Controversy on BBC Documentary: કેન્દ્ર સરકાર દ્વારા બીબીસીની ડોક્યૂમેન્ટ્રી ‘India: The Modi Question’ ઉપર બેન લગવવા સામે સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે 2002ના ગુજરાતના દંગા ઉપર આધારીત બીબીસી ડોક્યૂમેન્ટ્રી ઉપર કેન્દ્ર સરકારે ગેરબંધારણીય રીતે પ્રતિબંધ લગાવ્યો છે. પીઆઇએલના મામલામાં બે આરોપી સામે તપાસની માંગ કરી છે.
એડવોકેટ એમએલ શર્મા દ્વારા દાખલ પીઆઇએલમાં કહેવામાં આવ્યું છે કે સચ્ચાઇના ડરથી ભારતમાં એનેક ડોક્યૂમેન્ટ્રી બેન કરાઈ છે. આ ડોક્યૂમેન્ટ્રીમાં જો તથ્ય રેકોર્ડ કરવામાં આવ્યા છે. તે એવા પીડિતો માટે પુરાવા હોઈ શકે છે જેઓ અત્યાર સુધી ન્યાયથી વંચિત રહ્યા છે. પીઆઇએલમાં મોદી સરકારના 21 જાન્યુઆરીના નિર્ણયને રદ્દ કરવાની માંગણી કરી છે જેના થકી ડોક્યૂમેન્ટ્રીને બેન કરવામાં આવી હતી.
આ પીઆઈએલ ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) ડીવાય ચંદ્રચુડ સમક્ષ તાત્કાલિક સૂચિ માટે ગઈ હતી. CJI ચંદ્રચુડ તાત્કાલિક સુનાવણી માટે સંમત થયા છે અને સુનાવણી 6 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.
પીઆઈએલમાં દલીલ- સરકારે અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કર્યું
પીઆઈએલમાં જણાવવામાં આવ્યું છે કે 21 જાન્યુઆરીના રોજ સરકારે આઈટી એક્ટના નિયમ નંબર 16નો ઉપયોગ કરીને દેશના નાગરિકોને બીબીસીની એક ડોક્યુમેન્ટરી જોવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં ગુજરાત રમખાણો સંબંધિત તમામ તથ્યોનો ખુલાસો કરવામાં આવ્યો હતો. ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકતી વખતે બંધારણીય નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું, જે ભારતની બંધારણીય પ્રણાલીને હાની સમાન છે અને તેની ક્યારેય ભરપાઈ કરી શકાતી નથી.
ડોક્યુમેન્ટરી પર બેન દ્વારા બંધારણના અનુચ્છેદ 19(1)(a)માં આપવામાં આવેલી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પીઆઈએલ દાવો કરે છે કે દસ્તાવેજી સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને પીડિત, પોલીસ અધિકારીઓ અને નાગરિકોના નિવેદનો પર આધારિત છે.
સરકારે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરીને ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યો હતો
પીઆઈએલમાં સરકારના 21 જાન્યુઆરીના નિર્ણયને રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ સાથે ગુજરાત રમખાણોની તપાસની પણ માંગ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે બીબીસી દ્વારા બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયા ધ મોદી ક્વેશ્ચન્સ’માં 2002ના રમખાણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા અને તેના તમામ પાસાઓ બતાવવામાં આવ્યા છે.આઈટી એક્ટમાં આપવામાં આવેલી ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે યુટ્યુબ પર ડોક્યુમેન્ટ્રી અપલોડ કરી હતી. અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જો કે પ્રતિબંધ હોવા છતાં ડોક્યુમેન્ટરી ઘણી કોલેજો અને યુનિવર્સિટીઓમાં દર્શાવવામાં આવી હતી.
પ્રશાંત ભૂષણે પણ અરજી દાખલ કરી છે
તમને જણાવી દઈએ કે આ પીઆઈએલ સિવાય વરિષ્ઠ પત્રકાર એન રામ અને એડવોકેટ પ્રશાંત ભૂષણે પણ પીઆઈએલ દાખલ કરી છે. જે તેમના ટ્વીટમાંથી બીબીસી ડોક્યુમેન્ટરીની લિંકને હટાવવાના વિરોધમાં છે. આ અરજી પર આગામી સોમવારે સુનાવણી થવાની છે.