scorecardresearch

adani મામલે કોંગ્રેસથી અલગ છે શરદ પવારના અભિપ્રાય, બોલ્યા ‘મુદ્દાને જરૂરત કરતા વધારે મહત્વ આપવામાં આવ્યું’

sharad pawar on adani case : ઇન્ટરવ્યૂ દરમિયાન શરદ પવારે શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિપોર્ટની જેપીસી રિપોર્ટની કોંગ્રેસની માંગણીથી પોતાને અલગ કરી દીધા હતા.

sharad pawar on adani case, shard pawar news
શરદ પવારની ફાઇલ તસવીર

NCP ચીફ શરદ પવારે અદાણી ગ્રૂપ મુદ્દા પર વિપક્ષના નેતાઓથી અલગ અભિપ્રાય આપ્યો હતો. તેમણે શુક્રવારે આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમનું માનવું છે કે અદાણી ગ્રૂપને અજ્ઞાત સંસ્થાઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યું છે. ઇન્ટરવ્યૂમાં શરદ પવારે આ સંસ્થાઓના ઇરાદાઓ ઉપર પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો.

ઇન્ટરવ્યૂ દરમિયાન શરદ પવારે શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિપોર્ટની જેપીસી રિપોર્ટની કોંગ્રેસની માંગણીથી પોતાને અલગ કરી દીધા હતા. અને કહ્યું હતું કે આ મામલા પર કોંગ્રેસના નેતૃત્વવાળા વિપક્ષ દ્વારા સંસદ કરવાના નિર્ણયથી સહમત નથી.

શરદ પવારે કહ્યું કે આ વખતે મુદ્દાઓને જરૂરત કરતા વધારે મહત્વ આપવામાં આવે છે. નિવેદન આપનારા આ લોકો (હિડનબર્ગ) વશે સાંભળ્યું નથી. તેની પૃષ્ઠભૂમિ શું છે, જ્યારે તેઓ આવા મુદ્દા ઉઠાવે છે તો આખા દેશમાં હંગામો ઉભો થઇ જાય છે. જેની કિંમત દેશની અર્થ વ્યવસ્થાને ચૂકવવી પડે છે. આપણે આવી બાબતોને અવગણી ન શકીએ. એવું લાગે છે કે આ ટાર્ગેટેડ હતું.

ઇન્ટરવ્યૂમાં બીજું શું બોલ્યા શરદ પવાર?

શરદ પવારે કહ્યું કે અદાણી મામલે તપાસ માટે એક માંગ ઉઠાવવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટે પહેલ કરી અને એક સમિતિ રચી જેમાં સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ, નિષ્ણાંતો, એડમિનિસ્ટ્રેટર અને અર્થશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું કે સમિતિને આપેલા દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. એક સમય સીમા આપવામાં આવી છે. તપાસ રિપોર્ટ પ્રસ્તુત કરવા માટે કહેવાયું છે. તેમણે કહ્યું કે વિપક્ષ આ મામલાને સંસદીય કમિટીની તપાસ માંગે છે અને સંસદમાં બીજેપીમાં બીજેપી પાસે બહુમતી છે. શરદ પવારે કહ્યું કે આ ડિમાન્ડ રુલિંગ પાર્ટી સામે હતી.

સત્તારુઢ પાર્ટીની સામે તપાસ કરવા માટે સમિતિમાં સત્તા પક્ષના બહુમતવાળા સભ્યો હશે. તો સાચું કેવી રીતે સામે આવશે. આશંકાઓ થઇ શકે છે. જો સુપ્રીમ કોર્ટ આ મામલે તપાસ કરે તો કોઈ પ્રભાવ નહીં પડે અને સચ્ચાઇ સામે આવવાની સંભાવના વધારે છે.

Web Title: Harad pawars opinion is different from congress on adani issue

Best of Express