કોલકાત્તામાં હિન્દુ મહાસભાએ દુર્ગા પૂજા પંડાલમાં ગાંધીને 'અસુર' દર્શાવ્યા, સંયોજકોએ કહ્યું આ માત્ર એક સંયોગ છે

kolkata durga puja gandhiji: કોલકાત્તામાં અખિલ ભારતીય હિંદૂ મહાસભા દ્વારા આયોજીત દુર્ગા પૂજા દરમિયાન મહિષાસુરની જગ્યાએ મહાત્મા ગાંધીની જેમ દેખાતી પ્રતિમા પર વિવાદ ઊભો થયો હતો.

kolkata durga puja gandhiji: કોલકાત્તામાં અખિલ ભારતીય હિંદૂ મહાસભા દ્વારા આયોજીત દુર્ગા પૂજા દરમિયાન મહિષાસુરની જગ્યાએ મહાત્મા ગાંધીની જેમ દેખાતી પ્રતિમા પર વિવાદ ઊભો થયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

કોલકાત્તા દુર્ગાપૂજા પંડાલ

Durga Puja: કોલકાત્તામાં અખિલ ભારતીય હિંદૂ મહાસભા દ્વારા આયોજીત દુર્ગા પૂજા દરમિયાન મહિષાસુરની જગ્યાએ મહાત્મા ગાંધીની જેમ દેખાતી પ્રતિમા પર વિવાદ ઊભો થયો હતો. વિવાદ વધવા પર આયોજકોનું કહેવું હતું કે આ સમાનતા માત્ર એક સંયોગ હતો. જોકે, તેમણે કહ્યું કે સ્વતંત્રતા આંદોલનમાં મહાત્મા ગાંધીની ભૂમિકા માટે તેમની આલોચના થવી જોઈએ.

Advertisment

આ મામલા અંગે અખિલ ભારતીય હિન્દુ મહાસભાની પશ્વિમ બંગાળ પ્રદેશ એકમના કાર્યકારી અધ્યક્ષ ચંદ્રચૂડ ગોસ્વામીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે "એક માથા પર બાલ અને ચશ્મા પહેરેલા વ્યક્તિ ગાંધી હોય એ જરૂરી નથી. અસુરના હાથમાં એક ઢાલ છે. જોકે ગાંધીએ ક્યારે ઢાલ રાખી નથી. આ એક સંયોગ જ છે કે અમારો અસુર જેનું માતા દુર્ગા સંહાર કરે છે જે ગાંધી જેવો દેખાય છે.અનેક લોકોએ કહ્યું કે ગાંધી જેવો દેખાય છે પરંતુ એ પણ સાચું છે કે ગાંધીની આલોચના થવી જોઈએ"

ટીએમસીએ સાધ્યું ભાજપ ઉપર નિશાન

આ મામલે ભારે રાજકીય રમત રમાઈ હતી. ટીએમસી અને કોંગ્રેસ સહિત તમામ દળોએ આની આલોચના કરી હતી. તૃણમૂળ કોંગ્રેસના પ્રદેશ મહાસચિવ કુણાલ ઘોષે આને 'અભદ્રતાની પરાકાષ્ઠા' ગણાવી હતી. કૃળાલ ઘોષે કહ્યું કે 'આ જ બીજેપીનો અસલી ચહેરો છે. બાકી તો જે બાકી તો જે તેઓ કરે છે એ માત્ર ડ્રામા જ છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે, આખી દુનિયા ગાંધી અને તેમના વિચારધારાઓનું સમ્માન કરે છે. મહાત્મા ગાંધીનું આવું અપમાન સ્વીકાર ન કરી શકાય. હમે આનો પુરજોર વિરોધ કરીએ છીએ.'

આ પણ વાંચોઃ-દુનિયાની છ મોટી અર્થ વ્યવસ્થાઓમાં એક ભારત, પરંતુ શું અહીંની સ્થિતિ સારી છે? RSS મહાસચિવે ઉઠાવ્યો ગરીબી, બેરોજગારીનો મુદ્દો

Advertisment

દુર્ગા પૂજા પંડાલમાં ગાંધીને અસુરના રૂપમાં દર્શાવવા અંગે સીપીઆઈ એમે ભાજપ અને સંઘ ઉપર નિશાન સાધ્યું હતું. સીપીઆઈ-એમ કેન્દ્રીય સમિતિના સદસ્ય સમિત લાહિરીએ કહ્યું કે આ ભાજપ છે. અને સંઘ પરિવાર છે. જે દેશને વહેચવાનું જાણે છે. તેઓ બ્રિટિશ વિરોધી તત્વોને અસુર અને બ્રિટિશને માતા દુર્ગા માને છે. બીજી તરફ બીજેપી પ્રવક્તા સમિટ ભટ્ટાચાર્યએ કહ્યું કે આ એવી ચીજોનું સમર્થન કરતા નથી. જે ચીજો બિલકુલ અસ્વીકાર્ય છે. અને તંત્રએ આયોજકો સામે તત્કાલ પગલાં ભરવા જોઈએ.

navratri