/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/robbery-case-of-Gujarat-businessman-UP.jpg)
ગુજરાતના બિઝનેસમેનના 1.40 કરોડની લૂંટનો કેસ
ઉત્તર પ્રદેશ પોલીસે 31 મેના રોજ વારાણસી જિલ્લાના ભેલુપુર વિસ્તારમાં ગુજરાતના એક બિઝનેસમેનના 1.40 કરોડ રૂપિયાની લૂંટના આરોપમાં સાત પોલીસકર્મીઓને પોલીસ સેવામાંથી સસ્પેન્ડ કર્યા છે. બે દિવસ અગાઉ, ઔરૈયા જિલ્લાના બાંદાના એક વેપારીના અપહરણ અને લૂંટમાં કથિત સંડોવણી બદલ બે પોલીસકર્મીઓ સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
સસ્પેન્ડ કરાયેલા સાત પોલીસકર્મીઓ કોણ છે
સસ્પેન્ડ કરાયેલા સાત પોલીસકર્મીઓમાં એક સ્ટેશન હાઉસ ઓફિસર અને ત્રણ સબ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. તેમાં SHO રમાકાંત દુબે, સબ-ઇન્સ્પેક્ટર સુશીલ કુમાર, મહેશ કુમાર ઉત્કર્ષ ચતુર્વેદી, કોન્સ્ટેબલ મહેન્દ્ર કુમાર પટેલ, કપિલ દેવ પાંડે અને શિવચંદનો સમાવેશ થાય છે. તમામ વારાણસી જિલ્લાના ભેલુપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા. જ્યારે પોલીસે જણાવ્યું હતું કે, રૂ. 1.40 કરોડની લૂંટ કેસમાં તેમની તપાસ હજુ ચાલુ છે અને તેઓએ અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે. તેઓએ હજુ સુધી સસ્પેન્ડ કરાયેલા સાત પોલીસકર્મીઓ સામે ગુનો નોંધ્યો નથી.
અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તપાસ બાદ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા
અધિક પોલીસ કમિશનર (વારાણસી) સંતોષ કુમાર સિંહે જણાવ્યું હતું કે, “સાત પોલીસકર્મીઓને શરૂઆતમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને બાદમાં તપાસ દરમિયાન તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જણાયું હતું. હવે તેમને પોલીસ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. લૂંટના કેસની તપાસ કરવામાં આવી રહી છે અને પુરાવાના આધારે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. 4 જૂનના રોજ, ગુજરાતના અમદાવાદના બિઝનેસમેન કમલેશ શાહના કર્મચારી વિક્રમ સિંહે ભેલુપુર પોલીસ સ્ટેશનમાં વારાણસીના રહેવાસી મન્ટુ રાય અને 12 અજાણ્યા લોકો વિરુદ્ધ લૂંટના આરોપમાં FIR નોંધાવી હતી.
શું છે લૂંટનો સમગ્ર મામલો
31 મેના રોજ વારાણસી પોલીસે ભેલુપુર વિસ્તારમાં એક ત્યજી દેવાયેલી કારમાંથી 92.94 લાખ રૂપિયા રોકડા રિકવર કરવાનો દાવો કર્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ગડબડી હોવાની આશંકા થતા, ઘટનાની પ્રાથમિક તપાસના આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે, 27 મેના રોજ, ભેલુપુરમાં ભાડાના ફ્લેટમાં રહેતા એગ્રિકલ્ચરના બિઝનેસ સાથે જોડાયેલ ગુજરાતના બિઝનેસમેન કમલેશ શાહના કર્મચારીને લૂંટવામાં આવ્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસે ગુજરાત સ્થિત ઉદ્યોગપતિ અને તેના કર્મચારીઓનો સંપર્ક કર્યો હતો, જેમણે પુષ્ટિ કરી હતી કે, 27 મેના રોજ ભાડાના ફ્લેટમાંથી લૂંટી લીધેલી રોકડ રકમનો આ ભાગ છે.
સીસીટીવી ફૂટેજમાં સાત પોલીસકર્મીઓ આરોપી સાથે જતા જોવા મળ્યા હતા
મહત્વની વાત એ છે કે, જે વાહનમાંથી પૈસા મળ્યા તે મન્ટુ રાયનું છે. શરૂઆતમાં, સાત પોલીસકર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અધિક પોલીસ કમિશનર સિંઘે જણાવ્યું હતું કે, ભાડાના ફ્લેટની નજીકના સીસીટીવી ફૂટેજમાં તપાસ કરતી વખતે તપાસકર્તાઓએ મન્ટુ રાયનું વાહન પોલીસ જીપ સાથે 27 મેના રોજ ફરિયાદીના ઘરે જતું જોયું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ દરમિયાન પોલીસકર્મીઓ પણ લૂંટ સમયે હાજર હતા.
ગુજરાતના ઉદ્યોગપતિએ યુપી સરકારના વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કર્યો
એક પોલીસ અધિકારીએ કહ્યું, “ઘટના પછી, ગુજરાતના વેપારીએ સરકારના વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કરવાનું શરૂ કર્યું. પોલીસકર્મીઓએ વિચાર્યું કે, 31 મેના રોજ નાણાંના મોટા ભાગની વસૂલાત બતાવીને, એફઆઈઆર નોંધ્યા વિના કેસ સમાપ્ત થઈ શકે છે. તપાસ અધિકારી રાજેશ કુમાર સિંહ, જેમને હવે ભેલુપુરના SHO નિયુક્ત કરવામાં આવ્યા છે, અનુસાર, આ કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં લૂંટના આરોપી મન્ટુ રાય, ઘનશ્યામ, પ્રદીપ અને વસીમનો સમાવેશ થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us