scorecardresearch

Global investors summit 2023 Lucknow: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન, કેવી રીતે થશે યુપીની કાયાપલટ?

Up Global investors summit 2023: યુપી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં 30થી વધુ દેશોના ઉદ્યોગપતિઓ ભાગ લઈ રહ્યા છે.

પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ લખનૌમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ 2023નું ઉદ્ઘાટન કર્યું

Global Investors Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું છે. આ સમિટમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા અને ટાટા સન્સના ચેરમેન.એન.ચંદ્રશેખર સહિત 30 દેશોના ઉદ્યોગ સાહસિકો ભાગ લેવાના છે.

લખનૌમાં વૃંદાવન યોજનાના વિશાળ મેદાનમાં આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય સમિટ અંતર્ગત યુપીમાં રૂ. 27 લાખ કરોડથી વધુનું રોકાણ થવાની અપેક્ષા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ કાર્યક્રમના વિશેષ અતિથિ હશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર 9 ફેબ્રુઆરીના રોજ ટ્વીટ કર્યું હતું કે, “હું આવતીકાલે, 10 ફેબ્રુઆરીએ યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023માં ભાગ લેવા માટે લખનૌમાં આવવાની રાહ જોઈ રહ્યો છું.” યુપીના વિકાસના પગલાંએ રાજ્યમાં ઘણા રોકાણકારોને આકર્ષ્યા છે. આનાથી રાજ્યના યુવાનો માટે તકો ઉભી થઈ છે.

આ સમિટમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી નિર્મલા સીતારામન, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિત કેન્દ્રીય મંત્રી તથા રાજ્ય સરકારના ઘણા મંત્રીઓ સામેલ થશે.

આ ગ્લોબલ સમિટમાં 30થી વધુ દેશોના ઉદ્યોગપતિઓ ભાગ લઈ રહ્યા છે. મહત્વનું છે કે, યોગી સરકાર લાંબા સમયથી સમિટ માટે પ્રયાસ કરી રહી હતી. જેને પગલે વરિષ્ઠ અધિકારીઓએ ઘણા દેશોની મુલાકાત પણ લીધી હતી. સંયુક્ત આરબ અમીરાત (UAE), જાપાન, જર્મની, થાઈલેન્ડ, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, નેધરલેન્ડ, બેલ્જિયમ, કેનેડા અને આર્જેન્ટિના સહિત અનેક દેશોના ઔદ્યોગિક વિકાસ મંત્રીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: indian citizenship : બાર વર્ષમાં 16 લાખ લોકોએ છોડી દીધી ભારતીય નાગરિક્તા, શું છે કારણ?

યુપી સરકારનું કહેવું છે કે, ગ્લોબલ સમિટમાં ઘણા દેશો સાથે MOU કરવામાં આવ્યા છે. આ સમિટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગારના નવા દ્વાર ખોલશે. સાથે જ એવો દાવો કરવામાં આવ્યો છે તે, ગ્લોબલ સમિટ બે કરોડથી વધુ નોકરીઓ ખોલશે.

Web Title: Global investors summit 2023 pm modi inaugrate in lucknow uttar paradhesh news

Best of Express