scorecardresearch

હરિયાણા પોલીસનો સાયબર અપરાધીઓ પર ‘હલ્લાબોલ’ – 5000 પોલીસ જવાનોની ટીમે 14 ગામમાં દરોડા પાડી 125 હેકર્સને દબોચ્યા

Haryana Police cyber crime : હરિયાણા પોલીસે ‘જામતાડા’ કહેવાતા નૂંહ-મેવાત ગામમાં સાયબર અપરાધીઓ પર દરોડા પાડીને 125 હેકર્સને ઝડપી પાડ્યા આ દરોડામાં પોલીસે મોટી સંખ્યામાં મોબાઇલ, સીમ કાર્ડ, લેપટોપ, સ્વાઇપ મશીન અને હથિયારો જપ્ત કર્યા.

cyber crime
પ્રાથમિક તપાસમાં પકડાયેલા આરોપીઓનું અન્ય રાજ્યોના સાયબર ગુનેગારો સાથે જોડાણ પણ સામે આવ્યું.

હરિયાણા પોલીસે એક સ્પેશિયલ ઓપરેશન હેઠળ સાયબર અપરાધીઓ ઉપર દરોડા પાડીને મોટી સંખ્યામાં મોબાઇલ, લેપટોપ અને 125 હેકર્સ અને સાયબર ઠગોને ઝડપી લીધા છે. હરિયના ‘જામતાડા’ કહેવાતા નૂંહ-મેવાતમાં હરિયાણા 5000 હજારથી વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીની અલગ-અલગ ટીમોએ એક સાથે ઘણા ઠેકાણાંઓ પર યોજનાબદ્ધ રીતે દરોડા પાડ્યા છે.

સાયબર ક્રાઇમના હોટસ્પોટ પર હરિયાણા પોલીસનો હલ્લા-બોલ

ઓનલાઇન મની ફ્રોડમાં સંડોવાયેલા સાયબર અપરાધીઓ સામેના એક મોટા ઓપરેશનમાં, હરિયાણા પોલીસે નૂહ જિલ્લામાં અનેક સાયબર ફ્રોડના હોટસ્પોટ્સના પર દરોડા પાડ્યા હતા.

5000 પોલીસ કર્મીઓની 102 ટીમ અને 14 ગામમાં એક સાથે દરોડા

સાયબર ક્રાઇમ અને અપરાધીઓ વિરુદ્ધ હરિયાણા પોલીસનું આ એક મેગા ઓપરેશન હતું. જેમાં 5,000 થી વધુ પોલીસ કર્મચારીઓની 102 ટીમોએ ગુરુવારે મોડી રાત્રે નૂંહ- મેવાત જિલ્લાના 14 ગામોમાં દરોડા પાડ્યા હતા. જ્યાં 125 હેકર્સ અને સાયબર અપરાધીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

આ દરોડા દરમિયાન પોલીસ ટીમોએ એટીએમ કાર્ડ, સ્માર્ટફોન, લેપટોપ, આધાર કાર્ડ અને કાર્ડ સ્વાઇપ મશીનની સાથે અન્ય વસ્તુઓનો વિશાળ જથ્થો જપ્ત કર્યો હતો . પોલીસે જણાવ્યું હતું કે,આગાળની કાર્યવાહી માટે માટે શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

દરોડા વિશે વધુ માહિતી આપતાં, હરિયાણા પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “નુહ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સાયબર ફ્રોડની કામગીરી થતી હોવાના ઇનપુટ્સ મળ્યા હતા. ત્યારબાદ પોલીસે સાયબર ક્રાઇમને રોકવા માટે એક વ્યૂહરચના તૈયાર કરી. આ ગુપ્ત માહિતીના આધારે, પોલીસે સૌપ્રથમ સાયબર ક્રાઈમના હોટસ્પોટને ઓળખી કાઢ્યા, ઠેકાણાં પર બાજ નજર રાખવામાં આવી અને ત્યારબાદ વિશાળ પોલીસ દળ સાથે વારાફરતી દરોડા પાડવામાં આવ્યા. હરિયાણા પોલીસે એક એસપી, છ વધારાના એસપી, 14 ડીએસપી અને અન્ય પોલીસકર્મીઓ સહિત 5,000 થી વધુ પોલીસકર્મીઓની અલગ-અલગ ટીમો બનાવી છે.”

14 ગામમાં હરિયાણા પોલીસે મોડી રાત્રે દરોડા પાડ્યા

હરિયાણા પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, “પોલીસની વિવિધ ટીમોએ એક સાથે નક્કી કરાયેલા 14 ગામો- પુનાના, પિનાંગવા, ફિરોઝપુર ઝિરકા અને બિછોર વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. ગુરુવારની રાત્રે 11.30 કલાકે દરોડા પાડવાનું શરૂ કર્યુ હતુ અને મોડી રાત સુધી કાર્યવાહી ચાલી હતી. આ ઓપરેશનનો કુલ સમયગાળો પોલીસ ટીમના બ્રિફિંગથી લઈને વિવિધ ઠેકાણાંઓ પર સર્ચ ઓપરેશન સુધી 24 કલાકનો હતો. હરિયાણાના ડીજીપી પીકે અગ્રવાલના નિર્દેશો બાદ, ડીઆઈજી (એસટીએફ) સિમરદીપ સિંહ અને એસપી નુહ વરુણ સિંગલાએ આ સમગ્ર ઓપરેશનને સફળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.”

પોલીસ ટીમને સાયબર ટ્રેઇનિંગ અપાઇ

એસપી સિંગલાએ જણાવ્યું હતું કે, “4 એપ્રિલથી 8 એપ્રિલ દરમિયાન ભોંડસીમાં આયોજિત સાયબર ટ્રેઇનિંગ પ્રોગ્રામ બાદ, ગુપ્ત માહિતી અને અન્ય ઇનપુટ્સ મળ્યા બાદ નૂહમાં સાયબર ઠગ્સ પર કાર્યવાહી કરવા માટેના આ વિશેષ ઓપરેશનની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. પોલીસે સૌપ્રથમ જિલ્લામાં સાયબર ક્રાઈમના હોટસ્પોટ ગણાતા 14 ગામોને મેપ કરીને ટાર્ગેટ પોઇન્ટ નક્કી કર્યા હતા. જે ગામોમાં દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં ખેડલા, લુહિંગા ખુર્દ, લુહિંગા કલાન, ગોકલપુર, ગોધોલા, અમીનાબાદ, મહુ, ગુલાલતા, જૈમત, જાખોપુર, નાઈ, તિરવારા, મામલિકા અને પાપડાનો સમાવેશ થાય છે. 8 એપ્રિલથી, નૂહ જિલ્લામાં પોલીસ દ્વારા સાયબર છેતરપિંડીના કેસમાં સંડોવાયેલા 20 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે.

પકડાયેલા વ્યક્તિઓ અને તેમની પાસેથી રિકવરી અંગેની વિગતો આપતા પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, “નાઇ ગામમાંથી સૌથી વધુ સંખ્યામાં 31 સાયબર ગુનેગારોને પકડવામાં આવ્યા છે, ત્યારબાદ લુહિંગા કલાન ગામમાંથી 25, જૈમત અને જાખોપુરમાંથી 20-, ખેડલા અને તિરવાડામાં 17 અને અમીનાબાદમાંથી 11 સાયબર અપરાધીઓની ધરપકડ કરાઇ છે.”

10,000 રૂપિયાનું ઇનામ છે તેવો અપરાધી પણ પકડાયો

પ્રવક્તાએ ઉમેર્યું, “પોલીસે તેના પર 10,000 રૂપિયાનું ઈનામ છે તેવો એક ગુનેગાર પણ પકડાયો છે. ધરપકડ કરાયેલા ગુનેગારો અને હેકરો પાસેથી કુલ 66 સ્માર્ટફોન, 65 નકલી સિમ, 166 આધાર કાર્ડ, ત્રણ લેપટોપ, વિવિધ બેંકોના 128 એટીએમ કાર્ડ, બે કાર્ડ સ્વાઇપ મશીન, એક એઇપીએસ મશીન, છ સ્કેનર, પાંચ પાન કાર્ડ વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાત દેશી બનાવટની પિસ્તોલ, બે કારતૂસ, બે કાર, ચાર ટ્રેક્ટર-ટ્રોલી, 22 મોટરસાઈકલ પણ મળી આવ્યા છે. પોલીસ દ્વારા સાયબર અને અન્ય ગુનાહિત કેસોમાં સંડોવાયેલા 69 આરોપીઓને ટાર્ગેટ બનાવીને દરોડા પાડવામાં આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં પકડાયેલા આરોપીઓનું અન્ય રાજ્યોના સાયબર ગુનેગારો સાથે જોડાણ પણ સામે આવ્યું છે અને આ સંદર્ભે વધુ તપાસ ચાલી રહી છે, એવું પોલીસે જણાવ્યું હતું.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Web Title: Haryana police 102 teams raids nuh mewat 14 villages 125 cyber criminals

Best of Express