Gujarat Assembly Election: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બીજેપી સત્તાના નશામાં છે. યોગા ક્લાસિસ ઉપર તેમણે નિશાન બનાવ્યું હતું. મહોલ્લા ક્લિનિક આગામી ટાર્ગેટ છે આ લોકો સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. કેજરીવાલે કહ્યું કે બીજેપી યોગા ક્લાસિસ બંધ કરવા માંગે છે પરંતુ ક્લાસિસ ચાલું રહેશે. તેમના માટે જે કરવું પડશે એ હું કરીશ. ભીખ માંગીને યોગા શિક્ષકોને પૈસા આપીશ.
કેજરીવાલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં દરેક સારા કામને રોકવા માંગે છે. સતત દરેક કામમાં અડચણ ઊભી કરે છે. પરંતુ દિલ્હીની જનતા લોકોને સારી રીતે જવાબ આપશે. આમ આદમી પાર્ટીએ વધુમાં કહ્યું હતું કે પંજાબમાં ચૂંટણી થવાની હતી ત્યારે કુમાર વિશ્વાસને ઊભા કર્યા હતા. અને હવે ગુજરાત ચૂંટણી છે તો સુકેશ ચંદ્રશેખરને ઊભા કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે પંજાબ ચૂંટણીના સમયે કુમાર વિશ્વાસે અરવિંદ કેજરીવાલને લઈને ખાલિસ્તાન સંબંધિ નિવેદન આપ્યું હતું.
ગુજરાતમાં સરકાર બનશે તો ક્લાસ ચલાવશે
અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં યોગા ક્લાસની સાથે સાથે પંજાબમાં પણ યોગા ક્લાસ ચાલે છે. જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અહીં પણ યોગના ક્લાસ ચલાવશી.
આ પણ વાંચોઃ- Gujarat Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી વિસ્તારને આપી કરોડોની ભેટ, કહ્યું- આ નરેન્દ્ર ભુપેન્દ્રની સરકાર છે…
ઉપ-રાજ્યપાલ રોજ આપે છે ગાળો
અરવિંદ કેજરીવાલે દિલ્હીના ઉપરાજ્યપાલ ઉપર પણ નિશાન સાધતા કહ્યું હતું કે એલજી સાહેબ મને રોજ ગાળો આપે છે. પરંતુ સારા કામો રોકવા નહીં દઈએ.
સુકેશ ચંદ્રશેખરના બધા આરોપો ખોટા
અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે મોરબીથી ધ્યાન ભટકાવવા માટે સુકેશ ચંદ્રશેખરનો મુદ્દો લાવવામાં આવ્યો હતો. તેમના બધા આરોપો ખોટા છે. ઉલ્લેખનીય છે કે તિહાડ જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે આપ નેતા અને મંત્રી સત્યેન્દ્ર જૈન ઉપર પ્રોટેક્શન મનીના નામે 10 કરોડ રૂપિયા ઠગવાનો આરોપ લગાવ્યો છે. અને આ મામલામાં ઉપ રાજ્યપાલને પણ ફરિયાદ પણ કરી છે.
આ પણ વાંચોઃ- મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના: કેવી રીતે બને છે ઝૂલતો પુલ, કેમ અચાનક તૂટ્યો? એન્જિયર શું કહે છે?
ઘડિયાળ બનાવનાર કંપનીને કોન્ટ્રાક્ટ કેમ?
કેજરીવાલે ગુજરાતની બીજેપી સરકાર ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે છેવટે મોરબીમાં જે પુલ તુટ્યો તેના સમારકામનો કોન્ટ્રાક્ટ એક ઘડિયાળ બનાવનારી કંપનીને કેમ આપવામાં આવ્યો?





