ગતાંકથી ચાલુ..આપણે રમેશ જોગલની તાલીમ વિષે વાંચી રહ્યા છીએ..
ફર્સ્ટ એઇડ
આર્મી મેડીકલ કોરનાં હવાલદાર ત્રિલોચન ચૌધરી ફર્સ્ટ એઇડનો ક્લાસ લઇ રહ્યા હતાં. ચૌધરી, “દોસ્તો આપણે જાણીએ કે યુદ્ધ અથવા યુદ્ધ જેવી પરિસ્થતિમા સૈનિકોનાં જખ્મ કેટલા પ્રકારના હોઈ શકે છે.”• બ્લાસ્ટ વાાઉન્ડ (બોમ્બ ફૂટવા અથવા ધમાકાથી થતો જખમ)• ગોળી અથવા તોપગોળાનાં જખ્મો• પછડાટને લીધે માથામાં વાગવું અથવા હાડકામાં ફ્રેકચર થવું.સૈનિકોનાં જખ્મોમાં સૌથી મોટો પડકાર તેમનાં જખ્મોનું ડ્રેસિંગ કરવાનો હોય છે. કારણકે તેમનાં ઘાવનો મોટો આકાર અથવા તેમાંથી વધુ લોહી વહી જવાને કારણે વાગ્યા પર પાટાપીંડી કરવી થોડું મુશ્કેલ થઇ જતું હોય છે.”
ચૌધરી આગળ જણાવે છે, “દરેક સૈનિકને પ્રાથમિક સારવાર આપતાં આવડવું જોઈએ જ. સુદૂરનાં પોસ્ટીંગ સમયે અથવા યુદ્ધ દરમિયાન તમારા પર તમારાં સાથીના અથવા પોતાનાં જીવને બચાવવાની જવાબદારી આવી પડે તે સંજોગોમાં શું કરવું તે હું તમને શીખવીશ. હું તમને ફર્સ્ટ એઇડનાં મૂળભૂત નિયમો જણાવીશ. દરેક કેસમાં તમારે આ જ ઘરેડને અનુસરવાની રહેશે. કટોકટી સમયે ત્વરિત સારવાર આપવાથી તમે તમારાં સાથીનો જીવ બચાવી શકશો.”
૧. ચેક કરો, જો ઘાયલ વ્યક્તિને ઝડપથી રક્તસ્રાવ થઇ રહ્યો હોય તો તેને નિયંત્રિત કરો.૨. જો દેખીતી રીતે ડૂબવા, ઇલેક્ટ્રિક શોક અથવા ગૂંગળામણને કારણે શ્વાસ બંધ થઈ ગયો હોય, તો કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવાનું શરૂ કરો.સૌથી પહેલી આ બે ઈમરજન્સી છે. ત્યારબાદ:૩. ઈજાગ્રસ્ત વ્યક્તિની ને કેટલું વાગ્યું છે તે નક્કી કરવા માટે તેની પૂરી તપાસ કરો. વ્યવસ્થિત તપાસ ગંભીર ઇજાઓને નજરઅંદાજ કરતા અટકાવે છે અને તમને પ્રાથમિક સારવાર સાથે આગળ વધવા માટે જરૂરી માહિતી આપે છે.૪. ઇજાગ્રસ્ત વ્યક્તિને જ્યાં સુધી તમે સંપૂર્ણ ચકાસી ન લો ત્યાં સુધી તેને સૂવાડી રાખો અને જરૂર હોય તો જ ખસેડો.૫. જો ઈજા નજીવી હોય તો વ્યક્તિને તેની બેટલ પોસ્ટ પર પાછો મોકલો.૬. જો ઈજા ગંભીર હોય તો, વ્યક્તિને ગરમ ધાબળો કે કંઈ ઓઢાડીને નીચે સુવડાવી રાખો. દુખાવા માટે મોર્ફીન આપો.૭. જખમ કે દાઝ્યાની તુરંત સારવાર કરો જેથી ઘાવમાં સડો ન પેસી જાય.૮. હાડકું ફ્રેકચર હોય તો જરૂર પ્રમાણે સ્પ્લિન્ટ (પાટિયા) લગાવો.૯. ઘાયલને સાચવીને નજદીકી ફિલ્ડ હોસ્પિટલ ખસેડો. જો ઘાયલ વ્યક્તિ પાણી માગે તો તેને ઘૂંટડો આપી શકાય.બીજે દિવસે ફર્સ્ટ એઇડનાં ક્લાસમાં ચૌધરીએ પૂરી સ્ક્વોડને હાડકામાં સ્પ્લિન્ટ લગાવવાની, યુદ્ધક્ષેત્રથી બેટલ કેઝ્યુઅલ્ટીને ખસેડવાની, વહેતું લોહી બંધ કરવાની પ્રેક્ટીકલ તાલીમ આપી. રીક્રુટ્સ આ ક્લાસનું મહત્વ સમજ્યા હતાં અને શીખવામાં પુરતો રસ લઇ રહ્યા હતાં.
ટ્રેડ તાલીમ શરુ થયાનાં એક અઠવાડિયામાં પ્રશિક્ષણ ગતિવિધિએ તેજી પકડી વિષયગત શિક્ષણમાં ગંભીરતા આવી ગઈ. પીટી અને પરેડ રોજ થતી. બીજા કે ત્રીજા સપ્તાહથી પાંચ કિમીનાં બેટલ ફીઝીકલ ટેસ્ટ (બીપીટી) અંદ અઢી કિમીનાં ફીઝીકલ ફિટનેસ ટેસ્ટ (પીપીટી), રૂટ માર્ચ અને બેટરી ડ્રીલની તાલીમ શરૂ થઇ. રેડિયો ઓપરેટરોને સિગ્નલની વિવિધ તકનીકો, તોપગોળાનું લોડીંગ, ડ્રાઈવિંગ, તોપગોળાનાં પ્રકાર અને તેનાં મિસ-હેન્ડલિંગથી ખતરા વિષે ઊંડાણથી સમજ અપાઈ. સાથે-સાથે, યુદ્ધક્ષેત્રમાં આર્ટીલરીનાં ડીપ્લોયમેન્ટ, બેટરી ડ્રીલ અને મુવમેન્ટ, ગનરી, ગન લેયિંગ, કેમ્પીંગની પણ તાલીમ આપવામાં આવી.
રીક્રુટ્સની ટ્રેડ તાલીમ ૧૦૫ મીમી તોપ પર બેઝીક ગન ડ્રીલ સાથે શરુ થઇ તેમને તોપની તહેનાતી, દારૂગોળો, ફાયર કંટ્રોલ અને સંચાર વ્યવસ્થા વિષેની પ્રારંભિક તાલીમ અપાઈ. ૧૦૫ મીમી ઇન્ડિયન લાઈટ ફિલ્ડ હોવીત્ઝર તોપ પર તાલીમ લઇ રહેલાં જવાનોને ૧૫૫ મીમી બોફોર્સ હોવીત્ઝરની પ્રાથમિક તાલીમ પણ આપવામાં આવતી. હા, તેમની મોટાભાગની તાલીમ ૧૦૫ મીમી તોપ પર જ કેન્દ્રિત રહેતી.
આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ આર્ટીલરી – ૧૧, રમેશ જોગલની “ભીમકાય” ૧૦૫ મીમી ગન ચલાવવાની તાલીમ
ફાયર ઓર્ડરના ભાગ રૂપે, તોપ પર ઝડપી કાર્યવાહીની આવશ્યકતા તરીકે, ઘણા નવા શબ્દોનો પરિચય કરાવવામાં આવ્યો. રમેશની સ્ક્વોડનાં પ્રત્યેક પ્રશિક્ષુ તોપને લગતાં આદેશો અને કોડ લેંગ્વેજ આત્મસાત કરી લે તે બાબત પર જોર દેવાઈ રહ્યું હતું. ડમી તોપગોળા વારંવાર લોડ અને અનલોડ કરવામાં આવ્યા. તેમને એ પણ દર્શાવવામાં આવ્યું કે અગર કોઈ ગોળો મિસફાયર થઇ જાય છે, તો તેમણે કઈ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ.
એક દળનાં સૈનિકોને કોઈ શસ્ત્ર શીખવવા માટે એક ચોક્કસ પ્રશિક્ષકને જવાબદારી સોંપવામાં આવતી જે થી તાલીમમાં નિરંતરતા જળવાઈ રહે. પ્રશિક્ષુઓનાં વર્ગો વચ્ચે અંતર-સ્પર્ધાઓ પણ રાખવામાં આવતી જેથી સ્પર્ધાત્મક વાતાવરણમાં શીખવાની ધગશ ખીલી આવે. બેઝીક ટ્રેનીંગની તુલનામાં ટ્રેડ ટ્રેનીંગમાં રીક્રુટ્સને થોડો સમય પોતાને માટે મળી રહેતો.
ક્લાસીસ પછી તેમને સ્પોર્ટ્સ માટે અથવા કોઈ મિત્રની બેરેકમાં જવાની કે ભણવાની છૂટ હતી. તોપચી થીયેટરમાં રવિવારે ફિલ્મ જોવા પણ મળતી. આર્ટીલરી સેન્ટર નાશિકની ટ્રેડ ટ્રેનીંગ એટલી રફ એન્ડ ટફ નહોતી. રીક્રુટ્સે સેન્ટરનાં તોપચી થીએટરમાં દર રવિવારે કેટલીય ફિલ્મો જોઈ. આર્ટીલરી વિષે ઊંડાણથી શીખવાનું શરુ કર્યું, તોપખાનાની હિસ્ટ્રી, તોપખાનાનાં પ્રકારો, કાર્ય પદ્ધતિ અને ગન કૃની જવાબદારી પણ શીખ્યા.
ક્રમશઃ