હિમાચલની 68 વિધાનસભા બેઠકો માટે મતદાન પૂર્ણ, 65.5 ટકા મતદાન, ગત ચૂંટણી કરતા મતદાનમાં ઘટાડો

Himachal Pradesh Election 2022: હિમાચલ પ્રદેશની 68 સીટો પર શનિવારે (12 નવેમ્બર) મતદાન થયું. ભાજપ કોંગ્રેસ વચ્ચેના સીધા જંગમાં આપ મેદાનમાં છે. 2017ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતે મતદાનમાં ઘટાડો નોંધાયો છે. આ વર્ષે 65.5% મતદાન થયું છે, જ્યારે 2017 હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 74% મતદાન નોંધાયું હતું.

Written by Kiran Mehta
November 12, 2022 19:11 IST
હિમાચલની 68 વિધાનસભા બેઠકો માટે મતદાન પૂર્ણ, 65.5 ટકા મતદાન, ગત ચૂંટણી કરતા મતદાનમાં ઘટાડો
હિમાચલની 68 વિધાનસભા બેઠકો માટે મતદાન પૂર્ણ

Himachal Pradesh Election voting : હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાન શનિવારે (12 નવેમ્બર, 2022) પૂર્ણ થયું છે. મતદાન મથકો પર EVM અને VVPAT ને સીલ કરીને સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે. હવે 8મી ડિસેમ્બરે મતગણતરી થશે અને રાજ્યમાં કોની સરકાર બનવા જઈ રહી છે તે જાણવા મળશે. 2017ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતે મતદાનમાં ઘટાડો નોંધાયો છે. આ વર્ષે 65.5% મતદાન થયું છે, જ્યારે 2017 હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 74% મતદાન નોંધાયું હતું.

રાજ્ય વિધાનસભાની તમામ 68 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન થયું હતું. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદારો મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચ્યા હતા. હિમાચલ પ્રદેશમાં બપોરે 3 વાગ્યા સુધી 55 ટકા મતદાન નોંધાયું હતું, તે પહેલા 1 વાગ્યા સુધી 37 ટકા મતદાન થયું હતું. આ દરમિયાન તમામ દિગ્ગજ નેતાઓએ પોતાનો મત આપ્યો હતો. સીએમ જયરામ ઠાકુર પણ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેણે કહ્યું કે તેને પોતાની મોટી જીત અંગે વિશ્વાસ છે. તો, કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર વિકર્માદિત્ય સિંહે દાવો કર્યો કે આ વખતે તેમની પાર્ટી હિમાચલ પ્રદેશમાં બહુમતી સાથે સરકાર બનાવશે.

હિમાચલમાં સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. શરૂઆતમાં મતદાનની ગતિ ધીમી હોવા છતાં સૂર્ય બહાર આવતાં જ મતદારોની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો. ભાજપ અને કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ વહેલી સવારે મતદાન મથક પર જઈને મતદાન કર્યું હતું અને દરેકને મતદાન કરવા અપીલ કરી હતી.

8મી ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે અને ત્યારબાદ હિમાચલમાં કઇ પાર્ટીની સરકાર બનશે તે નક્કી થશે. પહાડી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ પુરી તાકાત લગાવી દીધી છે. જ્યાં એક તરફ સત્તાધારી પક્ષ ભાજપે સતત બીજી વખત ચૂંટણી જીતીને રાજ્યમાં સત્તા મેળવવા માટે તમામ તાકાત લગાવી દીધી હતી. આ સાથે જ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પણ સત્તામાં વાપસીનો પ્રયાસ કરતી જોવા મળી હતી. આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું છે.

આ પણ વાંચોહિમાલય પ્રદેશ ચૂંટણીના મતદાનની તમામ અપડેટ

ચૂંટણી પંચે આપેલી માહિતી મુજબ રાજ્યમાં કુલ 55 લાખ મતદારો છે, જેમાંથી 27 લાખ 80 હજાર પુરુષ અને 27 લાખ 27 હજાર મહિલા મતદારો છે. આ સિવાય રાજ્યમાં 56,001 વિકલાંગ મતદારો છે. માહિતી અનુસાર, 80 વર્ષથી વધુ વયના મતદારોની સંખ્યા 1.22 લાખ છે. તે જ સમયે, એવા 1184 મતદારો છે જેમની ઉંમર 100 વર્ષથી વધુ છે. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓની સંખ્યા 67 હજાર 532 છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ