Gyanvapi Mosque Survey : વારાણસી જિલ્લા કોર્ટના આદેશ બાદ સોમવારે જ્ઞાનવાપી પરિસરમાં એએસઆઇની ટીમે સર્વે કર્યો હતો. આ દરમિયાન એએસઆઇની ચાર ટીમોએ અલગ અલગ જગ્યાએ સર્વે કર્યો હતો. ASI તરફથી સર્વે માટે ચાર અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં એક ટીમ પશ્વિમી દિવાલ પાસે, એક ટીમને ગુંબજોનો સર્વે, એક ટીમે મસ્જિદના ચબતરાનો અને એક ટીમે પરિસરનો સર્વે કર્યો હતો. એએસઆઈની ટીમોનો સર્વે આશરે ચાર કલાક સુધી ચાલ્યો હતો. જોકે, મુસ્લિમ પક્ષ તરફથી સર્વે રોકવા અંગે સુપ્રીમ કોર્ટે દાખલ અરજી પર સુનાવણી કર્યાબાદ સર્વે પર રોક લગાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે 26 જુલાઈ સાંજે પાંચ વાગ્યા સુધી સર્વે પર રોક લગાવી હતી. આ દરમિયાન મુસ્લિમ પક્ષે હાઇકોર્ટમાં અપીલ કરવાની રહેશે.
ચાર કલાકના સર્વેમાં શું મળ્યું?
ASIની 43 સર્વેયરની ટીમ સવારે સાત વાગ્યે જ જ્ઞાનવાપી પરિસરમાં પહોંચી ગઈ હતી. ટીમે જ્ઞાનવાપી મસ્જીદ પરિસરના બેરિકેટવાળા ક્ષેત્રના કેટલાક ભાગને માપ્યો. તસવીરો ખેંચી અને વીડિયો બનાવ્યા હતા. ટીમે આ દરમિયાન કેટલીક જગ્યાઓથી માટીના નમુના લીધા હતા. પીટીઆઈ અનુસાર સર્વેની કાર્યવાહી કર્યા બાદ હિન્દુ પક્ષના એક વકિલ સુભાષ નંદન ચતુર્વેદીએ સર્વેની કાર્યવાહી લગભગ ચાર કલાક ચાલી હતી. પહેલા આખા પરિસરનું અવલોકન કર્યું હતું. ચાર ટીમોએ ચારે બાજુ લગાવી હતી. સર્વે દરમિયાન ચાર કેમેરા પરિસરની ચારે બાજુ લગાવ્યા હતા.પરિસરમાં લાગેલા પથ્થરો અને ઇટોની પણ તપાસ કરવામાં આવી હતી. ચતુર્વેદીએ દાવો કર્યો હતો કે અમને વિશ્વાસ છે કે આખું પરિસર મંદિર જ છે. સર્વેનું પરિણામ અમારા પક્ષમાં જ આવશે.
સર્વેમાં કોણ કોણ હાજર રહ્યું?
ASIના સર્વેમાં પણ પક્ષોના વકીલ અને પક્ષકારો પણ હાજર રહ્યા છે. આ દરમિયાન ચાર હિન્દુ પક્ષકારો રેખા પાઠક, મંજૂ વ્યાસ, સીતા સાહુ અને લક્ષ્મી દેવીની સાથે જ તેમના વકીલ સુભાષ નંદન ચતુર્વેદી અને સુધીર ત્રિપાઠી હાજર રહ્યા હતા. આ સાથે જ શ્રૃંગાર ગૈરી જ્ઞાનવાપી મામલામાં ઉત્તર પ્રદેશ સરકારના વિશેષ વકલી રાજેશ મિશ્રા પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત વરિષ્ઠ પ્રશાસનિક અધિકારી પર હાજર રહ્યા હતા.
ગત વર્ષે થયો હતો સર્વે
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 6-7 વારાણસી જિલ્લા કોર્ટના આદેશ બાદ કોર્ટ કમિશ્નરની દેખરેખમાં સર્વે થયો હતો. આ દરમિયાન સર્વેમાં મસ્જિદમાં હિન્દુ દેવી-દેવાતોની કલાકૃતિઓ મળી હતી. આ ઉપરાંત અનેક સર્વે ચિન્હ મળ્યા છે. સનાતન સંસ્કૃતિથી જોડાયેલા છે. આ ઉપરાંત એક કથિત શિવલિંગ મળ્યું હતું. જેમાં મુસ્લિમ પક્ષે ફૂવારો ગણાવ્યો હતો. ગત વર્ષે થયાલે સર્વેમાં માત્ર હાજર સ્થિતિની તપાસ કરવામાં આવી હતી. જેમાં પરિસરના ફોટો, વીડિયોગ્રાફી કરાઈ હતી. જોકે, એ સર્વેમાં કોઈપણ પ્રકારની સાઇન્ટિફિક તપાસ કરવામાં આવી નથી.





