જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ : કેમ અચાનક વારાણસીમાં ‘પોલીસ કાફલો’ ગોઠવી દેવાયો, જાણો મોટું કારણ

જ્ઞાનવાપીનો સર્વે રિપોર્ટ જાહેર થયા બાદથી યુપી પોલીસ દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે, વારાણસીમાં મોટો પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે, દરેક ચેકિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું.

Written by Kiran Mehta
Updated : January 26, 2024 19:10 IST
જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ : કેમ અચાનક વારાણસીમાં ‘પોલીસ કાફલો’ ગોઠવી દેવાયો, જાણો મોટું કારણ
Gyanvapi Survey Report

જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ સાર્વજનિક થયા બાદ યુપી પોલીસ એક્શનમાં આવી ગઈ છે. વારાણસી પોલીસ કમિશનર મુથા અશોક જૈને આદેશ આપ્યો છે કે, ચેંકિગ ઓપરેશનમાં તકેદારી રાખવામાં આવે. આ સંદર્ભે કમિશનરેટ પોલીસ અને એલઆઈયુને વધુ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ બાદ પોલીસ સૂત્રોનું કહેવું છે કે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગંભીરતાથી નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ અફવાઓ ફેલાવીને વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરે તો તેનું તાત્કાલિક ખંડન કરવું જોઈએ અને સંબંધિત વ્યક્તિ સામે અસરકારક નિવારક પગલાં લેવા જોઈએ.

જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ સાર્વજનિક

તમને જણાવી દઈએ કે, જ્ઞાનવાપી સંકુલના આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)નો સર્વે રિપોર્ટ બુધવારે કેસના પક્ષકારો દ્વારા સાર્વજનિક કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન 32 સ્થળોએ મંદિર સંબંધિત પુરાવા મળ્યા હતા. પક્ષકારો દ્વારા આપવામાં આવેલ સર્વે રિપોર્ટ 839 પાનાનો છે.

Gyanvapi Survey Report varanasi police
વારાણસીમાં પોલીસ બંદબસ્ત ગોઠવાયો (ફોટો – એએનઆઈ)

જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે બુધવારે જ્ઞાનવાપીનો સર્વે રિપોર્ટ હિન્દુ અને મુસ્લિમ પક્ષકારોને આપવાનો આદેશ કર્યો હતો. પક્ષકારોને ગુરુવારે કોર્ટમાંથી તેની નકલ મળી હતી.

જ્ઞાનવાપી એક મોટું હિન્દુ મંદિર છે. તેને તોડીને મસ્જિદ બન્યું

જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ કોપી મળ્યા બાદ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ વિષ્ણુ શંકર જૈને હિંદુ પક્ષ વતી મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, સર્વેક્ષણે સાબિત કર્યું છે કે જ્ઞાનવાપી એક મોટું હિન્દુ મંદિર છે. તેને તોડીને મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું. હવે સીલ કરાયેલ વેરહાઉસનો સર્વે કરવાની વિનંતી કરવામાં આવશે.

ASIએ 18 ડિસેમ્બરે કોર્ટમાં સીલબંધ પરબીડિયામાં અભ્યાસ અહેવાલ રજૂ કર્યો હતો. તે જ દિવસે હિંદુ પક્ષે સર્વે રિપોર્ટ સાર્વજનિક કરવા કોર્ટમાં માંગ કરી હતી, પરંતુ મુસ્લિમ પક્ષે તેનો વિરોધ કર્યો હતો. જો કે, બાદમાં મુસ્લિમ પક્ષે પણ કોર્ટ પાસેથી કોપી સોંપવાની માંગ કરી હતી, જેના પર સુનાવણી 3 જાન્યુઆરીએ થવાની હતી.

આ પણ વાંચો – Gyanvapi ASI Report: જ્ઞાનવાપી મસ્જિદ પહેલા હિંદુ મંદિર હતુ, દેવી-દેવતાની મૂર્તિઓ મળી; ASIના સર્વે રિપોર્ટમાં દાવો

પરંતુ, તે દિવસે સુનાવણી થઈ ન હતી. 5 જાન્યુઆરીએ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈ નિર્ણય આવી શક્યો ન હતો. આ પછી, 24 જાન્યુઆરીએ સુનાવણીમાં કોર્ટે બંને પક્ષોને સર્વે રિપોર્ટની હાર્ડ કોપી આપવાનો નિર્ણય સંભળાવ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ