હૃદયદ્રાવક ઘટનાઃ લગ્નના દિવસે જ દુલ્હાનું મોત, શેરવાની પહેરતા સમયે જ આવ્યો હાર્ટ એટેક, જાનની જગ્યાએ નીકળી નનામી

UP groom death : લગ્નના દિવસે જ હાર્ટ એટેક આવવાથી દુલ્હાનું મોત નીપજ્યું હતું. દુલ્હાના મોત બાદ ઘરમાં કોહરામ મચી ગયો હતો. ઘરની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી.

UP groom death : લગ્નના દિવસે જ હાર્ટ એટેક આવવાથી દુલ્હાનું મોત નીપજ્યું હતું. દુલ્હાના મોત બાદ ઘરમાં કોહરામ મચી ગયો હતો. ઘરની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
groom died, Bahraich news, Groom died due to heart attack

લગ્નના દિવસે દુલ્હાનું મોત, પ્રતિકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના બહરાઇચ વિસ્તારમાં હૃદદ્રાવક ઘટના સામે આવી હતી. અહીં જરવલ રોડ વિસ્તારમાં અટવા ગામમાં લગ્નના દિવસે જ હાર્ટ એટેક આવવાથી દુલ્હાનું મોત નીપજ્યું હતું. દુલ્હાના મોત બાદ ઘરમાં કોહરામ મચી ગયો હતો. ઘરની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. ચારે બાજુ હૈયાફાટ રુદન ચાલી રહ્યું હતું.

Advertisment

લગ્નના કપડાં પહેરતા સમયે જ આવ્યો હાર્ટ એટેક આવ્યો હતો. દુલ્હો સ્નાન કરીને લગ્નના કપડા પહેરી રહ્યો હતો. તેના માથા પર સહેરો બંધાઇ રહ્યો હતો. આ સમયે તેને હાર્ટ એટેક આવ્યો હતો. પરિવાર જનો તેમને તરત જ હોસ્પિટલ લઇ ગયા હતા. જોકે, હોસ્પિટલમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. દુલ્હાના મોતના સમાચાર સાંભળીને શોકની લાગણી છવાઈ ગઈ હતી.

જે ઘરમાંથી જાન નીકળવાની હતી એ ઘરમાંથી હવે દુલ્હાની નનામી નીકળી હતી. જે લોકો જાનમાં જવા માટે ઉત્સાહિત હતા તેઓ હવે અંતિમયાત્રામાં જઇ રહ્યા છે. લગ્નના ઘર સિવાય પણ આજુ બાજુમાં શોક ફેલાઇ ગયો હતો.

દુલ્હન જોતી રહી દુલ્હાની રાહ

દુલ્હનના ઘરના લોકોને દુલ્હનના મોતના સમાચાર આપવામાં આવ્યા હતા. તેમના ઉપર પણ પહાડ તૂટી પડ્યો હતો. દુલ્હનને હલ્દી મહેંદી લાગી ચૂકી હતી. તે લગ્નના દિવસે પોતાના દુલ્હાની રાહ જોઈ રહી હતી. પરંતુ દુલ્હો નહીં પરંતુ દુલ્હાના મોતના સમાચાર સામે આવ્યા હતા.

Advertisment

દુલ્હા જાન લઇને નીકળવાનો હતો

ઉલ્લેખનીય છે કે રામ લાલના પુત્ર રાજકમલના લગ્ન મંગળવારે જરવલ પોલીસ સ્ટેશન વિસ્તારના ક્યોલીપરવા અટ્ટૈસા ગામમાં નક્કી થયા હતા. 30 મેના રોજ જાન નીકળવાની હતી. લગ્નની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. બેન્ડબાજા આવી પહોંચ્યા હતા. મંગળવારે રાજકમલ બાર લઈને નીકળવાનો જ હતો. રાજકમલને દુલ્હાના કપડા પહેરાવવામાં આવી રહ્યાહતા. જે સમયે તે શેરવાની પહેરી રહ્યો હતો એ સમયે તેને અચાનક હાર્ટએટેક આવ્યો હતો. તેની તબિયત જોતા ઘરના લોકોએ તેને હોસ્પિટલ લઇ ગયા અને ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

ડોક્ટરે જણાવ્યું કે હાર્ટ એટેકના કારણે રાજકમલનું મોત થયું છે. આ દુઃખદ ઘટનાના સમાચાર કન્યા પક્ષના લોકોને આપ્યા હતા. બંને પક્ષોના ઘરમાં માતમ છવાઇ ગયું હતું. જે ઘરમાં ખુશીઓની શરણાઈઓ વાગી રહી હતી એ ઘરમાં હવે માતમ છવાયો હતો.

ગુજરાતી ન્યૂઝ ઉત્તર પ્રદેશ ઓએમજી દેશ