હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022: POK પર ધીરજ રાખો, બીજેપી જે કહે છે તે કરે છે, રક્ષા મંત્રી રાજનાથ સિંહનું મોટું નિવેદન

Himachal Pradesh Election 2022 : રાજનાથ સિંહે કહ્યું - એ વાતથી કોઇ ઇન્કાર કરી શકે નહીં કે નરેન્દ્ર મોદીના પીએમ બન્યા પછી વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા વધી છે. આજે ભારત વૈશ્વિક મંચ પર કાંઇક બોલે છે તો અન્ય દેશ ધ્યાનથી સાંભળે છે

Written by Ashish Goyal
Updated : November 03, 2022 19:16 IST
હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022:  POK પર ધીરજ રાખો, બીજેપી જે કહે છે તે કરે છે, રક્ષા મંત્રી રાજનાથ સિંહનું મોટું નિવેદન
ક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે હિમાચલ પ્રદેશના જયસિંહપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી (તસવીર - રાજનાથ સિંહ ટ્વિટર)

Himachal Pradesh Election 2022 : રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આપણે POKને લઇને ધીરજ રાખવી જોઈએ. ભાજપા જે કહે છે તે કરીને બતાવે છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે હિમાચલ પ્રદેશના જયસિંહપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન ઘણા લોકોએ તેમને કહ્યું કે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને (POK) ઇચ્છે છે.

રાજનાથ સિંહે કહ્યું કે આ દેશના લોકો સારી રીતે મૂલ્યાંકન કરી શકે છે કે પહેલાની સરકારોએ શું કર્યું અને વર્તમાન સરકાર શું કરી રહી છે. કોંગ્રેસ આઝાદી પછી લાંબા સમય સુધી સત્તામાં રહી છે પણ ફક્ત બે પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને પીએમ મોદીએ હિમાચલ પ્રદેશને મહત્વ આપ્યું છે. આ દરમિયાન તેમણે કહ્યું કે આજે હિમાચલ પ્રદેશમાં એક નહીં 6 મેડિકલ કોલેજ ખુલી ગઇ છે કે ખુલી રહી છે. અહીં એઇમ્સ પણ ખોલી છે.

આ પણ વાંચો – કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું- RSS માંથી નીકળી છે AAP, ઓવૈસીની AIMIMને ગણાવી BJPની બી-ટીમ

તેમણે કહ્યું કે એ વાતથી કોઇ ઇન્કાર કરી શકે નહીં કે નરેન્દ્ર મોદીના પીએમ બન્યા પછી વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા વધી છે. આજે ભારત વૈશ્વિક મંચ પર કાંઇક બોલે છે તો અન્ય દેશ ધ્યાનથી સાંભળે છે કે ભારત શું કહી રહ્યું છે.

આ પહેલા રાજનાથ સિંહે કહ્યું હતું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પાકિસ્તાને જે કર્યું છે તેની કિંમત ચુકાવવી પડશે. પાકિસ્તાન ત્યાં અત્યાચાર કરી રહ્યું છે અને આવું થવા દઇશું નહીં. અમારું લક્ષ્ય ગિલગિત-બાલ્ટિસ્તાન સુધી પહોંચવાનું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ