હિમંતા બિસ્વા સરમાએ કર્યો દાવો, 4 ફેબ્રુઆરી પછી રાહુલ ગાંધીના હમશકલનો ખુલાસો કરીશ

himanta biswa sarma : આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે રાહુલે આસામના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. રાહુલ ગાંધીએ આસામમાં ન્યાય યાત્રા દરમિયાન આ હમશકલનો ઉપયોગ કર્યો છે. રાહુલ એક હમશકલ દ્વારા દરેક સમયે લોકોની વચ્ચે હાજર રહેવાનું નાટક કરી રહ્યા હતા

himanta biswa sarma : આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે રાહુલે આસામના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. રાહુલ ગાંધીએ આસામમાં ન્યાય યાત્રા દરમિયાન આ હમશકલનો ઉપયોગ કર્યો છે. રાહુલ એક હમશકલ દ્વારા દરેક સમયે લોકોની વચ્ચે હાજર રહેવાનું નાટક કરી રહ્યા હતા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
himanta biswa sarma, assam news

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શરમા (ફાઇલ ફોટો)

himanta biswa sarma : આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ દાવો કર્યો છે કે તેમણે રાહુલ ગાંધીના હમશકલને શોધી લીધો છે. હિમંતાએ કહ્યું છે કે તેઓ ખૂબ જ જલ્દી તે વ્યક્તિનું નામ અને ઓળખ જાહેર કરશે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન તેમના હમશકલનો ઉપયોગ કર્યો હતો.

Advertisment

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પર ફરી એકવાર સવાલ ઉઠાવતા હિમંતાએ કહ્યું કે રાહુલે આસામના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. રાહુલ ગાંધીએ આસામમાં ન્યાય યાત્રા દરમિયાન આ હમશકલનો ઉપયોગ કર્યો છે. રાહુલ એક હમશકલ દ્વારા દરેક સમયે લોકોની વચ્ચે હાજર રહેવાનું નાટક કરી રહ્યા હતા.

હિમંતા બિસ્વા સરમાએ કહ્યું - પ્રેસ કોન્ફરન્સ કરીને તે વ્યક્તિની ઓળખનો ખુલાસો કરીશ

હિમંતા બિસ્વા સરમાએ કહ્યું છે કે 4 ફેબ્રુઆરીએ આસામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ નિર્ધારિત છે. તેથી આ પ્રવાસ પૂરો થયા બાદ તેઓ તે હમશકલો ખુલાસો કરશે. હિમંતાએ કહ્યું કે તે પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને તે વ્યક્તિની ઓળખનો ખુલાસો કરવા જઈ રહ્યા છે.

Advertisment

આ પણ વાંચો - તમિલ અભિનેતા થલાપતિ વિજયની રાજનીતિમાં એન્ટ્રી, ‘તમિલગા વેટ્રી કઝગમ’ નામથી પાર્ટી લોન્ચ કરી

આસામ સરકાર પાસે પુરાવા છે - હિમંતા બિસ્વા સરમા

હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે રાજ્ય સરકાર પાસે મજબૂત પુરાવા છે કે રાહુલ તેમની ન્યાય યાત્રા દરમિયાન હમશકલનો ઉપયોગ કરી રહ્યા હતા. એ જ વ્યક્તિ જાહેરમાં જનતા વચ્ચે જઇને ચીયર કરી રહ્યા હતા. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા દરમિયાન આસામમાં ઘણો વિવાદ થયો હતો. આ કારણે રાહુલે હિમંતાને દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી ગણાવ્યા હતા.

આસામના સીએમએ કહ્યું કે રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન બે કેસ નોંધાયા છે. એક કેસ બેરિકેડ્સ તોડવાના આરોપો સાથે સંબંધિત છે. આ કેસમાં રાહુલ ગાંધીનું પણ નામ છે. આ કેસની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે. બીજો કેસ આસામના જોરહાટમાં થયેલા ટકરાવનો છે. આ કેસમાં આસામ કોંગ્રેસના અધ્યક્ષ ભૂપેન કુમાર બોહરાને આરોપી બનાવવામાં આવ્યા છે.

ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધી દેશ congress