/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Ashok-Tanwar.jpg)
હરિયાણામાં અશોક તંવરે ગુરુવારે આપમાંથી રાજીનામું આપ્યું (તસવીર - Twitter/Ashok Tanwar)
Ashok Tanwar resigns : હરિયાણામાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યમાં પાર્ટીની ચૂંટણી સમિતિના અધ્યક્ષ અશોક તંવરે ગુરુવારે રાજીનામું આપી દીધું હતું. અશોક તંવરે પોતાના રાજીનામાનું કારણ રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ ગણાવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અશોક તંવર શનિવારે ભાજપમાં જોડાઈ શકે છે.
અશોક તંવરનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે લોકસભા ચૂંટણી નજીક છે અને પાર્ટી રાજ્યમાં અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. લોકસભાની ચૂંટણી પછી ટૂંક સમયમાં હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે.
આપ નેતા અશોક તંવરે અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં જણાવ્યું કે વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને કોંગ્રેસ સાથેના તમારા જોડાણને જોતાં, મારી નૈતિકતા મને ચૂંટણી પ્રચાર સમિતિ, આમ આદમી પાર્ટી, હરિયાણાના અધ્યક્ષ તરીકે ચાલુ રહેવાની મંજૂરી આપશે નહીં. તેથી કૃપા કરીને આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી અને અન્ય તમામ જવાબદારીઓમાંથી મારું રાજીનામું સ્વીકારો.
આ પણ વાંચો - અયોધ્યા રામ મંદિર : કેવી રીતે થાય છે પ્રાણ પ્રતિષ્ઠા? મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું
आम आदमी पार्टी से मेरा इस्तीफा..!!@ArvindKejriwalpic.twitter.com/zzar2NLwP8
— Ashok Tanwar (@Tanwar_Indian) January 18, 2024
અશોક તંવરે પોતાના પત્રમાં વધુમાં જણાવ્યું છે કે દેશના એક જવાબદાર નાગરિક અને વિદ્યાર્થી જીવનથી રાજકારણમાં સક્રિય રહેવાને નાતે, હું હંમેશા માનું છું કે બંધારણ, દેશ અને તેના લોકો પહેલા આવે છે. હું હરિયાણા અને મારા પ્રિય દેશ ભારત અને તેના લોકોની સુખાકારી માટે કામ કરવાનું ચાલુ રાખીશ.
આ પહેલા પાર્ટીના નેતા નિર્મલ સિંહ અને તેમના પુત્રી ચિત્રા કોંગ્રેસમાં સામેલ થઈ ચૂક્યા છે. બંને નેતાઓ પહેલા કોંગ્રેસમાં હતા. અશોક તંવરના નજીકના સાથીઓએ પહેલેથી જ સંકેત આપી દીધા હતા કે તેઓ નારાજ છે અને આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. અશોક તંવરના નજીકના સહયોગી જગબીર જોગનાખેડાએ પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us