બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત પોતાની વાત બિન્દાસ પણે રાખવા માટે જાણીતી છે. જોકે ઘણી વખત પોતાના નિવેદનોના કારણે ટ્રોલ પણ થવું પડે છે. કંગના રાજનીતિક મામલના મુદ્દે પણ સતત પોતાની વાત રાખે છે. આ કારણે ઘણા લોકોને લાગે છે કે તે રાજનીતિના મેદાનમાં ઉતરી શકે છે. આજ તક ચેનલ સાથે કંગનાએ ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન કંગનાને રાજનીતિમાં એન્ટ્રી કરવાને લઇને સવાલ કર્યો હતો.
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા 29 ઓક્ટોબરે શિમલામાં પંચાયત આજ તકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કંગના પણ ઉપસ્થિત રહી હતી. આ દરમિયાન આજ તકના ન્યૂઝ એન્કર અને પત્રકાર રાહુલ કંવલે કંગનાને સવાલ કર્યો કે શું તે હિમાચલના લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવશે? જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે રાજયોગ સુખની વાત નથી. તમારે રાજનીતિમાં જવા માટે પોતાની મહત્વકાંક્ષાઓનું બલિદાન આપવું પડે છે. જો આગળના સમયમાં તક મળશે તો હું જરૂર જનતાની સેવા કરીશ.
કંગનાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી
કંગનાએ ફરી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે અને જણાવ્યું કે તેમનો પરિવાર કેટલા હદ સુધી પીએમ મોદી અને તેમના કામોથી પ્રભાવિત છે. કંગનાએ કહ્યું કે તેના પિતા સવારે જય મોદી અને સાંજે જય યોગી બોલે છે. 2014 પહેલા તેનો પરિવાર કોંગ્રેસી હતો પણ 2014 પછી તે રાજનીતિક રુપથી કન્વર્ટ થઇ ગયા હતા.
આ પણ વાંચો – અક્ષય કુમારની ‘રામસેતુ’ એ અજય દેવગણની ફિલ્મ ‘થેંક ગોડ’ને પછાડી, કોણે કરી કેટલી કમાણી?
કંગનાએ કેજરીવાલ પર કર્યો કટાક્ષ
અભિનેત્રી કંગનાએ કહ્યું કે ઇતિહાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી જેવા મહાપુરુષ એક જ વખત આવે છે. હા, રાહુલ ગાંધી જી પણ પોતાના સ્તરે પુરો પ્રયત્ન કરી રહ્યા છે. કંગનાએ આગળ કહ્યું કે હિમાચલ પ્રદેશ આમ આદમી પાર્ટીના ખોટા વાયદામાં ફસાશે નહીં. હિમાચલના લોકો પાસે પોતાનું સોલર પાવર છે અને લોકો પોતાની શાકભાજી જાતે ઉગાવે છે. મફતની જાહેરાતોથી હિમાચલમાં આપને ફાયદો થવાનો નથી. હિમાચલના લોકોને મફત કશું જ જોઇતું નથી.
બોલીવૂડને લઇને કહી આવી વાત
કંગનાએ કહ્યું કે બોલીવૂડમાં નેપોટિઝમ ખતમ થઇ શકે નહીં જોકે દર્શકો હવે જાગૃત થઇ ગયાછે. સ્ટાર કલ્ચર હવે ખતમ થઇ ગયું છે. જ્યારે બોલીવૂડમાં તેના વિરોધી વિશે પૂછ્યું તો કંગનાએ કહ્યું કે બોલીવૂડમાં મારો કોઇ વિરોધી નથી, આ લડાઇ તો કંગના વર્સિસ બોલીવૂડની છે. મને ટક્કર આપવા માટે આખા બોલીવૂડે સાથ આવવું પડે છે. આ ઘણી વખત જોવા મળ્યું છે.