પતિ-પત્ની હાઈવોલ્ટેજ ડ્રામા : પતિને બીજી પત્ની સાથે જોઈ ગઈ પ્રથમ પત્ની, રસ્તા વચ્ચે શરૂ થઈ પીટાઈ - VIDEO વાયરલ

Husband-Wife High Voltage Drama Bihar : હોસ્પિટલમાં રોડ પર જ પ્રથમ પત્ની પોતાના પતિને બીજી પત્ની સાથે જોતા જ મારા મારી (Fight) શરૂ થઈ ગઈ. આ હાઈવોલ્ટેજ ડ્રામાનો વાયરલ વીડિયો નાલંદા (Nalanda) નો હોવાનું કહેવાય છે.

Husband-Wife High Voltage Drama Bihar : હોસ્પિટલમાં રોડ પર જ પ્રથમ પત્ની પોતાના પતિને બીજી પત્ની સાથે જોતા જ મારા મારી (Fight) શરૂ થઈ ગઈ. આ હાઈવોલ્ટેજ ડ્રામાનો વાયરલ વીડિયો નાલંદા (Nalanda) નો હોવાનું કહેવાય છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Husband-Wife High Voltage Drama nalanda bihar

બિહારના નાલંદામાં પતિ પત્ની વચ્ચે મારા મારી

Viral News : સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે મહિલાઓ એકબીજા સાથે લડી રહી છે. તેઓ એકબીજાના વાળ ખેંચી રહી છે અને એકબીજાને થપ્પડ મારી રહી છે. બંને મહિલાઓ વચ્ચે એક પુરુષ પણ છે, જે લડાઈ રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે. મહિલાએ તેને ચપ્પલ વડે માર પણ માર્યો હતો. વીડિયો નાલંદાનો જણાવવામાં આવી રહ્યો છે.

Advertisment

પતિને બીજી પત્ની સાથે જોઈને પહેલી પત્ની ગુસ્સે થઈ ગઈ

મળતી માહિતી મુજબ વીડિયોમાં દેખાતો વ્યક્તિ બંને મહિલાઓનો પતિ છે. પતિ પર છેતરપિંડીનો અને બીજી સાથે હોવાનો આરોપ છે. ત્રણેય એક હોસ્પિટલમાં ભેગા થઈ ગયા. જ્યારે મહિલાએ તેના પતિને અન્ય મહિલા સાથે જોયો તો તેણે તેના વાળ ખેંચી લીધા અને માર મારવાનું શરૂ કરી દીધુ. બંને એકબીજાને થપ્પડ મારતા પણ જોવા મળ્યા હતા.

હાઈ વોલ્ટેજ ડ્રામા લાંબા સમય સુધી ચાલ્યો

જ્યારે પતિ બંને મહિલાઓને બચાવવા વચ્ચે આવ્યો તો તેણે પણ ચપ્પલ વડે માર મારવાનું શરૂ કર્યું. ત્યાં ઉભેલા લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે. હોસ્પિટલમાં ચાલી રહેલી બોલાચાલી જોઈને ગાર્ડે તેમનો પીછો કરીને પરિસરમાંથી તેમને દૂર લઈ ગયા અને પછી લડાઈ શમી ગઈ.

Advertisment

બીજી પત્ની ગર્ભવતી

મળતી માહિતી મુજબ, પતિનું નામ પ્રેમજીત સાવ છે. તેના લગ્ન 10 વર્ષ પહેલા જુલી કુમારી સાથે થયા હતા. આ પછી ગયા વર્ષે પ્રેમજીતે અનીશા કુમારી નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. અનીષા હવે ગર્ભવતી છે, જેની સાથે પતિ પ્રેમજીત હોસ્પિટલ પહોંચ્યો હતો અને આ વાત તેની પહેલી પત્નીને ખબર પડી હતી.

આ પણ વાંચો - યુવતીએ લવ મેરેજ કરતાં પરિવાર ગુસ્સે થયો, દીકરીને ફિલ્મી સ્ટાઈલે સાસરેથી ઉઠાવી લીધી – VIDEO વાયરલ

હોસ્પિટલમાં ત્રણેય એક-બીજાની સામે આવી ગયા, અને પછી શરૂ થયો હાઇ-વોલ્ટેજ ડ્રામાં, જે લાંબા સમય સુધી ચાલ્યો. જોકે પ્રેમજીતની માતાનું કહેવું છે કે, તે જુલી કુમાર (પ્રથમ પત્ની)ને પોતાની વહુ માને છે. બીજી તરફ પ્રેમજીતનું કહેવું છે કે, પહેલી પત્ની તેને ટોર્ચર કરતી હતી. તમને જણાવી દઈએ કે, જુલી કુમારી અને પ્રેમજીતને બે બાળકો છે.

bihar ગુજરાતી ન્યૂઝ વાયરલ વીડિયો ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ