કોંગ્રેસના આ નેતા બીજી વખત લગ્ન કરશે, જાણો કોણ છે દુલ્હન?

Vikramaditya Singh Second Marriage News: હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહના બીજા લગ્ન થવાના છે. વિક્રમાદિત્ય સિંહના પ્રથમ લગ્ન વર્ષ 2019માં રાજસ્થાનના આમેટના પૂર્વ રાજ પરિવારની સુદર્શના સિંહ ચુંડાવત સાથે થયા હતા.

Written by Ajay Saroya
August 19, 2025 12:58 IST
કોંગ્રેસના આ નેતા બીજી વખત લગ્ન કરશે, જાણો કોણ છે દુલ્હન?
Vikramaditya Singh Marriage News : વિક્રમાદિત્ય સિંહ હિમાચલ પ્રદેશ સરકારમાં કોંગ્રેસના ધારાસભ્ય છે.

Vikramaditya Singh Second Marriage News: કોંગ્રેસ નેતા બીજી વખત લગ્ન કરવા જઇ રહ્યા છે. હિમાચલ પ્રદેશના કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહ 22 સપ્ટેમ્બરે ચંદીગઢમાં એક ખાનગી સમારોહમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. છ વખત રહેતા મુખ્યમંત્રી વીરભદ્રસિંહ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પ્રતિભા સિંહના પુત્ર વિક્રમાદિત્ય પંજાબ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અમરીન કૌર સાથે લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ લગ્ન ચંદીગઢમાં થશે.

આ સમાચાર લગ્નનું ઇન્વિટેશન કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સામે આવ્યા છે. વિક્રમાદિત્યે આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જો કે તેની માતા પ્રતિભા સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. પ્રતિભા સિંહે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અમે આ વાત ખાનગી રાખવા માંગતા હતા. હકીકતમાં હું યોગ્ય સમયે તમામ માહિતી મીડિયા સાથે શેર કરવાન હતી. ”

વિક્રમાદિત્ય સિંહના બીજા લગ્ન

હિમાચલ પ્રદેશના કેબિનેટ મંત્રીના આ બીજા લગ્ન હશે. આ પહેલા તેમના લગ્ન 2019માં રાજસ્થાનના આમેટના પૂર્વ રાજ પરિવારની સુદર્શના સિંહ ચુંડાવત સાથે થયા હતા. ઓક્ટોબર 2022માં, સુદર્શનાએ ઉદયપુરની એક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં વિક્રમાદિત્ય સિંહ અને તેના પરિવાર પર સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. વિક્રમાદિત્ય સિંહના પરિવારના નજીકના સૂત્રોએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આ કેસનો નિકાસ બે મહિના કરવામાં આવ્યો છે અને આ દંપતી હવે કાયદેસર રીતે અલગ છે.

વિક્રમાદિત્ય સિંહ કોણ છે?

વિક્રમાદિત્ય સિંહ હિમાચલ પ્રદેશની શિમલા (ગ્રામીણ) બેઠક પરથી ધારાસભ્ય છે અને સુખવિંદર સિંહ સુખુની આગેવાની હેઠળની કેબિનેટમાં પીડબ્લ્યુડીનો હવાલો સંભાળે છે. શિમલાની બિશપ કોટન સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ વિક્રમાદિત્ય સિંહ 2011માં દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કોલેજમાંથી હિસ્ટ્રી (ઓનર્સ)માં ગ્રેજ્યુએશન કર્યું હતું અને બાદમાં 2016માં સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હીથી ઇતિહાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. વિક્રમાદિત્ય હિમાચલ પ્રદેશ યુથ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2017માં તેઓ શિમલા ગ્રામીણ બેઠકથી પહેલીવાર ચૂંટાયા હતા. આ વર્ષે રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર પિતા-પુત્રની જોડીએ શપથ લીધા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ