/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/bse-sensex-share-market-30.jpg)
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટરે અપરિણીત લોકો માટે પેન્શન યોજનાની ઘોષણા કરી. (Express file)
Haryana Unmarried Pension News: અપરિણીત અને વાંઢા લોકો માટે એક ખુશખબર છે. લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને હરિયાણા રાજ્યના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે અનેક લોભામણી જાહેરાતો કરી છે, જેમાં રાજ્યના અપરિણીત અને વાંઢાઓને રાજય સરકાર તરફથી પેન્શન આપવાની ઘોષણા કરવામાં આવી છે. આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે અપરિણીત અને વાંઢા પુરુષની ઉંમર 45 વર્ષથી વધુ હોવી જોઇએ.
હરિયાણાના અપરિણીત અને વાંઢા પુરુષોને મળશે પેન્શન
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે થોડા સમય પહેલા કરનાલમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે અપરિણીત લોકો માટે પેન્શન યોજના શરૂ કરવાની વાત કરી હતી. ગુરુવારે તેમણે ઘોષણા કરી છે કે, હવે હરિયાણાના આવા અપરિણીત લોકોને દર મહિને પેન્શન આપવામાં આવશે, જેમની ઉંમર 45 થી 60 વર્ષ વચ્ચે છે. આવા અપરિણીતોન હરિયાણાની રાજ્ય સરકાર દર મહિને 2750 રૂપિયાનું પેન્શન આપશે.
અપરિણીત પેન્શન યોજનાનો લાભ કોણ લઇ શકશે
હરિયાણાના મુખ્યમંત્રીએ અપરિણીત પેન્શન યોજનાનો લાભ લેવા માટે અમુક નિમયો નક્કી કર્યા છે, જે અનુસાર…
- જે અપરિણીત કે વાંઢા પુરુષની વાર્ષિક આવક 1.80 લાખ રૂપિયા સુધી હોવી જોઇએ
- 45થી 60 વર્ષના અપરિણીત પુરુષોને આ પેન્શન યોજનાનો લાભ મળશે
- અપરિણીત પુરુષોની સાથે સાથે તેમની પત્નીનું અવસાન થયુ છે તેવા પુરુષોને પણ આ પેન્શન યોજનાનો લાભ મળશે
- વાર્ષિક 3 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા વિધુરો આ અપરિણીત પેન્શન યોજનાનો લાભ મેળવી શકશે
- 60 વર્ષ બાદ આ તમામ લોકોને વૃદ્ધાવસ્થા પેન્શનનો લાભ મળશે
રાજ્યમાં 65000 અપરિણીત લોકો
આંકડા મુજબ હરિયાણામાં અપરિણીત લોકોની સંખ્યા લગભગ 65,000 છે. વિધવા/વિધુર કેટેગરીમાં પેન્શનરોની સંખ્યા આશરે 6,000 હોવાનો અંદાજ છે. સીએમએ કહ્યું કે પેન્શન સ્કીમનો લાભ લઈ રહેલા આ લોકોની ઉંમર 60 વર્ષ થયા બાદ તરત જ તેમને વૃદ્ધાવસ્થા પેન્શનનો લાભ મળવા લાગશે.
સરકારી તિજોરી પર વાર્ષિક 240 કરોડનો બોજો
અપરિણીત લોકો માટે પેન્શન યોજનાની ઘોષણા કરતા હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે આ પેન્શન યોજનાથી સરકારી તિજોરી પર 240 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. એટલે આ અપરિણીત પેન્શન યોજના માટે સરકારે દર મહિને 20 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર બજેટની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ લાભાર્થીઓને યોજનાનો સંપૂર્ણ લાભ મળશે. હાલમાં હરિયાણામાં 18 લાખથી વધુ લોકો વૃદ્ધાવસ્થા પેન્શનનો લાભ લઈ રહ્યા છે. તો 8 લાખથી વધુ મહિલાઓ વિધવા પેન્શન મેળવી રહી છે.
આ પણ વાંચોઃ- મેકડોનાલ્ડ્સના મેનુમાંથી ટામેટા ગાયબ, 1 કિલો ટામેટાના ભાવ રેકોર્ડ બ્રેક 250 રૂપિયા
ગયા મહિને હરિયાણામાં સીએમ મનોહર લાલ ખટ્ટરે રાજ્યના તમામ પદ્મ પુરસ્કારોને પેન્શન આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યના તમામ પદ્મ પુરસ્કાર વિજેતાઓને દર મહિને પેન્શન તરીકે 10,000 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત તેમણે પદ્મ પુરસ્કાર વિજેતાઓ માટે વોલ્વો બસમાં મફત મુસાફરીની સુવિધાની પણ ઘોષણા કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us