હલ્દવાની હિંસા : 11 ટીમો, 280 ઘર પર દરોડા…, માસ્ટરમાઈન્ડ અબ્દુલ મલિકને પકડવા પોલીસે બનાવ્યો આ પ્લાન

હલ્દવાની બાનભૂલપુરા હિંસાનો મુખ્ય આરોપી અબ્દુલ મલિક ધરપકડથી હજુ દુર છે, પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ અનેક જગ્યાએ દરોડા પાડી તેને શોધી રહી.

Written by Kiran Mehta
February 20, 2024 11:11 IST
હલ્દવાની હિંસા : 11 ટીમો, 280 ઘર પર દરોડા…, માસ્ટરમાઈન્ડ અબ્દુલ મલિકને પકડવા પોલીસે બનાવ્યો આ પ્લાન
હલ્દવાની હિંસા - મુખ્ય આરોપી અબ્દુલ મલિક હજુ ફરાર

ઉત્તરાખંડના બાનભૂલપુરા હિંસાના મુખ્ય આરોપી અબ્દુલ મલિક હજુ પણ ફરાર છે. પોલીસ તેને પકડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તે હજુ પણ પોલીસની પકડમાંથી બહાર છે. અબ્દુલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે. અબ્દુલની શોધમાં ઉત્તરાખંડ, દિલ્હી અને મુંબઈ સુધી જાળ બિછાવી દેવામાં આવી છે.

પોલીસ બાતમીદારોની મદદ લઈ રહી છે. ઉપરાંત સુરક્ષા એજન્સીઓ પણ મદદ કરી રહી છે. જો કે હજુ સુધી અબ્દુલનો પત્તો લાગ્યો નથી. પોલીસનું કહેવું છે કે, ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

પોલીસે અબ્દુલને પકડવા ખાસ તૈયારીઓ કરી

પોલીસે હલ્દવાની હિંસાના મુખ્ય આરોપી અબ્દુલ મલિકની ધરપકડ કરવા માટે ખાસ તૈયારીઓ કરી છે. અત્યાર સુધી પોલીસે આ કેસમાં અનેક આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ અબ્દુલને દિલ્હી અને મુંબઈ સહિત અનેક શહેરોમાં શોધી રહી છે. પોલીસે દરોડા પાડીને અનેક આરોપીઓની ધરપકડ કરી હતી.

અબ્દુલની ધરપકડ કરવા માટે દરેક જગ્યાએ પોલીસ અને સુરક્ષા એજન્સીઓને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે, મલિક અને મોઈદના મોબાઈલ સ્વીચ ઓફ છે. તેનું લોકેશન ટ્રેક નથી થઈ રહ્યું. તેથી પોલીસ બાતમીદારોની મદદ લઈ રહી છે.

વાસ્તવમાં, 8 ફેબ્રુઆરીએ હલ્દવાની હિંસા મામલામાં બાનભૂલપુરામાં મદરેસામાં થયેલી કાર્યવાહી બાદ હિંસા ફાટી નીકળી હતી. આ કેસમાં ત્રણ અલગ-અલગ કેસ નોંધાયા હતા. આ હિંસાની તપાસમાં ત્રણ અધિકારીઓ સામેલ છે. પોલીસની ઘણી ટીમો ત્યાં તૈનાત કરવામાં આવી છે.

11 ટીમોએ 280 ઘરમાં દરોડા પાડ્યા હતા

પોલીસના જણાવ્યા અનુસાર, મલિકનું લોકેશન જાણી શકાતુ નથી. જો કે, ઘણા બાતમીદારો આ માટે રોકાયેલા છે. ઘણી સ્થાનિક પોલીસ દરેક ખૂણે-ખૂણા પર નજર રાખી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 11 ટીમોએ લગભગ 280 ઘરોમાં દરોડા પાડ્યા છે. પોલીસનું કહેવું છે કે, મલિકની ઘણા શહેરોમાં મજબૂત પકડ છે. આવી સ્થિતિમાં પોલીસ આ શહેરોમાં પણ તેને શોધી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મલિક અને તેના પુત્ર મોઈદ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. પિતા-પુત્ર સામે કેસનોંધાઈ ગયો છે, કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. બંને પિતા-પુત્રની ધરપકડ માટે પોલીસ સતત દરોડા પાડી રહી છે. બંને આરોપીઓની પત્નીઓ પણ ઘરેથી ગુમ છે.

આ પણ વાંચો – NRC પર મમતા બેનર્જીએ, કહ્યું – લોહી આપી દઇશું પણ એનઆરસી લાગુ નહીં કરીએ

આ મામલામાં નૈનીતાલના એસએસપી પીએન મીનાએ કહ્યું કે, અત્યાર સુધીમાં નવમાંથી પાંચ વોન્ટેડ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અબ્દુલ મલિક અને મોઈદની શોધ ચાલુ છે. ટીમો શોધખોળમાં વ્યસ્ત છે. ટૂંક સમયમાં મલિક અને પુત્રની ધરપકડ કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ