/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Girls-Fight-Gorakhpur-Video-Viral.jpg)
બે છોકરીઓ વચ્ચે મારા મારીનો વીડિયો વાયરલ
Girls Fight Gorakhpur Video Viral : સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે છોકરીઓ લડતી જોવા મળી રહી છે. ચાની દુકાન પર બે યુવતીઓ વચ્ચે બોલાચાલી થઈ અને પછી મારામારી શરૂ થઈ ગઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક છોકરી બીજી છોકરી સામે ખુરશી ફેંકી રહી છે. આ વીડિયો વાયરલ થયો છે.
આ વીડિયો ગોરખપુરમાં બોટિંગનો જણાવવામાં આવી રહ્યો છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, એક છોકરાને લઈને બે છોકરીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી બંને યુવતીઓ લડવા લાગી. ખુરશી પર બેઠેલી યુવતી પર એક યુવતીએ હુમલો કર્યો હતો. તેણે એક પછી એક ઘણી ખુરશીઓ ઉપાડી ફેંકી અને બીજી છોકરી પર ફેંકવાનું શરૂ કર્યું. ત્યાં ઉભેલા ઘણા લોકો આ ઘટના જોઈ રહ્યા હતા.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, આ લડાઈ એક ચાની દુકાન પાસે થઈ હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ લડાઈ એક છોકરાને લઈને થઈ હતી. હવે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો આ લડાઈની ટીકા કરી રહ્યા છે, તો કેટલાક તેનો આનંદ લઈ રહ્યા છે.
Kalesh b/w Two girls at Chai tappri over a Guy near Nauka Vihar,Gorakhpur UP
pic.twitter.com/6TyEJectuV— Ghar Ke Kalesh (@gharkekalesh) November 20, 2023
એકે લખ્યું, 'ગોરખપુર કેટલું બદલાઈ ગયું છે, દિલ્હી અને નોઈડાની જેમ અહીં પણ છોકરીઓ છોકરા માટે લડી રહી છે.' એકે લખ્યું, 'આવી છોકરીઓને ઘરમાં બંધ રાખવી જોઈએ, તેમને રસ્તા પર કોણ જવા દે છે?' બીજાએ લખ્યું, 'આ કેવા પ્રકારની છોકરીઓ છે, જે છોકરાઓ માટે એકબીજા સાથે લડે છે.'
આ પણ વાંચો - Tantalum Metal : સતલજ નદીમાંથી મળ્યો ટેન્ટેલમનો ખજાનો, શા માટે છે આ દુર્લભ ધાતુ ખાસ? જાણો બધું જ
@banshi10995825એ લખ્યું, 'કેટલું અદ્ભુત, પહેલા છોકરાઓ આ રીતે લડતા હતા અને આજે છોકરીઓ કરી રહી છે. દેશ ખરેખર બદલાઈ રહ્યો છે. એકે લખ્યું, 'આ છોકરી કેવી રીતે કોઈને ખુરશી ફેંકીને મારી રહી છે, બીજી ગંભીર રીતે ઘાયલ થઈ શકે છે. તેમને કોઈ વાતનો ડર નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us