જ્ઞાનવાપી વિવાદ કેસ: ASI સર્વે પર સુપ્રીમ કોર્ટે 26 જુલાઈ સુધી પ્રતિબંધ મૂક્યો, મુસ્લિમ પક્ષને હાઈકોર્ટમાં જવા આદેશ

gyanvapi masjid case : જ્ઞાનવાપી મસ્જિદમાં હિન્દુ પક્ષના દાવા બાદ વારાણસી કોર્ટ (Varansi Court) ના આદેશથી આજથી એએસઆઈ દ્વારા સર્વે (ASI Survey)) શરૂ થઈ રહ્યો છે. આ સર્વેને રોકવા માટે મુસ્લિમ (Muslim) પક્ષ સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં ગયા છે. પિટિશન દાખલ કરીને આ સર્વે તાત્કાલિક રોકવો જ જોઈએ તેવો આગ્રહ કરવામાં આવ્યો છે. આ અરજી પર સોમવારે સુનાવણી શક્ય છે.

gyanvapi masjid case : જ્ઞાનવાપી મસ્જિદમાં હિન્દુ પક્ષના દાવા બાદ વારાણસી કોર્ટ (Varansi Court) ના આદેશથી આજથી એએસઆઈ દ્વારા સર્વે (ASI Survey)) શરૂ થઈ રહ્યો છે. આ સર્વેને રોકવા માટે મુસ્લિમ (Muslim) પક્ષ સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં ગયા છે. પિટિશન દાખલ કરીને આ સર્વે તાત્કાલિક રોકવો જ જોઈએ તેવો આગ્રહ કરવામાં આવ્યો છે. આ અરજી પર સોમવારે સુનાવણી શક્ય છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
gyanvapi masjid case

જ્ઞાનવાપી મસ્જિદ મંદિર કેસ

Gyanvapi Masjid Case News: સુપ્રીમ કોર્ટે 26મી જુલાઈ સુધી જ્ઞાનવાપી કેમ્પસના સર્વે પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને આ મામલે હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ બુધવારે સાંજે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે. સોમવારે કેસની સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષે જિલ્લા અદાલતના આદેશ બાદ ASI સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વેમાં ખોદકામ કરવાથી માળખાને નુકસાન થઈ શકે છે, જે સુપ્રીમ કોર્ટના જૂના આદેશનું ઉલ્લંઘન છે. તેના પર કોર્ટે કહ્યું કે, તમે આ મામલે હાઈકોર્ટમાં કેમ ન ગયા? મુસ્લિમ પક્ષ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે, જિલ્લા અદાલતે એટલી ઉતાવળમાં આદેશ આપ્યો છે કે, સર્વેક્ષણ શરૂ થયા પછી તેને હાઈકોર્ટમાં જવાનો સમય જ મળ્યો નથી. કોર્ટે પહેલા આ મામલાની સુનાવણી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખી હતી, પરંતુ બાદમાં આ મામલે સુનાવણી કરવામાં આવી હતી.

Advertisment

શું ASI પરિસરમાં ખોદકામ કરી રહ્યું છે?

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યુપી સરકારને પૂછ્યું કે, ASI અત્યારે શું કરી રહ્યું છે અને ત્યાં શું થઈ રહ્યું છે? કોર્ટે પૂછ્યું કે શું ત્યાં ખોદકામ ચાલી રહ્યું છે. CJI DY ચંદ્રચુડે ASIને સવારે 11.15 વાગ્યે કોર્ટમાં સર્વે વિશે માહિતી આપવા માટે હાજર થવા કહ્યું. આના પર સોલિસિટર જનરલ તરફે કહેવામાં આવ્યું કે, હાલમાં જ્ઞાનવાપી સર્વેમાં એક પણ ઈંચ હટાવવામં આવી નથી.

જ્ઞાનવાપી મસ્જિદના સંચાલનની દેખરેખ રાખતી અંજુમન કમિટીએ કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલા મસ્જિદ સંકુલના સર્વેક્ષણના વારાણસી જિલ્લા અદાલતના આદેશ સામે અરજી દાખલ કરી છે. યુપી સરકારના વકીલ તુષાર મહેતાએ જણાવ્યું કે, સર્વે આધુનિક ટેક્નોલોજીથી કરવામાં આવશે. આમાં કોઈ નુકસાન થશે નહીં. મહેતાએ કહ્યું કે, એક અઠવાડિયા સુધી કોઈ નુકસાન નહીં થાય. ત્યાં સુધી તેઓ હાઈકોર્ટમાં જઈ શકે છે, પરંતુ મુસ્લિમ પક્ષના વકીલ હુઝૈફા અહમદીએ સર્વેને રોકવાનો આગ્રહ કર્યો હતો.

વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ બાદ સોમવારે એટલે કે આજથી જ્ઞાનવાપી કેમ્પસ બંધ રહેશે. વૈજ્ઞાનિક સર્વે શરૂ થવા જઈ રહ્યો છે. વજુખાના સિવાય સમગ્ર કેમ્પસનો ASI દ્વારા સર્વે કરવામાં આવશે. SI ટીમે 4 ઓગસ્ટ સુધીમાં કોર્ટમાં પોતાનો રિપોર્ટ પણ રજૂ કરવાનો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આજે વહેલી સવારથી જ ટીમ ઘટનાસ્થળે પહોંચીને પોતાનું કામ શરૂ કરવા જઈ રહી.

Advertisment

સર્વેની કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સર્વેક્ષણ કરવા ટીમ રવિવારે રાત્રે જ વારાણસી પહોંચી હતી અને કમિશનર સાથે મહત્વની બેઠક પણ યોજાવાની છે. આ સમયે SI ટીમ તમામ સાધનો સાથે સંપૂર્ણ રીતે તૈયાર છે અને આજે સવારે 7 વાગ્યે શરૂ થશે. 10:00 થી સર્વેની કામગીરી શરૂ કરી શકાશે. બાય ધ વે, આ સર્વેને રોકવા માટે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં ગયા છે. પિટિશન દાખલ કરીને આ સર્વે તાત્કાલિક રોકવો જ જોઈએ તેવો આગ્રહ કરવામાં આવ્યો છે. આ અરજી પર સોમવારે સુનાવણી શક્ય છે.

હિન્દુ પક્ષનો દાવો શું છે?

જાણકારી માટે તમને જણાવી દઈએ કે, વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે શુક્રવારે જ્ઞાનવાપી કેમ્પસના વૈજ્ઞાનિક સર્વેક્ષણની મંજૂરી આપી હતી. પરંતુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા જે બિલ્ડિંગને સીલ કરવાનું કહેવામાં આવ્યું છે તે વિસ્તારમાં કોઈ સર્વે કરવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં આજે બાકીના સ્થળોનો સર્વે શરૂ થવા જઈ રહ્યો છે. હિંદુ પક્ષ સતત દાવો કરે છે કે, અગાઉ જ્ઞાનવાવી સ્થળ પર એક મંદિર હતું, પરંતુ 17મી સદીમાં મુઘલ શાસક ઔરંગઝેબે તેને તોડી પાડ્યું હતું.

શું છે મુસ્લિમ પક્ષનો દાવો?

બીજી તરફ, મુસ્લિમ પક્ષનો દાવો છે કે, આ સર્વેને કારણે મસ્જિદને નુકસાન થઈ શકે છે, આ સ્થિતિમાં તેને કોઈપણ કિંમતે મંજૂરી આપવી જોઈએ નહીં. પરંતુ હાલ, કોર્ટ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે

શું છે સમગ્ર મામલો?

આ મામલો આ વર્ષે 16 મેના રોજ શરૂ થયો હતો, જ્યારે ચાર અરજદાર મહિલાઓએ કહ્યું હતું કે, જ્ઞાનવાપી મસ્જિદના વિવાદિત ભાગને છોડીને બાકીની જગ્યામાં ASI સર્વે કરાવવો જોઈએ. તે અરજીની સુનાવણી 14મી જુલાઈએ થઈ હતી અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય અનામત રાખ્યો હતો. હવે આ જ મામલે શુક્રવારે સૌથી મહત્વનો નિર્ણય આવ્યો હતો અને સર્વેની મંજૂરી આપવામાં આવી હતી.

કાર્બન ડેટિંગ શું છે?

બાય ધ વે, વૈજ્ઞાનિક સર્વેને કાર્બન ડેટિંગ પણ કહી શકાય. કાર્બન ડેટિંગની મદદથી કોઈપણ વસ્તુની અંદાજિત ઉંમર જાણી શકાય છે. નક્કર માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ ખૂબ સચોટ ઇનપુટ હજુ પણ મળી શકે છે. પથ્થરો સિવાય, વાળ, હાડપિંજર, ત્વચા જેવી વસ્તુઓ પર પણ કાર્બન ડેટિંગ કરી શકાય છે. તેની ચોકસાઈ સમજ્યા બાદ જ જ્ઞાનવાપી કેમ્પસમાં કાર્બન ડેટિંગ કરવામાં આવશે. સૌથી મોટી વાત એ છે કે, લગભગ 50 હજાર વર્ષ જૂની વસ્તુઓ પણ કાર્બન ડેટિંગ દ્વારા શોધી શકાય છે.

જ્ઞાનવાપી ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ