જ્ઞાનવાપી : વ્યાસજીનું ભોંયરું શું છે? હિન્દુઓને 31 વર્ષ પછી મળ્યો પૂજાનો અધિકાર

Gyanvapi : હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈનના જણાવ્યા અનુસાર, જ્યાં નંદી સ્થિત છે તેની સામે જ વ્યાસજીનું ભોંયરું છે. 1993 સુધી આ સ્થળે પૂજા-અર્ચના કરવામાં આવતી હતી. પરંતુ તત્કાલીન મુલાયમ સરકારે તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો

Written by Ashish Goyal
January 31, 2024 21:34 IST
જ્ઞાનવાપી : વ્યાસજીનું ભોંયરું શું છે? હિન્દુઓને 31 વર્ષ પછી મળ્યો પૂજાનો અધિકાર
જ્ઞાનવાપી પરિસર (Express file photo)

Gyanvapi Case: જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર મળ્યો છે. હિન્દુ પક્ષ હવે ભોંયરામાં પૂજા કરી શકશે. આ સમયે દરેકના મનમાં પ્રશ્ન એ છે કે વ્યાસજીનું આ ભોંયરું શું છે. શા માટે તેનો આટલો બધો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, હિન્દુઓ માટે તેની માન્યતા શું છે? તમારા સવાલનો જવાબ અહીં આપવામાં આવ્યા છે. આવો જાણીએ વ્યાસજીના ભોંયરાની પૂરી કહાની.

1993 સુધી વ્યાસજીના ભોંયરામાં પૂજા-અર્ચના કરવામાં આવતી હતી

વ્યાસજીનું ભોંયરું જ્ઞાનવાપી મસ્જિદની નીચે આવેલું છે. આ સ્થળે હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ એએસઆઈએ પોતાનો વિસ્તૃત સર્વે કર્યો હતો ત્યારે પણ આ સ્થળે કેટલાક પુરાવા મળ્યા હતા. જેમાં ત્યાં એક મંદિરની હાજરીની પુષ્ટિ થઈ હતી. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈનના જણાવ્યા અનુસાર, જ્યાં નંદી સ્થિત છે તેની સામે જ વ્યાસજીનું ભોંયરું છે. 1993 સુધી આ સ્થળે પૂજા-અર્ચના કરવામાં આવતી હતી. પરંતુ તત્કાલીન મુલાયમ સરકારે તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

આ પણ વાંચો –  જ્ઞાનવાપી કેસમાં મોટી જીત, હિન્દુ પક્ષને મળ્યો વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર

આ વિસ્તાર શૃંગાર ગૌરી મંદિરથી અલગ છે

હવે ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ પ્રતિબંધને ખતમ કરવાનું કામ કર્યું છે. પરંતુ અહીં એ સમજવું જરૂરી છે કે આ વિસ્તાર શૃંગાર ગૌરી મંદિરથી અલગ છે જેને લઇને પણ પાંચ હિન્દુ મહિલાઓએ પોતાની અરજી દાખલ કરી હતી. આ શ્રૃંગાર ગૌરી મંદિર જ્ઞાનવાપીની બાજુમાં આવેલું છે. ત્યાં પૂજા કરવાના અધિકારને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી. તે પછી જ સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને હવે વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર મળી છે. પરંતુ આ કિસ્સો શૃંગાર ગૌરીથી અલગ છે.

બુધવારે કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે શૈલેન્દ્ર વ્યાસ અને કાશી વિશ્વનાથ ટ્રસ્ટ દ્વારા નક્કી કરેલા પૂજારીએ વ્યાસજીના ભોંયરામાં આવેલી મૂર્તિઓની પૂજા માટે સાત દિવસની અંદર વ્યવસ્થા કરાવે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ