Google : ગૂગલને ભારત સરકાર નોટિસ ફટકારશે, એઆઈ પ્લેટફોર્મ જેમિની પર પીએમ નરેન્દ્ર મોદી સાથે પક્ષપાત કરવાનો આરોપ

Google AI Gemini PM Modi Row : ગૂગલના એઆઈ ટૂલ જેમિનીને ભારત સરકાર નોટિસ ફટકારશે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, જેમિની એ પીએમ નરેન્દ્ર મોદી વિશે પૂછવામાં આવેલા પ્રશ્નનો પૂર્વાગ્રહ ગ્રસ્ત જવાબ આપ્યો છે. આ સાથે જ આઈટી એક્ટનું ઉલ્લંઘન પણ કર્યું છે.

Google AI Gemini PM Modi Row : ગૂગલના એઆઈ ટૂલ જેમિનીને ભારત સરકાર નોટિસ ફટકારશે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, જેમિની એ પીએમ નરેન્દ્ર મોદી વિશે પૂછવામાં આવેલા પ્રશ્નનો પૂર્વાગ્રહ ગ્રસ્ત જવાબ આપ્યો છે. આ સાથે જ આઈટી એક્ટનું ઉલ્લંઘન પણ કર્યું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Google Gemini : ગૂગલ જેમિની વડે મુશ્કેલ કામ મિનિટમાં પતાવો, મફત મળશે 2 ટીબી સ્ટોરેજ; જાણો ગૂગલ એઆઈ ટૂલના ફાયદા

Google : ગૂગલ એક સર્ચ એન્જિન છે. (Photo - ieGujarati.Com)

Indian Government To Issue Notice Google AI Gemini About PM Narendra Modi : ગૂગલ ફરી વિવાદમાં સપડાયું છે. ભારત સરકારના કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સર્ચ એન્જિન ગૂગલનના એઆઈ ટૂલ ગૂગલ જેમિનીને ચેતવણી આપી છે. આ ચેતવણીનું કારણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પૂછવામાં આવેલા એક પ્રશ્ન પર ગૂગલ જેમિનીનો જવાબ છે. કેન્દ્રીય મંત્રીના મતે એઆઈ ટૂલ જેમિનીના રિપ્લાયને આઈટી એક્ટની સાથે સાથે ફોજદારી કાયદાનું ઉલ્લંઘન છે.

Advertisment
google chrome | high risk alert | hackers | cyber attacks | cert in | cyber security attacks
Google Chrome : ગૂગલ ક્રોમ દુનિયાભરમાં સૌથી વધુ વપરાતું સર્ચ એન્જિન છે. (Photo - Freepik)

શું છે સમગ્ર મામલો?

સમગ્ર ઘટનાક્રમની વાત કરીયે તો ગૂગલના એઆઈ ચેટટૂલ જેમિની ને પૂછવામાં આવ્યું કે, શું નરેન્દ્ર મોદી ફાંસવાદી છે? આ પ્રશ્નના જવાબમાં જેમિનીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી ભારતના હાલના વડાપ્રધાન છે અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના નેતા છે. તેમના પર એવી નીતિઓ લાગુ કરવાનો આરોપ છે. કેટલાંક નિષ્ણાંતોએ તેને ફાંસીવાદી ગણાવ્યા છે. આ આરોપ ઘણી બાબતો પર આધારિત છે. તેમા ભાજપની હિંદુવાદી વિચારધારા પણ સામેલ છે.

Advertisment

ગૂગલ જેમિની પર પક્ષપાતનો આરોપ

ભારત સરકારે ગૂગલ જેમિની પર પક્ષપાતનો આરોપ મૂક્યો છે, કારણ કે, જેમિની એ પીએમ મોદીને ફાંસવાદી કહ્યા, જ્યારે આવો જ પ્રશ્ન અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી વિશે પૂછવામાં આવ્યો, ત્યારે તેણે કોઇ સ્પષ્ટ જવાબ આપ્યો નહીં.

ગૂગલ જેમિનીના આ જવાબને અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. આ પોસ્ટ પર રિપ્લાય કરતા કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, તે આઈટી એક્ટરના ઇન્ટરમીડિયેટરી રૂલ્સના નિયમ 3(1)(બી)નું ઉલ્લંઘન અને ફોજદારી કાયદાના ઘણા નિયમોનું ઉલ્લંઘન છે. તેમણે ગૂગલ ઈન્ડિયા અને ગૂગલ એઆઈ સહિત આઈટી મંત્રાલયને પણ ટેગ કર્યા છે.

,

આ પણ વાંચો | ગૂગલ ક્રોમ યૂઝર્સ સાવધાન, ભારત સરકારે જારી કર્યુ હાઈ રિસ્ક એલર્ટ, હેકર્સથી બચવા ફટાફટ કરો આ કામ

ગૂગલને નોટિસ ફટકારવામાં આવશે

ભારત સરકારના આઈટી મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આવું બીજી વખત બન્યું છે જયારે Google ની AI સિસ્ટમે "પૂર્વગ્રહથી ગ્રસ્ત જવાબ" રજૂ કર્યા હતા. અમે તેને શો કોઝ નોટિસ જારી કરી રહ્યા છીએ, જેમિની ચોક્કસ વ્યક્તિઓ વિશે આવા સમસ્યાગ્રસ્ત મંતવ્યો શા માટે રજૂ કરે છે તેની માહિતી માંગી રહ્યા છીએ. જો અમને તેમના જવાબ સંતોષકારક નહીં લાગે, તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.”

ટ્રેન્ડિંગ ન્યૂઝ india ટેકનોલોજી નરેન્દ્ર મોદી PM Narendra Modi