મહિલાએ 30 લાખની કિંમતની હીરાની વીંટી ચોરી કરી, પછી તેને ટોયલેટમાં ફ્લશ કરી દીધી, પછી જે થયું કોઈએ વિચાર્યું પણ ન હતુ

diamond ring theft hyderabad : તેલંગણાના હૈદરાબાદમાં હેર ક્લિનિકમાં હીરાની વીંટીની ચોરીની ઘટનાએ પોલીસની ઊંઘ ખરાબ કરી, મહિલાએ ચોરેલી વીંટી ટોઈલેટના કમોડમાં ફ્લશ કરી દીધી.

diamond ring theft hyderabad : તેલંગણાના હૈદરાબાદમાં હેર ક્લિનિકમાં હીરાની વીંટીની ચોરીની ઘટનાએ પોલીસની ઊંઘ ખરાબ કરી, મહિલાએ ચોરેલી વીંટી ટોઈલેટના કમોડમાં ફ્લશ કરી દીધી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
diamond ring theft in hyderabad

હૈદરાબાદમાં 30 લાખની હીરાની વીંટીની ચોરી (પ્રતિકાત્મક તસવીર)

તેલંગાણાના હૈદરાબાદથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિલાએ પહેલા 30.69 લાખની કિંમતની હીરાની વીંટી ચોરી લીધી અને પછી પકડાઈ જવાના ડરથી તેને કમોડમાં ફેંકી દીધી. હાલ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

Advertisment

આ મામલે પોલીસનું કહેવું છે કે, મહિલા હૈદરાબાદમાં સ્કિન એન્ડ હેર ક્લિનિકમાં કામ કરે છે. તેણીએ લગભગ 30.69 વાગ્યે વીંટી ચોરી કરી હતી અને પકડાઈ જવાના ડરથી તે ગભરાઈ ગઈ હતી અને તેને વીંટી કમોડમાં ફેંકી દીધી હતી. આ પછી, પોલીસે પ્લમ્બરની મદદથી કમોડને જોડતી પાઇપલાઇનમાંથી વીંટી શોધી કાઢી અને ચોરીના આરોપમાં મહિલાની ધરપકડ કરી.

પોલીસના જણાવ્યા અનુસાર, જે મહિલાની વીંટી ચોરાઈ હતી, તે લગભગ એક અઠવાડિયા પહેલા પોશ જ્યુબિલી હિલ્સ ક્લિનિકમાં વાળ કપાવવા માટે ગઈ હતી. આ પછી હેર રિમૂવલ કરી રહેલી મહિલાએ તેને એક બોક્સમાં વીંટી મૂકવા કહ્યું. મહિલાએ તેની વીંટી કાઢીને તે બોક્સમાં મૂકી. મહિલાએ તેના વાળ કપાવી લીધા અને વીંટી ત્યાં જ ભૂલીને ઘરે પરત ફરી ગઈ.

મહિલાએ ફરિયાદ નોંધાવી હતી

પોલીસ અધિકારીનું કહેવું છે કે, જ્યારે મહિલા ઘરે પહોંચી ત્યારે તેને ખબર પડી કે, તે ક્લિનિકમાં વીંટી ભૂલી ગઈ છે. તેણે વિચાર્યું કે આ વીંટી ક્લિનિકમાં જ મળી જશે, પરંતુ વીંટી ગુમ થવાની વાત સામે આવતાં તેના હોશ ઉડી ગયા. તેને ખૂબ જ નવાઈ લાગી કે, ક્લિનિકમાંથી વીંટી ક્યાં જતી રહે. તેણે તેને એક બોક્સમાં પણ રાખી હતી અને તે બોક્સ મહિલા કર્મચારીને આપ્યું હતુ.

Advertisment

મહિલાએ પહેલા ક્લિનિક સ્ટાફની પૂછપરછ કરી. તેણે વિચાર્યું કે, તેમાંથી કોઈએ પાસે રાખી હશે, પરંતુ લાખ પ્રયાસ પછી પણ જ્યારે તેની વીંટી ન મળી તો તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી.

આ પણ વાંચો - Maharashtra politics : અજિત પવારને અત્યાર સુધી કોનું સમર્થન મળ્યું છે, શરદ પવારની સાથે કોણ છે? જાણો શું કહે છે આંકડા

ફરિયાદ મળ્યા બાદ પોલીસ ક્લિનિક પહોંચી અને સ્ટાફની પૂછપરછ કરી. ત્યારપછી આરોપી મહિલાએ પોલીસ સમક્ષ કથિત રીતે કબૂલાત કરી હતી કે, તેણે આ વીંટી ચોરીને પોતાના પર્સમાં રાખી હતી. આરોપી મહિલાએ એમ પણ કહ્યું કે, જ્યારે તેને લાગ્યું કે તે પકડાઈ જશે તો તેણે ક્લિનિક સ્થિત વોશરૂમના કમોડમાં વીંટી ફેંકી દીધી. હાલ પોલીસે મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ