(Arjun Sengupta) Gyanvapi Mosque Hisotry: જ્ઞાનવાપી મસ્જિદનો એએસઆઈ સર્વે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ તારણ કાઢ્યું છે કે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સ્થળ પર હાલના વિવાદિત માળખાના નિર્માણ પહેલા એક વિશાળ હિન્દુ મંદિર અસ્તિત્વમાં હતું. ASIએ કહ્યું છે કે તે વૈજ્ઞાનિક અભ્યાસ અને અવલોકન પર આધાર રાખે છે. આ તારણને સમર્થન આપવા માટે પૂરતા પુરાવાઓ પણ છે. હાલના કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં સ્થિત એક મંદિર મુઘલ સમ્રાટ ઔરંગઝેબના આદેશ પર તોડી પાડવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે અને તેના કાટમાળીમાંથી જ્ઞાનવાપી મસ્જિદ બનાવવામાં આવી હતી.
તે માટેનો સૌથી લોકપ્રિય પ્રાથમિક સ્ત્રોત સાકી મુસ્તૈદ ખાનની માસિર – એ – આલમગિરી છે, જે 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી તરત જ લખાયેલો ફારસી ભાષાનો ઇતિહાસ છે. ASI રિપોર્ટમાં ઇતિહાસકાર જદુનાથ સરકારના 1947ના લખાણના અનુવાદનો ઉલ્લેખ છે.
ઔરંગઝેબે મંદિરો તોડવાનો આદેશ આપ્યો
મસીર-એ-આલમગીરીના જણાવ્યા મુજબ, “બાદશાહ (ઔરંગઝેબ), ઇસ્લામની સ્થાપના માટે ઉ્ત્સાહિત થઇને, તમામ પ્રાંતોના ગવર્નરોને કાફિરોની શાળાઓ અને મંદિરોને તોડી પાડવાનો આદેશ બહાર પાડ્યો અને તુરંત અન્ય ધર્મોના શિક્ષણ અને સાર્વજનિક ભ્યાસને બંધ કરવામાં આવ્યું છે.”
ઔરંગઝેબના આદેશથી કાશીમાં વિશ્વનાથ મંદિર અને મથુરામાં કેશદેવ મંદિર ધ્વંસ કરાયા
ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન, 9 એપ્રિલ, 1669ના રોજ બહાર પાડવામાં આવેલા શાહી ફરમાનને કારણે કાશીમાં વિશ્વનાથ મંદિર અને મથુરામાં કેશવરાય મંદિર બંને ધ્વંસ કરવામાં આવ્યા હતા. સરકારે તેને હિન્દુ ધર્મ પર ઔરંગઝેબનો હુમલો ગણાવ્યો હતો.
ઈતિહાસકાર એસએ એ રિઝવીએ લખ્યું છે કે, “ઔરંગઝેબનું શાસન અકબરની સહઅસ્તિત્વની નીતિથી અલગ હતું. 1665માં તેણે હિંદુ વેપારીઓ દ્વારા આયાત પર મુસ્લિમો દ્વારા ચૂકવવાપાત્ર દર કરતા બમણી કસ્ટમ ડ્યુટી નક્કી કરી અને બે વર્ષ પછી મુસ્લિમો માટે કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરી. ધ વન્ડર ધેટ વોઝ ઈન્ડિયા વોલ્યુમ દ્વિતીય (1200-1700) (1987) માં રિઝવી લખે છે – “જાન્યુઆરી 1669માં પ્રિન્સ આઝમ (ઔરંગઝેબના ત્રીજા પુત્ર)ના લગ્નથી બાદશાહ એ અસંખ્ય શુદ્ધતાવાદી વટહુકમ બહાર પાડીને પોતાની રૂઢિચુસ્તતા બતાવવાની તક મળી.”
ખંડેરમાં ફેરવાઈ ગયા ભવ્ય મંદિર
રિઝવીએ લખ્યું છે, મંદિરો અને હિંદુ શિક્ષણ કેન્દ્રોને તોડી પાડવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. બનારસનું પ્રખ્યાત વિશ્વનાથ મંદિર અને મથુરાના કેશવ રાય મંદિર, જેને દારા શુકોહે પથ્થરની રેલિંગ ભેટમાં આપી હતી, તે ખંડેર બની ગયા હતા. આ નીતિ દૂર પૂર્વ બંગાળ, પલામુ, રાજસ્થાન અને પાછળથી દક્ષિણ ભારતમાં પણ લાગુ કરવામાં આવી હતી.
રાજકીય ઉદ્દેશ્ય
ઈતિહાસકાર રિચાર્ડ ઈટન દલીલ કરે છે કે, 1669નો વટહુકમ તમામ મંદિરોનો તાત્કાલિક વિનાશ કરવાનો જ ન હતો, સાથે સાથે એવી સંસ્થાઓને પણ ટાર્ગેટ બનાવવામાં આવી હતી, જે એક ચોક્કસ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતુ હતુ. ઈતિહાસકાર સતીશ ચંદ્રાએ લખ્યું છે કે ઔરંગઝેબે મંદિરોને વિધ્વંસક વિચારોના પ્રસારના કેન્દ્રો તરીકે જોવાનું શરૂ કર્યું, એટલે કે એવા વિચારો જે રૂઢિચુસ્ત તત્વોને સ્વીકાર્ય ન હતા. એવી પણ એક થિયરી છે કે છત્રપતિ શિવાજી આગ્રામાં મુઘલની કેદમાંથી છટકી ગયા બાદ અપમાનિત ઔરંગઝેબે બદલવાના રૂપમાં કાશી મંદિરનો નાશ કરવાનો આદેશ આપ્યો હતો. આમ મંદિર તોડ્યા બાદ જ્ઞાનવાપીનું વિવાદિત માળખું બન્યુ હતુ.
આ પણ વાંચો | અમેરિકાના આ મ્યુઝિયમમાં છે જ્ઞાનવાપીનું સત્ય, 150 વર્ષ જૂના ફોટા આપી રહ્યા જુબાની
ઈટને લખ્યું, “1669માં બનારસમાં જમીનદારો વચ્ચે વિદ્રોહ થયો હતો, જેમાંથી કેટલાકે ઔરંગઝેબના કટ્ટર દુશ્મન શિવાજીને શાહી અટકાયતમાંથી બચવામાં મદદ કરી હોવાની શંકા હતી.” ઈતિહાસકાર ઓડ્રે ટ્રુશકે લખ્યું છે કે, “ઔરંગઝેબે 1669માં બનારસમાં વિશ્વનાથ મંદિરનો મોટો ભાગ તોડી નાખ્યો હતો. આ મંદિર અકબરના શાસનકાળ દરમિયાન રાજા માન સિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેના પ્રપૌત્ર જયસિંહે શિવાજીને 1666માં મુઘલ દરબારમાંથી ભાગી નીકળવામાં મદદ કરી હતી.