/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/himachal-kullu-building-collapsed-Video-viral-1.jpg)
હિમાચલમાં ભારે વરસાદ - કુલ્લુમાં ઈમારતો ધરાશાયી - વીડિયો વાયરલ (ફોટો - એએનઆઈ)
himachal building collapsed VIDEO : હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. બે બાળકો સહિત 11 લોકોના મોત થયા છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે. તાજેતરનો મામલો કુલ્લુ જિલ્લાના અની સબ-ડિવિઝનનો છે. અહીં, સેકન્ડોની ગણતરીમાં, 4 માળની ઇમારત જમીન દોસ્ત થઈ ગી હતી. ઘણા લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય બે વધુ ઈમારતો પણ ભૂસ્ખલનના કારણે કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી.
હિમાચલના લોકો દરેક ક્ષણ ભયમાં જીવી રહ્યા છે. હાલ કોઈ મૃત્યુના સમાચાર નથી. જોકે વીડિયોમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે, તે ઘરમાં ઘણા લોકો હાજર હતા. હાલ રાહત-બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
અહેવાલો અનુસાર, આ ઘટના કુલ્લુ જિલ્લાના આની બસ સ્ટેન્ડ પાસે બની હતી. વાસ્તવમાં, આની બસ સ્ટેન્ડ પાસેની બિલ્ડિંગની પાછળ ભૂસ્ખલન થઈ રહ્યું હતું. ગટરનું પાણી બિલ્ડીંગની પાછળ જ પડતું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે, ત્યારબાદ અચાનક ઝાડ ધ્રૂજવા લાગે છે. આ પછી, થોડી જ સેકન્ડોમાં, ચાર માળની ઇમારત તૂટીને કાટમાળ બની જાય છે. અકસ્માત બાદ બધે માત્ર ધૂળ જ દેખાય છે.
#WATCH | Himachal Pradesh: Several buildings collapsed due to landslides in Anni town of Kullu district.
(Visuals confirmed by police) pic.twitter.com/MjkyuwoDuJ— ANI (@ANI) August 24, 2023
ધૂળના કારણે કશું સ્પષ્ટ દેખાતું નથી. કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. એક વ્યક્તિ કહી રહ્યો છે કે, બિલ્ડિંગના ઉપરના માળે કેટલાક લોકો રહે છે. ઘટના બાદ ચારેબાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નોંધપાત્ર રીતે, વહીવટીતંત્રે લગભગ એક અઠવાડિયા પહેલા બિલ્ડિંગ ખાલી કરવાની નોટિસ આપી હતી. વીડિયોમાં એક વ્યક્તિ દોડતો જોવા મળી રહ્યો છે. અવાજ આવી રહ્યો છે, ઓહ માય ગોડ… ઓહ માય ફ્રેન્ડ. તે વારંવાર ભગવાનને યાદ કરી રહ્યો છે. આ પછી બિલ્ડીંગ ધરાશાયી થાય છે અને સર્વત્ર ધૂળની ડમરીઓ જોવા મળે છે.
હિમાચલમાં ભારે વરસાદને કારણે બે બાળકો સહિત 11 લોકોના મોત થયા છે
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. શિમલામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં વરસાદના કારણે રાજ્યમાં બે બાળકો સહિત 11 લોકોના મોત થયા છે. ભૂસ્ખલનને કારણે અહીં હાલત ખરાબ છે. અનેક લોકોના મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. વાહનવ્યવહાર ઠપ થયો છે. 5 નેશનલ હાઈવે સહિત કુલ 709 રસ્તાઓ હજુ પણ બંધ છે. મંગળવારે અહીં વરસાદ શરૂ થયો હતો, જે બુધવારે દિવસભર ચાલુ રહ્યો હતો. અહીં હજુ પણ ભારે વરસાદની સંભાવના છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us