હિમાચલ ભૂસ્ખલન: પોલીસકર્મીનું 1 કરોડની કિંમતનું ઘર ધરાશાયી, દર્દ ભૂલી તરત જ ફરજ નિભાવવા જોડાયા

Himachal Pradesh landslide : હિમાચલ પ્રદેશ, સિમલામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અનેક લોકોના મોત થયા છે, તો લોકોના ઘર, દુકાનને ભારે નુકશાન પહોંચ્યું છે. આવો જ એક કિસ્સો એક પોલીસ કર્મચારીનો.

Himachal Pradesh landslide : હિમાચલ પ્રદેશ, સિમલામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અનેક લોકોના મોત થયા છે, તો લોકોના ઘર, દુકાનને ભારે નુકશાન પહોંચ્યું છે. આવો જ એક કિસ્સો એક પોલીસ કર્મચારીનો.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Himachal Pradesh | Shimla | landslide | house

હિમાચલ ભૂસ્ખલન: પોલીસકર્મીનું 1 કરોડની કિંમતનું ઘર ધરાશાયી

Himachal Pradesh Landslides : હિમાચલની સ્થિતિ ભૂસ્ખલનના કારણે ખરાબ છે. અત્યાર સુધીમાં લગભગ 71 લોકોના મોત થયા છે. ત્યારે 54 વર્ષીય અશોક ગુલેરિયા, લાન્સ નાઈક તરીકે ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા પછી, શિમલામાં હેડ કોન્સ્ટેબલ તરીકે પોસ્ટેડ છે. બે વર્ષ પહેલા તેમણે 80 લાખનું રોકાણ કરીને પોતાના વતન નેમંડી જિલ્લાના ગામમાં ઘર બનાવ્યું હતું. બાદમાં તેઓએ ફર્નિચર અને ઈન્ટીરીયરમાં વધુ પૈસા ખર્ચ કર્યા. કુલ મળીને તેમને આ ઘર બનાવવામાં એક કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો. અહેવાલો અનુસાર, 14 ઓગસ્ટની સવારે હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન બાદ તેમનું ઘર કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયું હતું. તેમના સપનાઓનું ઘર તેમની આંખો સામે ધોવાઈ ગયું. જો કે, આ પછી પણ તેમણે પોતાની ફરજ નિભાવી અને પોતાની ફરજ પર ગયા.

Advertisment

એક કરોડથી વધુનો ખર્ચ કર્યો

તેમનું ઘર ધોવાઈ ગયા બાદ ગુલેરિયા કહે છે કે, ઘર ત્રણ માળનું હતું. મેં ફર્નિચર સહિત કુલ રૂ. 1 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. તેઓ ઘરની બહાર પાર્ક કરેલી તેમની કાર પણ બહાર કાઢી શકતા ન હતા, કારણ કે ગામની બહારનો રસ્તો પહેલેથી જ તૂટી ગયો હતો.

ગુલેરિયાનું ઘર તૂટી પડવાનો વીડિયો વાયરલ થયો છે. તે કહે છે કે, તે વીડિયોને વારંવાર જોવાથી પરિવારને મુશ્કેલી થઈ શકે છે, પરંતુ તેની પાછળનું દર્દ કોઈ જાણતું નથી. જો કે, તેના સપનાના ઘરને તેની આંખો સામે ભાંગી પડતું જોયાના કલાકો પછી, ગુલેરિયા શિમલામાં ફરજ પર ગયા હતા. ગુલેરિયા ઉદાસ સ્વરે કહે છે કે, ઘર તો ગયું, પણ નોકરી છે. તેથી ફરજ બજાવવાની છે.

Advertisment

અમારા સહયોગી ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ગુલેરિયા તેની પત્ની સાથે શિમલામાં રહે છે અને ગામમાં તેમના ઘરે જતા રહે છે. જે તેમણે નિવૃત્તિ બાદ બનાવ્યું હતું. તેમની પુત્રી પરિણીત છે, જ્યારે પુત્ર એન્જિનિયર છે. તે ચંદીગઢમાં નોકરી કરે છે.

જાન હૌ, તો જહાં હૈ

ગુલેરિયા કહે છે, “હું એક અઠવાડિયા માટે મારા ગામ ગયો હતો. ઘરની બહાર સામાન પણ નીકાળી શક્યો ન હતો. સિમલામાં ચોમાસાએ ઘણા લોકોના જીવ લીધા છે અને ઘણા મૃતદેહો હજુ પણ શોધી શકાયા નથી. ઓછામાં ઓછું આપણે બધા સુરક્ષિત છીએ. જાન હૈ તો જહાં હૈ… હવે જોઈએ કે, મુખ્યમંત્રી નુકસાનના વળતર અંગે શું નિર્ણય લે છે.

પાંચ હજાર રૂપિયાની મદદ લેવાની ના પાડી

ગુલેરિયા આગળ કહે છે, “મને મંગળવારે ફોન આવ્યો કે, જિલ્લા વહીવટીતંત્ર 5,000 રૂપિયાની તાત્કાલિક મદદ કરી રહ્યું છે. બાકીનું વળતર હજુ નક્કી કરવાનું બાકી છે.” તેઓ પૂછે છે કે, આ 5000 રૂપિયાની પણ શું જરૂર છે. તેઓએ વળતરની આ રકમ લીધી ન હતી.

આ પણ વાંચો - Himachal Disaster : કાલકા-શિમલા રોડ પર ભૂસ્ખલન, રેલવે ટ્રેકને નુકસાન : હાઈવે નિર્માણ સામે સવાલો, અને જવાબદાર કારણો

પુનઃનિર્માણ મુશ્કેલ

કેટલાક લોકો ડરના કારણે ઘર છોડીને ભાડાના મકાનોમાં ચાલ્યા ગયા છે. અને કેટલાક લોકો જીવ જોખમમાં મુકીને પોતોના ઘરમાં રહે છે. તેમની પાસે પાલતુ પ્રાણી છે. જેને છોડીને તેઓ એકલા જવા માંગતા નથી. મળતી માહિતી મુજબ પશુઓને ગામની બહાર લઈ જવાનો કોઈ રસ્તો નથી. જેમના મકાનો ધોવાઈ ગયા છે, તેમના માટે તેમના મકાનો ફરીથી બનાવવું ખૂબ મુશ્કેલ છે. તેઓ સરકાર પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યા છે. તેઓ ભૂસ્ખલનની ઘટનાઓને આ વિસ્તારમાં ચાલી રહેલા મોટા બાંધકામને જવાબદાર માને છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ વરસાદ દેશ