scorecardresearch

સ્વાસ્થ્ય મંત્રી માંડવીયાએ ‘ભારત જોડો યાત્રા’માં કોવિડ-19 નિયમનું પાલન કરવાનો લખ્યો પત્ર, કોંગ્રેસનો જવાબ – ‘આ ષડયંત્ર, ગુજરાતની ચૂંટણીમાં યાદ ન આવ્યું’

Bharat Jodo Yatra : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયા (Mansukh Mandaviya) એ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને અશોક ગેહલોત (Ashok Gehlot) ને ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) માં કોવિડ 19 ગાઈડલાઈન્સ (Covid 19 Guidelines) નું પાલન કરવાનો પત્ર લખ્યો, કોંગ્રેસે (Congress) ભાજપ (BJP) પર ષડયંત્રનો આરોપ લગાવી કહ્યું – ગુજરાત ચૂંટણી (Gujarat Election) માં કોરોના (Corona Protocol) યાદ ન આવ્યો.

સ્વાસ્થ્ય મંત્રી માંડવીયાએ ‘ભારત જોડો યાત્રા’માં કોવિડ-19 નિયમનું પાલન કરવાનો લખ્યો પત્ર, કોંગ્રેસનો જવાબ – ‘આ ષડયંત્ર, ગુજરાતની ચૂંટણીમાં યાદ ન આવ્યું’
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ભારત જોડો યાત્રામાં કોરોના નિયમોનું પાલન કરવાની આપી સલાહ

Bharat Jodo Yatra : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot) ને પત્ર લખ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ભારત જોડો યાત્રા દરમિયાન કોવિડ ગાઈડલાઈન્સ (Covid 19 Guidelines) નું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને માસ્ક-સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, માત્ર રસીકરણવાળા લોકોએ જ ભારત જોડો યાત્રામાં જોડાવું જોઈએ. આ પત્રના જવાબમાં કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે, જો સરકાર એડવાઈઝરી જારી કરશે તો તેનું પાલન કરવામાં આવશે, યાત્રામાં સામેલ તમામ મુસાફરોને રસી આપવામાં આવી છે.

પત્રમાં શું છે?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા જારી કરાયેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે, રાજસ્થાન રાજ્યના ત્રણ સાંસદોએ 20 ડિસેમ્બર 2020ના રોજ એક પત્ર લખીને રાજસ્થાનમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા દરમિયા76ન કોવિડના નિયમોનું પાલન ન કરવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાંસદોએ વિનંતી કરી છે કે, ભારત જોડો યાત્રા દરમિયાન કોવિડના નિયમોનું પાલન કરવામાં આવે.

માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. જે લોકોએ રસીકરણ કરાવ્યું હોય તેઓએ જ આ યાત્રામાં જોડાવવું. આ પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, જો આ નિયમોનું પાલન ન થઈ શકે તો દેશના હિતમાં યાત્રા રોકવી જોઈએ. આ પત્ર રાહુલ ગાંધી અને અશોક ગેહલોતને મોકલવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ભારતી પવારે કહ્યું કે, રોગચાળો ફરી વકરી શકે છે તેવા સંકેતોને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકા આપવામાં આવી છે. દેશે મોટા પાયે રસીકરણ કરાવીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અમે હજી પણ આ રોગચાળા સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.

કોંગ્રેસે કહ્યું આ કાવતરું

આ મામલે નિવેદન આપતાં કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે, તેમને આ પત્ર વિશે કોઈ માહિતી નથી, પરંતુ જ્યાં સુધી કોવિડ નિયમોના પાલનની વાત છે, અમે તેની સંપૂર્ણ કાળજી લઈ રહ્યા છીએ. રાહુલ ગાંધીની મુલાકાતમાં ભેગી થયેલી ભીડથી પરેશાન ભાજપે એક ષડયંત્ર હેઠળ આવું કર્યું છે.

આ પણ વાંચોચીન અને અમેરિકામાં ફરી કોરોનાનો કહેર, રાજ્યોને ટેસ્ટિંગ વધારવા કેન્દ્રનો નિર્દેશ

મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, રાહુલ ગાંધીની મુલાકાતની લોકપ્રિયતા જોઈને તે ષડયંત્ર રચવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર કરતી વખતે વડાપ્રધાનને આ નિયમ કેમ યાદ ન આવ્યો? કોંગ્રેસ નેતા સંજય નિરુપમે કહ્યું કે, યાત્રાને રોકવાનો પ્રયાસ એક ષડયંત્ર હેઠળ કરવામાં આવી રહ્યો છે. યાત્રા ચાલુ રહેશે.

Web Title: Health minister mansukh mandaviya rahul gandhi ashok gehlot letter covid 19 protocol bharat jodo yatra

Best of Express