scorecardresearch

રામપુરની મતદાર યાદીમાંથી આઝમ ખાનનું નામ હટાવાયું, હેટ સ્પીટમાં સજા બાદ લેવાયો નિર્ણય

Azam Khan Name Remove In Voter List: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનનું નામ રામપુર મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યું છે. આમ તેઓ હવે વોટ આપવાનો અધિકાર પણ ગુમાવી બેઠા છે. આઝમ ખાન કેટલાક મહિના પહેલા જેલમાં લાંબો સમય ગાળ્યા બાદ બહાર નીકળ્યા હતા.

રામપુરની મતદાર યાદીમાંથી આઝમ ખાનનું નામ હટાવાયું, હેટ સ્પીટમાં સજા બાદ લેવાયો નિર્ણય
આઝમ ખાનની ફાઈલ તસવીર

Azam Khan Name Remove In Voter List: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનની મુશ્કેલીઓ સતત વધતી રહે છે ત્યારે તાજેતરમાં હેટ સ્પીટ મામલે દોષી ઠેરવવામાં આવેલા સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનનું નામ રામપુર મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યું છે. આમ તેઓ હવે વોટ આપવાનો અધિકાર પણ ગુમાવી બેઠા છે. આઝમ ખાન કેટલાક મહિના પહેલા જેલમાં લાંબો સમય ગાળ્યા બાદ બહાર નીકળ્યા હતા. તેમના ઉપર લાગેલા કેસો પુરા થાય એ પહેલા જ બીજા કેસો શરુ થઈ જાય છે. હવે હેટ સ્પીચ મામલામાં દોષી ઠેરવ્યા બાદ તેઓ ચૂંટણી નહીં લડી શકે અને વોટ પણ નહીં આપી શકે. તેઓ સ્વાસ્થ્ય સમસ્યાથી પહેલાથી જ પરેશાન છે.

હેટ સ્પીચ આપવાના કેસમાં ત્રણ વર્ષની સજા મળવાના કારણે વિધાનસભા સદસ્યતા ગુમાવનાર સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન આ એક વધુ મોટો ઝાટકો છે. ચૂંટણી પંચે તેમની પાસેથી તેમનો મતાધિકાર જ છિનવી લીધો છે. તેમનુ નામ મતદાતા હાટીમાંથી હટાવવામાં આવ્યું છે. ચૂંટણી પંચે લોક પ્રનિધિત્વ અધિનિયમની કલમ 16 અંતર્ગ આ કાર્યવાહી કરી છે.

રામપુર સદર બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર આકાશ સક્સેનાએ જનપ્રતિનિધિત્વ અધિનિયમની વિવિધ જોગવાઈઓને ટાંકીને આઝમના મતદાન અધિકારો છીનવી લેવા માટે ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો.

રામપુર વિધાનસભા મતવિસ્તારના ચુંટણી નોંધણી અધિકારી દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં લખ્યું છે કે, “ફરિયાદી આકાશ સક્સેનાની અરજી સાથે, કોર્ટના આદેશની નકલો અને આઝમ ખાનનું નામ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને 1951માં સંબંધિત જોગવાઈઓ હેઠળ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવે.”

હેટ સ્પીચ કેસમાં આઝમ ખાનને ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી છે

આઝમ ખાનને દ્વેષપૂર્ણ ભાષણ આપવાના કેસમાં 27 ઓક્ટોબરે રામપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે તેમને ત્રણ વર્ષની સજા સંભળાવી હતી. જે બાદ તેમની વિધાનસભા સદસ્યતા રદ કરવામાં આવી હતી.

જાણો શું છે આઝમ ખાનના નફરતભર્યા ભાષણનો આખો મામલો

આઝમ ખાનના નફરતભર્યા ભાષણ સાથે જોડાયેલો આ મામલો વર્ષ 2019માં યોજાનારી લોકસભા ચૂંટણી સાથે જોડાયેલો છે. આ કેસમાં આઝમ ખાને રામપુર મિલક વિધાનસભામાં એક ચૂંટણી રેલી દરમિયાન વાંધાજનક અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું, જેના પછી બીજેપી નેતા આકાશ સક્સેનાએ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં રામપુરની સ્પેશિયલ કોર્ટે આઝમ ખાનને દોષિત ઠેરવીને ત્રણ વર્ષની સજા સંભળાવી હતી.

Web Title: Hate speech case azam khan name remove in voter list samajvadi party leader uttar pradesh