scorecardresearch

વિધાનસભા ચૂંટણી : હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન, 8 ડિસેમ્બરે મત ગણતરી

Assembly Election 2022 : 12 નવેમ્બરના રોજ હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે, ગુજરાતમાં પણ ચૂંટણી યોજાવાની છે, પરંતુ તેની તારીખો હાલ જાહેર કરવામાં આવી નથી

વિધાનસભા ચૂંટણી : હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન, 8 ડિસેમ્બરે મત ગણતરી
ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ (Youtube/ECI)

Gujarat, Himachal Pradesh Election Date 2022 : હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. 12 નવેમ્બરના રોજ હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી થશે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં પણ ચૂંટણી યોજાવાની છે, પરંતુ તેની તારીખો હાલ જાહેર કરવામાં આવી નથી. તેની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે ચૂંટણી પંચની એક ટીમ 15 ઓક્ટોબરે ગુજરાત જવાની છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. જોકે તેનું પરિણામ પર હિમાચલ પ્રદેશની સાથે 8 ડિસેમ્બરે એક જ દિવસે જાહેર થાય તેવી સંભાવના છે. આ 26 દિવસના ગેપ વચ્ચે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાશે.

ઘરે બેઠા મતદાનની સુવિધા અપાશે

ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે 80 વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત લોકો જે મતદાન કરવા માંગે છે પરંતુ મતદાન બુથ પર પણ ન આવી શકે, પંચ આવા મતદારોના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા આપશે.

મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કહ્યું કે ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છે. હવે યુવાઓને મતદાતાના રૂપમાં નામાંકન માટે વર્ષમાં 4 તક મળશે. મતદાતાના રુપમાં પંજીકરણ કરવા માટે 4 વખત અપ્લાઇ કરી શકશે. 17 વર્ષથી વધારે ઉંમરના યુવાઓ માટે પણ અગ્રીમ અરજી સુવિધા ઉપલબ્ધ રહેશે.

રાજીવ કુમારે કહ્યું કે અમે પ્રશાસનને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે સાંજે 5 કલાક પછી ચૂંટણીવાળા રાજ્યમાં કોઇપણ પ્રકારના રોકડની અવરજવર થશે નહીં અને બેંકોને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. જો કોઇપણ ફેક ન્યૂઝ ફેલાવવાનો પ્રયત્ન કરશે તો તેમની સામે સખત કાર્યવાહી થશે.

ઇલેક્શન અપડેટ્સ

  • ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે ડિસેમ્બરમાં પૂરો થાય છે. તો હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 8 જાન્યુઆરી, 2023 ના રોજ સમાપ્ત થશે. હાલમાં બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર છે.
  • ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે. 2017ની ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસે બીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી અને 77 બેઠકો જીતી હતી. 6 બેઠકો અન્યના ખાતામાં ગઈ હતી.
  • હિમાચલ પ્રદેશની વાત કરીએ તો, 2017ની ચૂંટણીમાં કુલ 68 બેઠકોમાંથી ભાજપે 44 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી હતી. કોંગ્રેસને 21 બેઠકો મળી હતી.

Web Title: Himachal pradesh gujarat assembly election election commission pc live updates

Best of Express