/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/gulf-of-adan.jpg)
અદનની ખાડી
અદન ખાડી માં એક વેપારી જહાજ પર મિસાઈલ હુમલો થયો છે. તે હુમલા બાદ જહાજે પહેલા ભારતીય નૌકાદળની મદદ માંગી, ત્યારબાદ INS વિશાખાપટ્ટનમ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને પોતાની કાર્યવાહી શરૂ કરી. કહેવામાં આવી રહ્યું છે કે યમનના સૈન્ય સંગઠન હુથીઓએ માર્લિન લુઆંડા નામના વેપારી જહાજ પર મિસાઈલ હુમલો કર્યો હતો.
અદન ખાડી થી મોટી માહિતી મળી રહી છે કે, જે વેપારી જહાજ પર હુમલો કરવામાં આવ્યો તેમાં 22 ભારતીયોની સાથે બાંગ્લાદેશી ક્રૂ પણ હતો. હાલમાં, કોઈના ઘાયલ અથવા મૃત્યુ પામ્યાના સમાચાર નથી, પરંતુ વેપારી જહાજ પર ચોક્કસપણે આગની લપેટો જોવા મળી રહી છે.
અદન ખાડી સમગ્ર ઘટના અંગે નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું કે, 26 જાન્યુઆરીની રાત્રે વેપારી જહાજ માર્લિન લુઆન્ડા તરફથી એક ડિસ્ટ્રેસ કોલ આવ્યો હતો. મિસાઇલ વિનાશક INS વિશાખાપટ્ટનમને એડનની ખાડીમાં તૈનાત કરવામાં આવ્યું હતું, તેથી તેણે તરત જ જવાબ આપ્યો. હાલમાં MV પર 22 ભારતીય અને એક બાંગ્લાદેશી ક્રૂ હાજર છે.
આ પણ વાંચો - અદન ખાડીમાં જહાજ પર ફરી ડ્રોન હુમલો, ભારતીય નૌકાદળે કરી મદદ, જહાજ પર 22માંથી 9 ભારતીય ક્રૂ સભ્યો
જાણકારી માટે તમને જણાવી દઈએ કે, હાલમાં અમેરિકા અને બ્રિટન હુતી પોઝિશન્સ પર સતત હવાઈ હુમલા કરી રહ્યા છે. આ કાર્યવાહી એટલા માટે પણ કરવામાં આવી રહી છે કારણ કે, હુતી લાલ સમુદ્રમાં ઘણા વેપારી જહાજો પર સતત હુમલા કરી રહ્યા છે. હવે આ ક્રમમાં ફરી હુમલો થયો છે અને આ વખતે ભારતીય નૌસેનાએ તાત્કાલિક મદદ પૂરી પાડી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us