Hemant Soren Case: હેમંત સોરેન નો મોટો આરોપ, 'ધરપકડમાં રાજ્યપાલનો પણ હાથ, મારી સામે કંઈ મળ્યું તો…'

Hemant Soren ED Case: હેમંત સોરેન કહ્યું કે, મારી ધરપકડમાં રાજભવન પણ સામેલ, અમે માથું ઝુકાવીને ચાલતા નથી શીખ્યા. જો આ આરોપો સાચા સાબિત થશે તો રાજકારણ છોડી દઈશ.

Hemant Soren ED Case: હેમંત સોરેન કહ્યું કે, મારી ધરપકડમાં રાજભવન પણ સામેલ, અમે માથું ઝુકાવીને ચાલતા નથી શીખ્યા. જો આ આરોપો સાચા સાબિત થશે તો રાજકારણ છોડી દઈશ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Hemant Soren, Hemant Soren ED Case, Hemant Soren Arrested

હેમંત સોરેન (ANI PHOTO/JVSTV)

Former Jharkhand CM Hemant Soren: ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને વિધાનસભામાં મોટું નિવેદન આપ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આજે ઝારખંડ વિધાનસભામાં બહુમત પરીક્ષણ છે, તેથી તેમને મતદાન માટે વિધાનસભામાં લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન હેમંત સોરેનને પણ બોલવાનો મોકો મળ્યો અને તેમણે રાજ્યપાલ પર મોટા આરોપો લગાવ્યા.

Advertisment

હેમંત સોરેન - 'અમે માથું ઝુકાવીને ચાલતા નથી શીખ્યા'

ઝારખંડ સીએમ કહ્યું કે, મારી ધરપકડમાં રાજભવન પણ સામેલ છે, પરંતુ અમે માથું ઝુકાવીને ચાલતા નથી શીખ્યા. હેમંત સોરેને કહ્યું કે, મારા પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે અને જો આ આરોપો સાચા સાબિત થશે તો હું રાજકારણ છોડી દઈશ. તેમણે કહ્યું કે, તે આંસુ વહાવશે નહીં પરંતુ ભવિષ્ય માટે તેમને બચાવી રાખશે. તમારા લોકો માટે આંસુની કોઈ કિંમત નથી. હેમંત સોરેને કહ્યું કે, વિપક્ષ અને ભાજપ નથી ઈચ્છતા કે, દલિતો અને આદિવાસીઓ આગળ વધે.

હેમંત સોરેને વિધાનસભામાં કહ્યું, “હું જાણતો હતો કે, આ લોકો (ભાજપ) અવરોધો ઉભી કરશે. તેઓ મારા ઉડાનથી પરેશાન છે. લોન આપવામાં પણ આદિવાસીઓ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. જ્યારે તેઓને કંઈ ન મળ્યું તો તેઓએ હિસાબ શોધવાનું શરૂ કર્યું. પણ અમે માથું ઝુકાવીને ચાલતા શીખ્યા નથી. તેમના સહયોગી લાખો અને કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે.

'અમે હજી હાર સ્વીકારી નથી'

ઝારખંડ સીએમ એ કહ્યું કે, આજે 8.5 એકર જમીન કૌભાંડના આરોપમાં મારી ધરપકડ કરવામાં આવી છે. જો તેમનામાં હિંમત હોય તો મારા નામે નોંધાયેલ જમીનના દસ્તાવેજો બતાવે અને જો આ સાબિત થશે તો હું રાજકારણ છોડી દઈશ. તેમણે કહ્યું, “અમે હજુ સુધી હાર સ્વીકારી નથી. જો તેઓ વિચારે છે કે, તેઓ મને જેલના સળિયા પાછળ ધકેલીને સફળ થશે, તો આ તે ઝારખંડ છે, જ્યાં ઘણા લોકોએ પોતાનો જીવ આપી દીધો છે. ઝારખંડના લોકો એ સમયથી બલિદાન આપી રહ્યા છે, જ્યારે તેમણે આઝાદીનું સ્વપ્ન પણ જોયું ન હતું.

Advertisment

આ પણ વાંચો - ભારતીય દૂતાવાસ કર્મચારી સત્યેન્દ્ર સિવાલ ISI માટે જાસૂસી કરતો હતો, એટીએસ એ કરી ધરપકડ

હેમંત સોરેને કહ્યું કે, 31 જાન્યુઆરીની રાત દેશની કાળી રાત હતી કારણ કે તે દિવસે પહેલીવાર કોઈ મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, તે દરેક ષડયંત્રનો પર્દાફાશ કરશે.

ગુજરાતી ન્યૂઝ politics દેશ