાયત કરવામાં આવી છે.





