સુપ્રીમ કોર્ટે હલ્દવાની રેલ્વે જમીન કેસ (Haldwani railway land case) માં નૈનીતાલ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું છે કે 50 હજાર લોકોને રાતોરાત હટાવી શકાય નહીં. આ સાથે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને રેલવેને પણ નોટિસ પાઠવી છે. અહીં હાઈકોર્ટના નિર્ણય બાદ 8મી જાન્યુઆરીએ બુલડોઝર ચલાવવાના હતા, જેના પર હવે સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મુકી દીધો છે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ભાજપ (BJP) અને કોંગ્રેસે (Congress) આવકાર્યો છે, પરંતુ બંને પક્ષ એકબીજા પર વાર પલટવાર કરીને આ સ્થિતિ માટે જવાબદાર ગણાવી રહ્યા છે.
સમગ્ર મામલે હલ્દવાનીના કોંગ્રેસના MLA સુમિત હ્રદયેશે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે ખાસ વાતચીત કરી હતી. સુમિત હ્રદયેશે જણાવ્યું હતું કે, “કાયદાની નિષ્પક્ષ પ્રક્રિયાને આવકારી છીએ. તેમજ આ વિસ્તારમાં સંતુલન જાળવાશે. આ સાથે સુમિત હ્રદયેશે જણાવ્યું હતું કે, અમને વિશ્વાસ હતો કે, આ મુદ્દે સુપ્રીમ કોર્ટ સ્ટેનો જ આદેશ આપશે. અમને ખુશી છે કે, કાયદાની નિયત અને નિષ્પક્ષ પ્રક્રિયા થઇ”.

તો બીજેપી પ્રવક્તા અને ઉતરાખંજ વક્ફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સે નિવેદન આપ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટે સ્ટેનો આદેશ ન આપ્યો હોત તો અમે પ્રભાવિક વિસ્તારમાં 18 વક્ફ સંપતિઓને બચાવવા માટે કોર્ટના શરણે ગયા હોત. આ સાથે શાદાબ શમ્સે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, વક્ફ બોર્ડને જરૂરિયાત સમયે લોકોની મદદ કરવામાં ખુશી થશે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ મામલા અંગે જણાવ્યું હતું કે, “શરૂઆતથી જ સરકારનું માનવુ હતું કે, આ મામલો અદાલતમાં હોવાના કારણે તે તેના પ્રમાણે કામ કરશે, અદાલત જે પણ આદેશ આપશે તેનુ પાલન કરશે”.
હલ્દવાની જમીન વિવાદ મામલે રવિશંકર જોશીએ કોર્ટમાં વર્ષ 2013માં જનહિતની અરજી દાખલ કરી હતી. જેમાં દાવો એવો દાવો કર્યો હતો કે, આ ક્ષેત્રમાં ગેરકાનૂની રીતે ખનન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ગૌલા નદી પરનો એક પુલ ધરાશાયી થઇ ગયો હતો. આ સંદર્ભે ઉત્તરાખંડ સરકારે વર્ષ 2016માં એક સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં દાવો કર્યો હતો કે, આ જમીન તેની માલિકીની છે. કારણ કે તે કોઇ સીમાકંન ધરાવતું નથી. જો કે તેની આ રિવ્યુ પિટીશનને કોર્ટમાં ફગાવી દેવામાં આવી હતી.
વર્ષ 2016માં રાજ્યની કોંગ્રેસ સરકાર અને સ્થાનિય MLA ઇંદિરા હ્રદયેશે એક કાયદો અમલી કર્યો હતો. આ અધિનિયમ હેઠળ, 2016 પહેલા સ્થપાયેલી તમામ અનિયમિત વસાહતો, પછી ભલે તે રાજ્યની માલિકીની જમીન પર હોય, રેલવેની હોય કે સંરક્ષણની હોય. આ તમામને નિયમિત કરવાની હતી, અથવા કોઈપણ તોડી પાડવામાં આવે તે પહેલાં રહેવાસીઓનું પુનર્વસન કરવામાં આવે.
સુમિત હ્રદયેશ અનુસાર, થોડા મહિના પહેલા નગર નિગમ ચિન્હિત 600માંથી લગભગ 20 જેટલા વસાહતોને આ અઘિનિયમ હેઠળ તોડી પાડવામાં આવી હતી.
ડિસેમ્બર 2022માં રેલવે વિભાગ દ્વારા હાઇકોર્ટના 176 પાનાના ચુકાદામાં, જેણે રેલ્વે દ્વારા દાવો કરાયેલી જમીનમાંથી 4,000થી વધુ પરિવારોને બહાર કાઢવા માટે “બળનો ઉપયોગ” કરવાનો અધિકાર આપ્યો હતો, રાજ્યના અગાઉના હસ્તક્ષેપ પર ટિપ્પણી કરી હતી. અમુક નિશ્વિત રાજનીતિક ઢાલને કારણે શાસક પક્ષ દ્વારા અનઅધિકૃત કબજેદારોને રાજકીય લાભ માટે તત્કાલિન (SIC) આપવામાં આવી હતી, માત્ર વોટબેંકને સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકારે સમીક્ષા પિટિશન દાખલ કરી હતી. અદાલતને મતે આ અરજીને ડિવિઝન બેંચે 10 જાન્યુઆરી 2017ના રોજ ફગાવી દેવામાં આવી હતી.
હલ્દી જમીન વિવાદ મામલે અસરગ્રસ્તોએ દાવો કર્યો હતો કે, તેમને અહીંથી હટાવવા અને તેમના ઘરોને તોડવા એ સત્તારૂઢ ભાજપની કોંગ્રેસને મત આપવાના કારણે બદલો લેવાની રાજનીતિ છે. મહત્વનું છે કે, વર્ષ 2021માં વિધાનસભા ચૂંટણીમાં બનભૂલપુરાના લોકોએ પોતાનો મત કોંગ્રેસ ઉમેદવાર સુમિત હ્રદયેશને આપ્યો હતો. મળતી માહિતી અનુસાર સુમિતને આ વિસ્તારમાંથી લગભગ 30 હજાર જેટલા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને માત્ર 100 આસપાસ જ મોટ મળ્યા હતા. એટલે સરકાસ સંદેશ આપવા માંગે છે કે, ‘આ બદલાની રાજનીતિ છે’
અસરગ્રસ્તોના આરોપ પર ભાજપના શાદાબ શમ્સે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “કોંગ્રેસે તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવાના બદલે આ મુદ્દાના આધારે તેને મત મેળવ્યા છે, લોકોએ ડરી ડરીને કોંગ્રેસને મત આપ્યા છે. શાદાબ શમ્સે કોંગ્રેસ પર લોકોમાં ભ્રમ પેદા કરીને આ મુદ્દા પર રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો છે. આ દાવ કોંગ્રેસ ખેલી રહી છે. આ સાથે શાદા શમ્સે પોતાના નિવેદનમાં કહ્યું કે, વર્ષ 2013માં જ્યારે આ મામલે જનહિત અરજી દાખલ કરાઇ હતી ત્યારે કોંગ્રેસ રાજ્ય અને કેન્દ્રમાં સત્તા પર હતી. જો એ સમયે કોંગ્રેસે યોગ્ય નિર્ણય લીધો હોત તો આજે પરિસ્થિતિ પેદા ન થઇ હોત. કોંગ્રેસે માત્ર વોટબેંકની રાજનીતિ જ કરી છે, લોકોને ડરાવીને રાખ્યા છે”.
વધુમાં શાદાબ શમ્સે કહ્યું કે, “લોકોની સમસ્યાને ઉકેલવાના બદલે કોંગ્રેસ નેતા ઇંદિરા હ્રદયેશે એક રિવ્યૂ અરજી દાખલ કરી. કોંગ્રેસ લોકોને ગેરકાનૂની રીતે વસાવે છે જેથી હાંકી કાઢવાના ભયથી લોકો તેને મત આપે”.