હિમાચલ પ્રદેશમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું- કેન્દ્રમાં અમારી સરકાર બની તો અગ્નિપથ સ્કીમ રદ કરી દઇશું

Himachal Pradesh Assembly Elections 2022 : પ્રિયંકા ગાંધીએ કહ્યું - અમે જે વાયદા કરીએ છીએ તે પુરા કરીએ છીએ. છત્તીસગઢમાં અમે ખેડૂતોના દેવા માફીનો વાયદો કર્યો હતો જે પુરો પણ કર્યો છે

Written by Ashish Goyal
November 04, 2022 17:12 IST
હિમાચલ પ્રદેશમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું- કેન્દ્રમાં અમારી સરકાર બની તો અગ્નિપથ સ્કીમ રદ કરી દઇશું
પ્રિયંકા ગાંધીએ હિમાચલના કાંગડામાં જનસભાને સંબોધિત કરી હતી (તસવીર - પ્રિયંકા ગાંધી ટ્વિટર)

Himachal Pradesh Assembly Elections 2022 Updates : કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જો કેન્દ્રમાં તેમની પાર્ટીની સકકાર બનશે તો અગ્નિપથ સ્કીમને રદ કરી દેવામાં આવશે. હિમાચલના કાંગડામાં જનસભાને સંબોધિત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અમે જે વાયદા કરીએ છીએ તે પુરા કરીએ છીએ. છત્તીસગઢમાં અમે ખેડૂતોના દેવા માફીનો વાયદો કર્યો હતો જે પુરો પણ કર્યો છે.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષોમાં કેટવા યુવાનોને રોજગાર મળ્યો? છત્તીસગઢમાં ત્રણ વર્ષમાં પાંચ લાખ રોજગાર આપવામાં આવ્યા છે. રાજસ્થાન સરકારે 1 લાખ 30 હજાર નોકરીઓ આપી છે. હિમાચલમાં 63 હજાર સરકારી પદ ખાલી પડ્યા છે.

આ પણ વાંચો –  POK પર ધીરજ રાખો, બીજેપી જે કહે છે તે કરે છે, રક્ષા મંત્રી રાજનાથ સિંહનું મોટું નિવેદન

થોડા દિવસો પહેલા કોંગ્રેસ નેતા સચિન પાયલટે કુટલૈહડ ઉના વિધાનસભા ક્ષેત્રથી કોંગ્રેસના ઉમેદવાર દેવેન્દ્ર ભુટ્ટોના પક્ષમાં જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન પાયલટે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીને દર ચોથા દિવસે અહીં આવવું પડે છે. ગૃહમંત્રી અમિત શાહે દર ચોથા દિવસે સભા કરવી પડે છે. બીજેપી પાસેથી સત્તા સરકી રહી છે. કોંગ્રેસની સરકાર બનવા જઇ રહી છે. બધા કોંગ્રેસ એકજુટ છે.

હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે અને 8 ડિસેમ્બરના રોજ મતદાન જાહેર થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ