/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Hyderabad-business-woman-got-TV-anchor-kidnapped.jpg)
હૈદરાબાદમાં બિઝનેસ મહિલાએ ટીવી એન્કરનું અપહરણ કરાવ્યું (ફોટો - ઈન્સ્ટાગ્રામ)
હૈદરાબાદથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં પાંચ સ્ટાર્ટઅપ કંપનીઓની લેડી બોસ પર એક પ્રખ્યાત ટીવી એન્કરનું અપહરણ કરવાનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે, કંપનીના માલિકે એન્કરનું અપહરણ કરવા માટે ગુંડાઓ ભાડે રાખ્યા હતા. રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે, ટીવી એન્કરે લેડી બોસ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જોકે મામલામાં ટ્વિસ્ટ છે. ઉલ્લેખનીય છે કે, બિઝનેસવુમન પોતે છેતરપિંડીનો શિકાર બની હતી. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.
આ કેસમાં, પોલીસનું કહેવું છે કે, બિઝનેસ વુમેને ટીવી એન્કરનો પીછો કર્યો અને તેણીના લગ્નના પ્રસ્તાવને નકાર્યા બાદ તેનું અપહરણ કર્યું. પોલીસે મહિલાની ધરપકડ કરી છે. જોકે, ટીવી એન્કરના નામે મહિલા સાથે છેતરપિંડી કરવામાં આવી છે. મહિલાનું કહેવું છે કે, એક વ્યક્તિએ પોતાની ઓળખ ટીવી એન્કર તરીકે આપીને તેની સાથે લાખોની છેતરપિંડી કરી હતી.
વાસ્તવમાં, લેડી બોસનું નામ ભોગીરેડ્ડી ત્રિશા છે. ત્રિશાના કહેવા પ્રમાણે, તેણે મેટ્રિમોની વેબસાઇટ પર ટીવી મ્યુઝિક ચેનલના એન્કર પ્રણવની પ્રોફાઇલ જોઈ હતી. આ પછી તેણે પ્રણવનો સંપર્ક કર્યો. જોકે પ્રણવે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ પછી ત્રિશાએ પ્રણવનું અપહરણ કર્યું. આ માટે ત્રિશાએ તેના મિત્રોની મદદ લીધી હતી. જોકે, પ્રણવ કોઈક રીતે ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ પછી પ્રણવે પોલીસનો સંપર્ક કર્યો.
છેતરપિંડી કરનારે એન્કરના ફોટાનો ઉપયોગ કર્યો હતો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બે વર્ષ પહેલા ચૈતન્ય રેડ્ડી નામના વ્યક્તિએ મેટ્રિમોનિયલ સાઇટ પર એન્કરના ફોટાનો ઉપયોગ કરીને નકલી પ્રોફાઇલ બનાવી હતી. મહિલાએ વિચાર્યું કે, પ્રોફાઇલ એન્કર પ્રણવની છે. આ પછી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. બંને ગપસપ કરવા લાગ્યા. થોડા દિવસો બાદ આરોપીએ મહિલા પાસે બિઝનેસમાં રોકાણ કરવા માટે 40 લાખ રૂપિયા માંગ્યા. મહિલાએ તેને 40 લાખ રૂપિયા આપ્યા હતા.
જો કે, આ પછી પુરુષે પોતાને મહિલાથી દૂર કરી લીધો. તેણે મહિલા સાથે વાત કરવાનું બંધ કરી દીધું. હવે મહિલાને તો એવું જ હતુ કે, તે પ્રોફાઇલ એન્કર પ્રણવની છે. તેને ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપિંડી થઈ છે. તે એ પણ સમજી ગઈ કે છેતરપિંડી કરનારે એન્કરના ફોટાનો ઉપયોગ કર્યો હતો. આ પછી મહિલાએ પ્રોફાઇલ પર આપેલા નંબર પર સંપર્ક કર્યો, જે એન્કરનો નંબર હતો.
આ પછી મહિલાએ એન્કરને મેસેજ કરવાનું ચાલુ રાખ્યું અને ગુંડાઓએ તેનું અપહરણ કર્યું. મહિલા એન્કર સાથે લગ્ન કરવા માંગતી હતી. મહિલાનું કહેવું છે કે, તે આ મામલાને ઉકેલવા માંગતી હતી. તેણે 4 ગુંડા હાયર કર્યા હતા, અને અપહરણ કર્યું.
કારમાં ટ્રેકિંગ ડિવાઇસ ઇન્સ્ટોલ કરાવ્યું
એન્કર પર નજર રાખવા માટે મહિલાએ તેની કારમાં ટ્રેકિંગ ડિવાઇસ લગાવ્યું હતું. આ પછી 4 ગુંડાઓએ એન્કરનું અપહરણ કર્યું. ગુંડાઓ એન્કરને મહિલાની ઓફિસમાં લઈ ગયા અને તેની સાથે મારપીટ કરી. એન્કરે કહ્યું કે, તે મહિલાના કોલનો જવાબ આપશે. આ પછી તે કોઈક રીતે પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં એન્કરે આ મામલે પોલીસમાં ફરિયાદ કરી હતી.
પોલીસે મહિલા વિરુદ્ધ કલમ 363 (અપહરણ), 341 (ખોટી રીતે સંયમ), 342 (ખોટી રીતે કેદ) અને ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ કેસ નોંધ્યો છે. આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us