Online Gaming Bill : સટ્ટાકીય ઓનલાઇન ગેમ પર સરકાર મૂકશે પ્રતિબંધ, શું Dream11 જેવી એપ્સ બંધ થશે?

Online Real Gaming Bill 2025 : સરકારને ઓનલાઇન ગેમ એપ્લિકેશન દ્વારા મની લોન્ડરિંગ, ગેરકાયદેસર મની ટ્રાન્સફર માટે ડિજિટલ વોલેટ્સ અને ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ થતો હોવાની આશંકા છે. ઉપરાંત સટ્ટાકીય ઓનલાઇન ગેમ એપ્લિકેશનની સમાજ પર નકારાત્મક અસર થઇ રહી છે.

Written by Ajay Saroya
Updated : August 20, 2025 09:47 IST
Online Gaming Bill : સટ્ટાકીય ઓનલાઇન ગેમ પર સરકાર મૂકશે પ્રતિબંધ, શું Dream11 જેવી એપ્સ બંધ થશે?
Online Gaming Bill 2025 : ઓનાલઇન ગેમિંગ બિલ 2025. પ્રતિકાત્મક તસવી. (Photo: Freepik)

Online Gaming Money Transaction: ઓનલાઇન ગેમ રમાડતી વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન્સ સામે સરકાર કડક પગલાં લઇ શકે છે. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે (MeitY) એક કાયદો તૈયાર કર્યો છે, જે તમામ ઓનલાઇન ગેમિંગ સર્વિસ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી શકે છે. સરકારનું આ પગલું તે ઓનલાઇન ગેમ્સ પર પ્રતિબંધ મૂકવા માટે લેવામાં આવ્યું છે, જ્યાં યુઝર્સને અમુક પૈસા જમા કરાવવાના બદલામાં વધુ પૈસા કમાવવાની લાલચ આપવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીયે ઓનલાઇન સટ્ટો રમાડતી વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન પર તવાઇ આવી શકે છે.

ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, આ સેવાઓ દ્વારા કથિત મની લોન્ડરિંગની ઘટનાઓ વધી રહી છે. આ ઉપરાંત સમાજ પર નકારાત્મક અસર પડે છે, જેના કારણે સરકાર નવો કાયદો લાવી રહી છે. જાણકારી અનુસાર પ્રસ્તાવિત કાયદાનું ટાઈટલ ‘ધ ઓનલાઈન ગેમિંગ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન બિલ, 2025’ માનવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો

એક અંદાજ મુજબ તેને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. જો કે, એ નોંધવું જરૂરી છે કે આ કાયદા પર વિચાર-વિમર્શ હજી મુસદ્દાના તબક્કામાં છે અને તેની દરખાસ્તોમાં ફેરફારો શક્ય છે. ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મથી સંબંધિત રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને ડ્રાફ્ટ બિલ તૈયાર કરવામાં આવ્યું છે.

આવા ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર મની ટ્રાન્સફર માટે ડિજિટલ વોલેટ્સ અને ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ, આ પ્લેટફોર્મ્સ આતંકવાદી સંગઠનો માટે સંભવિત મેસેજિંગ અને કમ્યુનિકેશન બેઝ તરીકે સેવા આપે છે, અને ભારતીય કર અને કાયદાકીય જવાબદારીઓને અવરોધતી સંસ્થાઓ વગેરેનો સમાવેશ થાય છે.

નિયમ ભંગ બદલ દંડ થશે

પ્રસ્તાવિત કાયદાના ડ્રાફ્ટ મુજબ સરકાર કોઈ પણ વ્યક્તિને ભારતમાં ઓનલાઈન ગેમ્સ વેચવા પર પ્રતિબંધ લગાવશે. આ નિયમ ઉલ્લંઘન કરનારને ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે અને એક કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જેવા આવા પ્લેટફોર્મને પ્રમોટ કરનારાઓને બે વર્ષની જેલની સજા અને 50 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. આ ઉપરાંત સરકાર બેંકો અને નાણાકીય સંસ્થાઓને પણ આવા પ્લેટફોર્મ પર નાણાકીય વ્યવહારોની સુવિધા આપતા અટકાવી શકે છે.

ઓનલાઇન ગેમ રમનારને પણ સજા થશે?

હવે સવાલ થાય છે કે,પૈસા ખર્ચી ઓનલાઇન ગેમ રમનાર વ્યક્તિને પણ સજા થશે?. આ ડ્રાફ્ટ બિલમા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોઇ પણ એવી વ્યક્તિને અપરાધી ગણાશે નહીં, તે ઓનલાઇન ગેમ રમે છે. આ કેસમાં આવા વ્યક્તિને અપરાધી નહીં, પણ પીડિતની શ્રૈણીમાં મૂકવામાં આવ્યા છે. ઓનલાઇન સટ્ટાબાજીને પ્રોત્સાહન આપવા કે પછી સટ્ટો રમાડનાર વ્યક્તિ સામે કાર્યવાહી થશે.

શું Dream 11 જેવી એપ્સ બંધ થશે?

આ ડ્રાફ્ટ બિલને કેબિનેટની મંજૂરી મળ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રશ્નો પુછી રહ્યા છે. ઘણા લોકોએ એવો સવાલ કર્યો છે કે, શું નવા કાયદા લાગુ થવાથી Dream 11 જેવી ઓનલાઇન ગેમ એપ્લિકેશન બંધ થઇ જશે? આ સવાલનો જવાબ સંસદમાં બિલ મંજૂર થયા બાદ જ મળશે. હાલ આ મામલે કંઇ પણ કહેવું વહેલું ગણાશે. હાલ ક્રિકેટ સહિત ઘણી રમતોની ઓનલાઇન ગેમ્સ એપ્લિકેશન ઉપલબ્ધ છે. જ્યાં લોકો પેમેન્ટ કરીને આવી સટ્ટાકીય ઓનલાઇન ગેમ રમે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ