Chinese App: ચીન પર ફરી એક વખત ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક કરતા મોદી સરકારે 200થી વધારે મોબાઇલ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. ગૃહ મંત્રાલયે જાણકારી આપી છે કે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે સટ્ટો લગાવનાર 138 એપ્સ અને લોન આપનાર 94 એપ્સને પ્રતિબંધ અને બ્લોક કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. આ એપ્સનું ચીની કનેક્શન સામે આવ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ચાઇનીઝ લિંક વાળી 200થી વધારે મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ
ગૃહ મંત્રાલયના આદેશ પર ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલયે તત્કાલ અને ઇમરજન્સી આધાર પર ચીની લિંકવાળી 138 સટ્ટાબાજી એપ્સ અને 94 લોન આપનાર એપ્સને પ્રતિબંધિત અને બ્લોક કરવાની પ્રક્રિયા શરુ કરી છે. ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિક મંત્રાલયે આ સપ્તાહે કેન્દ્રીય ગૃહ મંત્રાલયથી આ એપ્સને બ્લોક કરવા વિશે સૂચના મળી છે.
ગૃહ મંત્રાલયે 288 ચીનની એપ્સનું વિશ્લેષણ કર્યું
સૂત્રોના મતે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે છ મહિના પહેલા 288 ચીની એપ્સનું વિશ્લેષણ શરૂ કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે 94 એપ ઇ-સ્ટોર પર ઉપલબ્ધ છે અને અન્ય ત્રીજા પક્ષના લિંકના માધ્યમથી કામ કરી રહી છે. વિશ્લેષણ કરવા પર સામે આવ્યું કે આ એપ્સ ભારતીય નાગરિકોના ખાનગી ડેટા સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો – સત્તા બચાવવા માટે ભાજપ ચલાવશે ‘બ્રહ્માસ્ત્ર’, ડાબેરીઓની ઘેરાબંધી ધ્વસ્ત કરવા માટે બનાવ્યો પ્લાન
ડેટા ચોરી અને જાસૂસીનો ખતરો હતો
સૂત્રોના મતે આ એપ્સ લોકોને મોટા પ્રમાણમાં લોનની લાલચમાં ફસાવવાનો પ્રયત્ન કરે છે. આ એપ્સનો ભારતીય નાગરિકોના ડેટા માટે સુરક્ષા જોખમ ઉભા કરવા સિવાય, જાસૂસી અને પ્રચારના ઉપકરણના રુપમાં પણ દુરઉપયોગ કરી શકાય છે.
સૂત્રોએ કહ્યું કે તેલંગાણા, ઓરિસ્સા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો સાથે-સાથે કેન્દ્રીય જાસુસી એજન્સીઓએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ એપ્સ સામે કાર્યવાહી કરવા કહ્યું હતું. તેમાંથી લગભગ બધી એપ ચીની નાગરિકોના મગજની ઉપજ હતી. જેમણે ભારતીયોને કામ પર રાખ્યા હતા. હતાશ વ્યક્તિઓને લોન લેવા માટે લલચાવ્યા પછી તેણે વાર્ષિક 3000% સુધી વ્યાજ વધારી દીધા હતા.