હીટ વેવને લઈ કેન્દ્ર સરકારની એડવાઈઝરી, ઉનાળામાં ચા અને હાઈ પ્રોટીન ફૂડ ખાનારાઓ માટે આપી ખાસ સૂચના

heat wave advisory : ફેબ્રુઆરી મહિનામાં જ ગરમી (summer) એ પોતાનું જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. આગામી મહિનામાં ગરમી કાળઝાળ બની શકે છે. આ સંદર્ભે ભારત સરકાર તરફથી આરોગ્ય મંત્રાલયે હીટ વેવથી બચવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે, તો જોઈએ ગરમીથી બચવા માટે શું સાવધાનીઓ રાખવી?.

Written by Kiran Mehta
Updated : March 01, 2023 19:36 IST
હીટ વેવને લઈ કેન્દ્ર સરકારની એડવાઈઝરી, ઉનાળામાં ચા અને હાઈ પ્રોટીન ફૂડ ખાનારાઓ માટે આપી ખાસ સૂચના
ગરમીથી બચવાની એડવાઈઝરી (ફોટો - એક્સપ્રેસ)

heat wave advisor : ફેબ્રુઆરી આમ તો સામાન્ય રીતે શિયાળાની વિદાય અને સુખદ વસંત ઋતુના આગમનનો મહિનો છે. જો કે, દેશના ઘણા ભાગોમાં ફેબ્રુઆરીથી જ ઉનાળા (summer) જેવો માહોલ સર્જાયો છે અને તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આવનારા મહિનાઓમાં લોકોને હીટવેવનો સામનો કરવો પડી શકે છે. જેને ધ્યાનમાં રાખીને, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે (28 ફેબ્રુઆરી, 2023) હીટવેવથી બચવા માટે એક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં ગરમીથી બચવા માટે માર્ગદર્શિકા આપવામાં આવી છે. અગાઉ, ભારતીય હવામાન વિભાગ (IMD) એ 2023 માટે તેની પ્રથમ ગરમીની એડવાઈઝરી જાહેર કરી હતી.

હાઇડ્રેશન પર વિશેષ ધ્યાન આપો

એડવાઈઝરીમાં હાઈડ્રેશન પર વિશેષ ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યું છે. જો તમે ક્યાંક જઈ રહ્યા હોવ તો હંમેશા તમારી સાથે પાણી રાખો, જેથી ડિહાઈડ્રેશનની સમસ્યા ન થાય. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “લીંબુનું શરબત, છાશ, લસ્સી, ફળોનો રસ અથવા ઓઆરએસ (ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન) જેવા મીઠાવાળા પીણાઓનું સેવન કરો.” આ સિવાય તરબૂચ, કાકડી, લીંબુ અને નારંગી જેવા તાજા ફળોનું પણ સેવન કરવું જોઈએ.

આ સાથે એડવાઈઝરીમાં લોકોને શક્ય તેટલું ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, “છાયડો હોય તેવા સ્થળો પર રહો, બારીના શેડ અને પડદાનો ઉપયોગ કરો, પંખા, કુલર અને એસીનો ઉપયોગ કરો અને વારંવાર સ્નાન કરો.” આ સિવાય ઘરની બહાર કે તડકામાં જતી વખતે કપડા, ટોપી, છત્રી કે ટુવાલથી માથું ઢાંકવાનું ભૂલશો નહીં. તેમજ આછા રંગના ખુલ્લા સુતરાઉ કપડાં પહેરવાનો આગ્રહ રાખો.

બપોરે ઘરની બહાર ન નીકળો

વધતા તાપમાનથી પોતાને બચાવવા માટે, આરોગ્ય મંત્રાલયે દરેકને બપોરે 12 થી 3 વાગ્યાના સમયમાં સૂર્યના આકરા તાપથી દૂર રહેવાની વિનંતી કરી છે. કારણ કે આ સમયે સૂર્ય ખૂબ જ પ્રબળ હોય છે. તો, દારૂ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ટાળવું જોઈએ. આ સૂચનો ઉપરાંત, એડવાઈઝરીમાં એવા બીમારીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જેના દર્દીઓએ હીટવેવથી ખાસ બચવું જોઈએ. જેમ કે હૃદયરોગના દર્દીઓ, સગર્ભા સ્ત્રીઓ, 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, નાના બાળકો અને નવજાત શિશુઓને હીટવેવથી બચાવવા જોઈએ.

ઈન્ડિયન એક્સપ્રેસે હૈદરાબાદની યશોદા હોસ્પિટલના વરિષ્ઠ સલાહકાર ચિકિત્સક ડૉ. દિલીપ ગુડે સાથે વાત કરી. તેમણે આગામી મહિનાઓમાં ગરમીને હરાવવા માટે શું કરવું અને શું ન કરવું તે સમજાવ્યું.

ગરમીથી બચવા માટે, નીચે આપેલ ટીપ્સને અનુસરો

તમારી જાતને હંમેશા હાઇડ્રેટેડ રાખોઢીલા-ખુલ્લા અને હળવા રંગના સુતરાઉ કપડાં પહેરો, જે શરીરને શ્વાસ લેવા અને પરસેવાને નિયંત્રિત કરે છે.સનસ્ક્રીનનો ઉપયોગ કરો અને તેને નિયમિતપણે લગાવો.તમારા વિસ્તારના તાપમાનની હંમેશા જાણકારી રાખો.જ્યારે તમે બહાર જાઓ ત્યારે તમારા માથાને કપડા, છત્રી અથવા ટોપીથી હેમેશા ઢાંકો.ઠંડા પાણીથી વારંવાર સ્નાન કરો.સૌર પ્રતિબિંબીત ઠંડી છત/પેઈન્ટિંગ ઘરમાં સારા ક્રોસ વેન્ટિલેશનમાં મદદ કરે છે.ઇમરજન્સી મેડિકલ કીટ તૈયાર રાખો.ઘણાં ઇન્ડોર અને આઉટડોર છોડ લગાવો.

ઉનાળામાં આટલું ન કરો

કોલા જેવા મીઠાવાળા સોફ્ટ ડ્રિંક્સનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તે શરીરને ડીહાઇડ્રેટ કરે છે.આલ્કોહોલ, કોફી, ચાનું સેવન ઓછું કરવું જોઈએ.ઉચ્ચ પ્રોટીન માંસાહારી ખોરાક ટાળો અને તાજો રાંધેલો ખોરાક ખાઓ. મીઠું, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ખાવાનું ટાળો.વૃદ્ધો, બાળકો અથવા પાલતુ પ્રાણીઓને તડકામાં પાર્ક કરેલા વાહનોમાં ન છોડો.ખુલ્લા પગે બહાર ન જાવ.દિવસના સૌથી ગરમ સમયમાં રસોઈ કરવાનું ટાળો. સરળતાથી પચી શકે તેવા ખોરાક લો.દિવસના ગરમ સમયમાં હાર્ડવર્ક કે વર્કઆઉટ/કસરત ન કરો.સૂર્યના સીધા પ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ