અવકાશમાં સૂર્યોદય કેટલી વાર થાય છે? અવકાશયાત્રીઓ દિવસ-રાત વિશે કેવી રીતે ખબર પડે છે, જાણો બધુ

how many times sunrise and sunset in space : પૃથ્વી પર 24 કલાકમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત એક વખત થાય છે, પરંતુ પૃથ્વીની બહાર અવકાશમાં સૂર્યોદય કેટલી વખત થાય? તેનાથી અવકાશયાત્રીઓને કેવી તકલીફો પડે છે? તેના માટે શું વ્યવસ્થા હોય છે? જોઈએ બધુ જ.

Written by Kiran Mehta
Updated : August 31, 2023 16:24 IST
અવકાશમાં સૂર્યોદય કેટલી વાર થાય છે? અવકાશયાત્રીઓ દિવસ-રાત વિશે કેવી રીતે ખબર પડે છે, જાણો બધુ
પૃથ્વીની બહાર સૂર્યોદય અને સૂર્યાસ્ત કેટલી વખત થાય? (તસવીર ક્રેડિટ - નાસા)

ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ ભારતે પણ ગગનયાન મિશનની તૈયારીઓ તેજ કરી છે. ભારત ટૂંક સમયમાં વિજ્ઞાનીઓને અવકાશમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે ઈસરોના વૈજ્ઞાનિકો નાસામાં તાલીમ લઈ રહ્યા છે. ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર (ISS)માં રહેવું ખૂબ જ પડકારજનક છે. પૃથ્વી સૂર્યની આસપાસ લંબગોળ ભ્રમણકક્ષામાં ફરે છે અને પૃથ્વી પણ તેની ધરી પર સતત ફરે છે. આ કારણથી પૃથ્વી પર દિવસ અને રાત્રિની પ્રક્રિયા થાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, અવકાશમાં રહેતા અવકાશયાત્રીઓ માટે દિવસ અને રાત કેવા હોય છે?

અવકાશમાં હંમેશા સૂર્યપ્રકાશ રહે છે? ચાલો આવા તમામ પ્રશ્નોના જવાબ જાણવાનો પ્રયાસ કરીએ

જ્યારે અવકાશયાત્રીઓ અવકાશમાં જાય છે, ત્યારે તેઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે, ISS પર રહે છે. ISS એક મોટી સંશોધન સુવિધા છે. ISS નો ઉપયોગ અવકાશમાં માઇક્રોગ્રેવિટી પ્રયોગો કરવા માટે થાય છે. ISS ને અમેરિકાની સ્પેસ એજન્સી NASA, રશિયાની Roscosmos, યુરોપની ESA, જાપાનની JAXA અને કેનેડાની સ્પેસ એજન્સી CSAના સહયોગથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ISS એટલે કે સ્પેસ સ્ટેશન 400 કિમીની સરેરાશ ઊંચાઈએ લંબગોળ માર્ગ પર પૃથ્વીની આસપાસ ફરે છે.

અવકાશયાત્રીઓ 24 કલાકમાં કેટલી વાર સૂર્યોદય જુએ છે?

ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પૃથ્વીની આસપાસ લંબગોળ ભ્રમણકક્ષામાં ફરે છે. લગભગ 5 થી 7 અવકાશયાત્રીઓ ISS માં અવકાશનો અભ્યાસ કરે છે. ISS માં રહેતા અવકાશયાત્રીઓ દિવસમાં 16 વખત સૂર્યોદય અને 16 વખત સૂર્યાસ્ત જુએ છે. તમને જણાવી દઈએ કે, ISS પૃથ્વીની આસપાસ 27,600 કિમી પ્રતિ કલાકની ઝડપે ફરે છે. ISS લગભગ 90 મિનિટમાં પૃથ્વીની આસપાસ ફરે છે. ISS લગભગ અડધો સમય સૂર્યપ્રકાશમાં અને બાકીનો સમય પૃથ્વીના પડછાયામાં વિતાવે છે. આમ અવકાશ કેન્દ્ર 45 મિનિટ માટે દિવસના પ્રકાશમાં અને 45 મિનિટ માટે અંધકારમાં રહે છે. ISS 24 કલાકમાં 16 વાર પૃથ્વીની આસપાસ ફરે છે. આ કારણે, અવકાશયાત્રીઓ દિવસમાં 16 વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ શકે છે.

અવકાશયાત્રીઓ માટે, અવકાશમાં 16 સૂર્યોદય અને 16 સૂર્યાસ્ત જોવું એ શરૂઆતમાં એક અદ્ભુત અનુભવ છે. પરંતુ સમયની સાથે આ મજા સજામાં બદલાવા લાગે છે. માનવ શરીરને 24 કલાકમાં એકવાર સૂર્યોદય જોવાની ટેવ હોય છે. આવી સ્થિતિમાં, દિવસમાં 16 વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાથી અવકાશયાત્રીઓની જૈવિક ઘડિયાળને ખલેલ પહોંચે છે. અવકાશયાત્રીઓ જેટ લેગ અને થાકેલા હોય તેવો અનુભવ કરે છે. અવકાશયાત્રીઓને આનાથી બચાવવા માટે, અવકાશ કેન્દ્રમાં પૃથ્વી જેવું જ દિવસ-રાતનું વાતાવરણ બનાવવામાં આવે છે.

અવકાશયાત્રીઓ માટે સ્પેસ સેન્ટરમાં દિવસ અને રાત્રિનું વાતાવરણ કેવી રીતે બનાવવું?

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર દિવસ અને રાત જેવું વાતાવરણ બનાવવા માટે, સ્પેસ સેન્ટર યુનિવર્સલ કો-ઓર્ડિનેટેડ ટાઇમ (UTC) પર સેટ છે. એસ્ટ્રોનોટ્સ સ્પેસ સેન્ટરમાં હાજર લાઇટને ચાલુ અને બંધ કરીને દિવસ અને રાત્રિના વાતાવરણને નિયંત્રિત કરવામાં આવે છે. અવકાશ મિશનના શરૂઆતના વર્ષોમાં દિવસમાં 8 કલાક ઊંઘવા છતાં અવકાશયાત્રીની તબિયત લથડી હતી. આ પછી નાસાએ પણ સ્પેસ સેન્ટરમાં પૃથ્વી દિવસ અને રાત જેવી વસ્તુઓ કરવાનો નિર્ણય લીધો હતો. અલગ-અલગ બ્રાઇટનેસ સાથે અલગ-અલગ વેવલેન્થની LED લાઇટનો ઉપયોગ કરીને સ્ટેશન પર દિવસ-રાતનું વાતાવરણ બનાવવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ