/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/HImachal-pradesh-heavy-rain.jpg)
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ Photo - ANI
Himachal Weather News : હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સર્જાયેલા ભૂસ્ખલનને પગલે આજે શિમલાના સમર હિલ વિસ્તારમાં એક શિવ મંદિર તૂટી પડતાં ઓછામાં ઓછા નવ લોકોનાં મોત થયાં હતાં. સીએમ સુખવિંદર સુખુ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કાર્ય ચાલુ છે. બીજી બાજુ આજે વહેલી સવારે હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના જડોન ગામમાં વાદળ ફાટવાથી સાત લોકોના મોત થયા હતા અને 20 લોકો ફસાયા હોવાની આશંકા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુ શિમલામાં ભૂસ્ખલન અને ભારે વરસાદ પર માહિતી આપતા કહ્યું કે, “અહીં (સમર હિલ, શિમલા) કાટમાળ નીચે 20-25 લોકો ફસાયેલા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 લોકોના મોત થયા છે. હું લોકોને અપીલ કરું છું કે,લોકો ઘરની અંદર જ રહે, નદીઓ નજીક અને ભૂસ્ખલનની સંભાવનાવાળા વિસ્તારોમાં જવાનું ટાળે. વરસાદ બંધ થતાં જ રિસ્ટોરેશનનું કામ શરૂ થઈ જશે.
શિમલાના સમર હિલ વિસ્તાર ભૂસ્ખલનની ચપેટમાં, હજુ કેટલાક લોકોના મોતની આશંકા, ફસાયેલા લોકોને બચાવવા માટે ઓપરેશન ચાલુ. સીએમ સુખવિંદર સિંહ સુખુ અને રાજ્ય મંત્રી વિક્રમાદિત્ય સિંહ ઘટનાસ્થળે હાજર છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ ફરી એકવાર સામાન્ય લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સોલનના કંડાઘાટ સબ-ડિવિઝનના જડોન ગામમાં વાદળ ફાટવાની ઘટનામાં 9 લોકોના મોત થયા છે. રાજ્યમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે અને ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ છે. આ બાજુ શિમલામાં એક મોટી દુર્ઘટના થઈ છે, જ્યાં એક શિવ મંદિર ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયું છે અને પૂજા કરવા આવેલા લગભગ 50 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
શિમલા, મંડી, સિરમૌર સહિત અન્ય જિલ્લાઓમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. IMD અનુસાર, ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
દિલ્હીવાસીઓને ટૂંક સમયમાં ગરમીથી રાહત મળી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 14 ઓગસ્ટે પણ હળવો વરસાદ થવાની સંભાવના છે. શહેરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
સોલનમાં વાદળ ફાટ્યું
કંડાઘાટના એસડીએમ સિદ્ધાર્થ આચાર્યએ માહિતી આપી છે કે, સોલનના કંડાઘાટ સબડિવિઝનના જડોન ગામમાં વાદળ ફાટવાની ઘટના બાદ પાંચ લોકોના મોત થયા છે, હજુ ત્રણ ગુમ છે અને પાંચને બચાવી લેવામાં આવ્યા છે. જાડોન ગામમાં વાદળ ફાટવાથી બે ઘર અને એક ગૌશાળા ધોવાઈ ગઈ છે.
Himachal Pradesh | A cloud burst reported at Jadon village of Kandaghat sub division in Solan. Two houses and one cowshed washed away. Details awaited.
(Photos : District Disaster Management Authority, Solan) pic.twitter.com/lz4l4khsRS— ANI (@ANI) August 14, 2023
ઉત્તરાખંડમાં શું સ્થિતિ છે
ઉત્તરાખંડમાં ભારે વરસાદ ચાલુ છે. અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં જનજીવન ઠપ થઈ ગયું છે. બીજા દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. SDRFએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ચમોલી પોલીસે માહિતી આપી છે કે, રાત્રે નંદનગર વિસ્તારમાં નંદાકિની નદીનું જળ સ્તર ખતરાના નિશાનને પાર કરી ગયું હતું. નદીનું પાણી અનેક ઘરોમાં ઘૂસી ગયું છે અને લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આશરો લઈ રહ્યા છે.
Uttarakhand | The water level of Nandakini river crossed the danger mark in Nandanagar area of Chamoli, yesterday night. River water entered many houses and people left their homes and took shelter in safe places: Chamoli Police pic.twitter.com/GnH2bYg6mF
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 14, 2023
આ પણ વાંચો - Maharashtra Politics : કાકા-ભત્રીજાની લડાઈ ઉકેલાશે? શરદ અને અજિત પવાર વચ્ચે એક કલાક ‘ગુપ્ત બેઠક’ ચાલી
ઉત્તરાખંડના દેહરાદૂનમાં અવિરત વરસાદને કારણે એક કોલેજની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે. 12 ઓગસ્ટથી ખાસ કરીને ગઢવાલ ક્ષેત્રમાં ભારે વરસાદ થયો હતો. તમામ સ્થળોએ રસ્તાઓ બંધ છે અને પોલીસ અને SDRFની ટીમો એલર્ટ પર છે. ચમોલી અને ઉત્તરકાશી મોરી વિસ્તારમાં વાદળ ફાટ્યું. ઋષિકેશમાં પણ ભારે પાણીનો ભરાવો થયો છે. ડીજીપી, ઉત્તરાખંડ અશોક કુમારે કહ્યું કે, અમે તમામ લોકોને પહાડી વિસ્તારોમાં ન જવાની અપીલ કરીએ છીએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us