Gyanvapi Mosque in Shivling Case : જ્ઞાનવાપી મસ્જિદમાંથી ‘શિવલિંગ’ મળ્યું હોવાનો દાવો કરતા કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે મોટો ચુકાદો આપતાં કથિત શિવલિંગનનું વૈજ્ઞાનિક પરિક્ષણ કરવાને મંજૂરી આપી છે. કોર્ટે ASI એટલે કે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને કાર્બન ડેટિંગ કરવાનો નિર્દેશ આપ્યો છે. એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે, કાર્બન ડેટિંગ દરમિયાન ઉક્ત સ્ટ્રક્ચરને કોઈપણ રીતે નુકસાન ન થવું જોઈએ.
અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
મોટી વાત એ છે કે, આ નિર્ણય સાથે અલાહાબાદ હાઈકોર્ટે વારાણસી કોર્ટના તે આદેશને પણ રદ્દ કરી દીધો છે, જેમાં કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ માટેની અરજી વારાણસી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારે કોર્ટે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, અને યથાસ્થિતિ જાળવવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ ગત વર્ષે નવેમ્બરમાં અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીમાં, હિન્દુ અરજદારો – લક્ષ્મી દેવી અને અન્ય ત્રણે – વારાણસીના જિલ્લા ન્યાયાધીશના 14 ઓક્ટોબર, 2022ના આદેશને પડકાર્યો હતો, જેમાં તેમની અરજીના “વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને કાર્બન ડેટિંગ”ને મંજૂરી આપવામાં આવી
સુનાવણી દરમિયાન શું થયું?
બાય ધ વે, હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલા આદેશનો અંદાજ ત્યારે જ લાગ્યો જ્યારે સુનાવણી દરમિયાન પૂછવામાં આવ્યું કે, શું વૈજ્ઞાનિક પરિક્ષણ કોઈપણ નુકસાન વિના કરી શકાય છે. હકીકતમાં આ કેસમાં કોર્ટે કેન્દ્ર સરકારના એડવોકેટ મનોજ કુમાર સિંહને પૂછ્યું હતું કે, શું શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વિના કાર્બન ડેટિંગ શક્ય છે? આનો જવાબ હામાં આપવામાં આવ્યો હતો અને ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે, આ કથિત શિવલિંગની અસલી ઉંમર જાણવા માટે કાર્બન ડેટિંગની મંજૂરી આપવામાં આવી શકે છે. આ સિવાય “કોર્ટે હિંદુ પક્ષની અરજી સ્વીકારી છે અને આદેશ આપ્યો છે કે મસ્જિદ પરિસરમાં મળેલી વસ્તુની કાર્બન ડેટિંગ સહિતની વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે. કોર્ટે અગાઉ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાનો અભિપ્રાય માંગ્યો હતો, જેમાં તેમણે કોર્ટને કહ્યું હતું કે, કાર્બન ડેટિંગ નવી પદ્ધતિ દ્વારા કરી શકાય છે, જ્યાં માળખાને નુકસાન ન થાય”
શું હતો કેસ?
કેસની વાત કરીએ તો, ગયા વર્ષે 16 મેના રોજ કથિત શિવલિંગ જ્ઞાનવાપીમાં મળી આવ્યું હતું, ત્યારે હિન્દુ પક્ષે કહ્યું હતું કે, ભોલેનાથ મળી આવ્યા. ત્યારબાદ જ આ કથિત શિવલિંગનો સર્વે કરાવવા માટે જિલ્લા કોર્ટમાં માંગ કરવામાં આવી હતી. પરંતુ તે પછી કોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવા માટે તે સર્વેને મંજૂરી આપવામાં આવી ન હતી. હવે જ્યારે તેને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે હિન્દુ પક્ષ ઉત્સાહિત છે, જ્યારે જ્ઞાનવાપી મસ્જિદના લોકો હજી પણ કહી રહ્યા છે કે, તે વજુખાના છે અને તેને શિવલિંગ સાથે કોઈ લેવાદેવા નથી.
શું છે હિન્દુ-મુસ્લીમ પક્ષનો દાવો?
સર્વેક્ષણની કાર્યવાહી દરમિયાન, મસ્જિદ પરિસરની અંદર હિન્દુ પક્ષ દ્વારા “શિવલિંગ” અને મુસ્લિમ પક્ષ દ્વારા “ફુવારો” હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. 8 એપ્રિલ, 2022 ના રોજ સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ), વારાણસી, રવિ કુમાર દિવાકરના આદેશ પર વીડિયોગ્રાફિક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
હિન્દુ પક્ષના વકિલે શું કહ્યું?
શુક્રવારે સાંજે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ હરિ શંકર જૈને જણાવ્યું હતું કે, “હાઈકોર્ટ કહેવાતા મસ્જિદ પરિસરમાં મળેલા શિવલિંગની વૈજ્ઞાનિક તપાસ માટે અમારી પ્રાર્થના માટે સંમત થઈ છે. મુસ્લિમ પક્ષ કહે છે કે તે ફુવારો છે. આપણે કહીએ છીએ કે તે શિવલિંગ છે. કોર્ટે આદેશ આપ્યો છે કે શિવલિંગને કોઈ નુકસાન ન પહોંચે તેનું વિશ્લેષણ અને અભ્યાસ કરવામાં આવે.
આ પણ વાંચો – ગૌહત્યા કેસ અમરેલી : દોષિતને 10 વર્ષની સખત કેદની સજા સહિત 1 લાખનો દંડ ફટકાર્યો, શું હતો કેસ? શું છે કાયદો અને જોગવાઈ?
મુસ્લિમ પક્ષના વકિલે શું કહ્યું?
અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટી (AIMC) નું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ સૈયદ ફરમાન અહેમદ નકવીએ જણાવ્યું હતું કે, મસ્જિદ સમિતિ અને અન્ય લોકો સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવશે કે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવો જોઈએ કે નહીં. અમે ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લઈશું, એમ તેમણે જણાવ્યું હતું.